Lenovo Rollable Laptop: Project Swan Unveiled with 17-Inch Screen | Gujarati News
ટેકનોલોજીની દુનિયામાં દિનપ્રતિદિન અદ્ભુત ફેરફારો થઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે ફોલ્ડ થઈ શકે તેવા લેપટોપ અને સ્માર્ટફોન જોયા છે, પરંતુ હવે લેનોવો કંપનીએ ટેકનોલોજીને એક નવું જ રૂપ આપ્યું છે. જર્મનીના બર્લિનમાં યોજાયેલા પ્રખ્યાત ટેક શો IFA 2026 માં લેનોવોએ ‘પ્રોજેક્ટ સ્વાન’ (Project Swan) નામનો એક અનોખો રોલેબલ લેપટોપ પ્રોટોટાઇપ પ્રદર્શિત કર્યો છે. આ નવી ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની સ્ક્રીનને ફોલ્ડ કરવાને બદલે રોલ (Roll) કરીને વિસ્તૃત કરી શકાય છે.
રોલ આઉટ લેપટોપ કર્યુ લોન્ચ
સામાન્ય રીતે આપણે ફિક્સ સ્ક્રીનવાળા લેપટોપ જોયા છે, પરંતુ આ નવા ખ્યાલથી યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ લેપટોપની સ્ક્રીનનું કદ નાનું કે મોટું કરી શકશે. લેનોવોના આ પ્રોટોટાઇપમાં 14 ઇંચની સ્ક્રીનને જરૂર પડ્યે 17 ઇંચ સુધી રોલ આઉટ કરી શકાશે. આ ડિસ્પ્લે 16.9 આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે, જે પરંપરાગત વાઇડસ્ક્રીન લેપટોપ જેવો જ અનુભવ કરાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્ક્રીન 2,258 બાય 1,672 પિક્સેલથી લઈને2,850 બાય 1,672પિક્સેલ સુધી ફેલાઈ શકે છે, જેને લગભગ 4k ડિસ્પ્લે જેવી ગુણવત્તા તરીકે વર્ણવવામાં આવી રહી છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

