Prince Rahim Aga Khan India Visit; Meets PM Modi & President in Delhi
17 કલાક પેહલા
- કૉપી લિંક
ઇસ્માઇલી સમુદાયના 50મા ઇમામ પ્રિન્સ રહીમ આગા ખાન પંચમ 9 થી 15 સપ્ટેમ્બર 2026 સુધી ભારતના પ્રવાસે રહેશે. ભારતના ઉપરાષ્ટ્રપતિના નિમંત્રણ પર થઈ રહેલા આ પ્રવાસ દરમિયાન આગા ખાન પંચમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ મંત્રી અને વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. 50મા ઇમામ તરીકે હોદ્દો સંભાળ્યા પછી તેમનો આ ભારતનો પહેલો પ્રવાસ છે.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત
ભારત રોકાણ દરમિયાન આગા ખાન પંચમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેમની ગૃહ મંત્રી અને વિદેશ મંત્રી સાથે પણ બેઠક યોજાશે. 10 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ સાથે તેમની વાતચીત પ્રસ્તાવિત છે. આ મુલાકાતો દરમિયાન ભારત અને ઇસ્માઇલી ઇમામત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંબંધોની સાથે સાથે વિકાસ અને સામુદાયિક પહેલો સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની આશા છે.
અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદ પણ જશે
દિલ્હી ઉપરાંત પ્રિન્સ રહીમ આગા ખાન પંચમ અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદનો પ્રવાસ કરશે. અમદાવાદમાં તેઓ 11-12 સપ્ટેમ્બરના રોજ રહેશે. આ શહેરોમાં આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક(AKDN)ના કેટલાય વિકાસ અને સામુદાયિક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ભારતમાં ઇસ્માઇલી સમુદાયની ઉપસ્થિતિ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ સહિત દેશના અનેક ભાગોમાં છે.
‘ભારતની જમાતને મળવાની રાહ જોઈ રહ્યો છું’
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિન્સ રહીમ આગા ખાન પંચમે કહ્યું કે તેઓ ભારતની જમાતને મળવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે ભારત બહાર રહેતા ઇસ્માઇલીઓને પણ પોતાના પ્રવાસ દરમિયાન ભારતની યાત્રા ન કરવાનો અનુરોધ કર્યો છે, જેથી તેઓ પોતાનું પૂરું ધ્યાન ભારતમાં રહેતા સ્થાનિક સમુદાય પર આપી શકે. પોતાના સંદેશમાં તેમણે ભારતની જમાતને પોતાના “સૌથી વહાલા આધ્યાત્મિક બાળકો” ગણાવ્યા અને કહ્યું કે તેઓ હંમેશાં તેમના વિચારો અને પ્રાર્થનાઓમાં રહે છે.
શહઝાદ પૂનાવાલાએ પ્રવાસનું સ્વાગત કર્યું
ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પ્રિન્સ રહીમ આગા ખાન પંચમના ભારત પ્રવાસની જાહેરાતનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આ યાત્રા ભારત અને ઇસ્માઇલી ઇમામત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મિત્રતા, પરસ્પર સન્માન અને સાઝા મૂલ્યોના સંબંધો દર્શાવે છે.
ફેબ્રુઆરી 2025માં બન્યા હતા 50મા ઇમામ
પ્રિન્સ રહીમ આગા ખાન પંચમે ફેબ્રુઆરી 2025માં પોતાના પિતા સ્વર્ગસ્થ પ્રિન્સ શાહ કરીમ અલ-હુસૈની આગા ખાન ચોથા પછી ઇસ્માઇલી સમુદાયના 50મા વંશાનુગત ઇમામનો હોદ્દો સંભાળ્યો હતો.
ઇમામ બનતા પહેલાં પ્રિન્સ રહીમ આગા ખાને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કમાં કેટલીય જવાબદારીઓ સંભાળી હતી. જેમાં પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને આર્થિક વિકાસ સાથે જોડાયેલા કાર્યો પણ સામેલ હતા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



