કેન્યામાં ટાટા કેમિકલ્સનું કામ બંધ નહીં થાય:રાષ્ટ્રપતિના પ્રતિબંધના આદેશ પછી કંપનીએ કહ્યું- અમે બધી શરતો પૂરી કરી છે, આગળના આદેશની રાહ જોઈ રહ્યા છીએ
કેન્યામાં કામકાજ બંધ કરવાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોના આદેશ પર ટાટા કેમિકલ્સે સ્પષ્ટતા કરી છે. કંપનીએ જણાવ્યું કે તેણે 11 ઓગસ્ટ 2026ના રોજ જ સરકારને તમામ જરૂરી દસ્તાવેજો અને વિગતવાર રિપોર્ટ સુપરત કરી દીધા હતા. કંપની તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરી રહી છે. જોકે, ગુરુવારે કાજિયાડોના પ્રવાસે રાષ્ટ્રપતિ રૂટોએ ટાટાની જગ્યાએ નવા રોકાણકારોને લાવવાની જાહેરાત કરી હતી. તેમણે શરત મૂકી કે નવા રોકાણકારોએ કેન્યામાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા પડશે, જ્યારે ટાટા કેમિકલ્સ હજુ ત્યાં માત્ર માઇનિંગ અને બેઝિક પ્રોસેસિંગનું કામ કરી રહી હતી. ટાટા કેમિકલ્સ લેક મગાદીમાંથી કાચો માલ કાઢીને સોડા એશ બનાવે છે અને તેને ભારત સહિત દુનિયાભરમાં નિકાસ કરે છે. આના પર રૂટોએ સવાલ ઉઠાવ્યો કે શું આપણે બીજાના ગુલામ છીએ? 100 વર્ષના કરાર છતાં ટાટાએ કોઈ નવી ફેક્ટરી કે વિકાસ કાર્ય કર્યું નથી. ચાલો, પ્રશ્ન-જવાબ દ્વારા આ સમગ્ર મામલાની દરેક વિગત સમજીએ: પ્રશ્ન 1. કેન્યાના રાષ્ટ્રપતિએ ટાટા કેમિકલ્સ વિરુદ્ધ શું નિવેદન આપ્યું છે? જવાબ: કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ કહ્યું કે આટલા વર્ષોથી કામ કરવા છતાં ટાટા કેમિકલ્સની હાજરીથી કેન્યાની અર્થવ્યવસ્થા અને ત્યાંના સ્થાનિક લોકોને કોઈ ફાયદો થયો નથી. તેમણે આદેશ આપ્યો કે કંપનીએ દેશમાં પોતાનું કામકાજ તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ. પ્રશ્ન 2. કેન્યા સરકારનો આગામી પ્લાન શું છે અને ટાટાનો પ્લાન્ટ કોણ ચલાવશે? જવાબ: રાષ્ટ્રપતિ રૂટોના મતે, કેન્યા સરકાર ટાટા કેમિકલ્સ મગડીના સંચાલનને પોતાના હાથમાં લઈને તેને સંભાળવા માટે બે નવી સ્થાનિક અથવા વિદેશી કંપનીઓને લાવવાની તૈયારી કરી રહી છે. પ્રશ્ન 3. રાષ્ટ્રપતિના આ આદેશ પછી ટાટા કેમિકલ્સે શું કહ્યું? જવાબ: ટાટા કેમિકલ્સે જણાવ્યું હતું કે, “અમે 28 જુલાઈના સરકારી પત્રના જવાબમાં 11 ઓગસ્ટના રોજ જ તમામ જરૂરી માહિતી અને રિપોર્ટ્સ કેન્યા સરકારને સુપરત કરી દીધા હતા. અમે સંપૂર્ણપણે નિયમોનું પાલન કરી રહ્યા છીએ. અમે કેન્યા સરકારના અધિકારનું સન્માન કરીએ છીએ અને વાતચીત દ્વારા ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા કર્મચારીઓ અને સ્થાનિક મગડી સમુદાયનું હિત અમારી પ્રથમ પ્રાથમિકતા છે.” પ્રશ્ન 4. આ સમગ્ર ખેંચતાણની ટાટા કેમિકલ્સના શેરો પર શું અસર પડી? જવાબ: આ સમાચાર સાર્વજનિક થતાં જ BSE પર ટાટા કેમિકલ્સનો શેર 3% સુધી તૂટીને તેના દિવસના નીચલા સ્તર ₹625 પર આવી ગયો. જો આ વર્ષનો રેકોર્ડ જોઈએ તો, 2026માં અત્યાર સુધી આ શેર 15% નીચે ગગડી ચૂક્યો છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 30% થી વધુનું નુકસાન થયું છે. પ્રશ્ન 5. ટાટા કેમિકલ્સ માટે કેન્યાનો આ વ્યવસાય કેટલો મોટો અને મહત્વનો છે? જવાબ: આ યુનિટ સમગ્ર આફ્રિકા ખંડમાં સોડા એશનું સૌથી મોટું ઉત્પાદક છે અને કેન્યામાંથી થતી મુખ્ય નિકાસમાં સામેલ છે. આ પ્લાન્ટની વાર્ષિક સોડા એશ ઉત્પાદન ક્ષમતા 3,50,000 ટન છે. નાણાકીય વર્ષ 2026માં ટાટા કેમિકલ્સના કુલ EBITDAમાં કેન્યાઈ યુનિટનું યોગદાન લગભગ 6% હતું. પ્રશ્ન 6. ટાટા ગ્રુપનો કેન્યા સાથે કેટલો જૂનો સંબંધ છે? જવાબ: ટાટા કેમિકલ્સે વર્ષ 2005માં ‘મગડી સોડા કંપની’નું અધિગ્રહણ કર્યું હતું, જેને બાદમાં ટાટા કેમિકલ્સ મગડી લિમિટેડ નામ આપવામાં આવ્યું. છેલ્લા 21 વર્ષથી આ પ્લાન્ટ સતત કાર્યરત છે અને કેન્યાની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. પ્રશ્ન 7. કેન્યામાં જે સોડા એશનું ઉત્પાદન થાય છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ: સોડા એશ એક મુખ્ય ઔદ્યોગિક રસાયણ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે આ વસ્તુઓમાં થાય છે: પ્રશ્ન 8. ટાટા કેમિકલ્સની નાણાકીય સ્થિતિ કેવી છે, તાજેતરના પરિણામો કેવા રહ્યા છે? જવાબ: ટાટા કેમિકલ્સ વિશ્વની બીજી સૌથી મોટી સોડા એશ ઉત્પાદક કંપની છે. 30 જૂન 2026 ના રોજ પૂરી થયેલી પ્રથમ ત્રિમાસિકમાં કંપનીના પરિણામો નબળા રહ્યા છે: નોલેજ પાર્ટ: જાણો શું છે સોડા એશ સોડા એશનું વૈજ્ઞાનિક નામ સોડિયમ કાર્બોનેટ છે. તે એક સફેદ, ગંધહીન પાવડર હોય છે. કાચ અને ડિટર્જન્ટ ઉદ્યોગ ઉપરાંત તેનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા અને કાગળ બનાવવામાં પણ મોટા પાયે થાય છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

