Dearness Allowance Hike October 2026; Central Government Employees Salary

Last Updated: September 12, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર મોંઘવારી ભથ્થા (Dearness Allowance) પર ટકેલી છે. દેશના લગભગ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરો જુલાઈ 2026 થી લાગુ થનારા આ ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે 11 ઓક્ટોબરથી નવરાત્રિ અને 20 ઓક્ટોબરે દશેરા છે. આવી સ્થિતિમાં, કર્મચારીઓ જાણવા માંગે છે કે શું સરકાર નવરાત્રિની આસપાસ તેની જાહેરાત કરશે.

તમને જણાવીએ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI) ના અંદાજિત આંકડા અને સરકારના પાછલા પેટર્ન મુજબ સરકારી કર્મચારીઓના DA પર ક્યારે સારા સમાચાર મળી શકે છે અને આ વખતે કેટલા વધારાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

મોંઘવારી ભથ્થાની જાહેરાત ક્યાં સુધીમાં થઈ શકે છે?

સામાન્ય રીતે સરકાર જુલાઈથી લાગુ થનારા DAની જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં કરે છે. જો નવરાત્રિ પર જાહેરાત ન થાય, તો સરકાર દિવાળી સુધીમાં કર્મચારીઓને આ ભેટ આપી શકે છે. સારી વાત એ છે કે મોંઘવારી ભથ્થાની જાહેરાત જ્યારે પણ થશે, ભથ્થાના દરો 1 જુલાઈ 2026 થી જ લાગુ ગણાશે. તેનો અર્થ એ છે કે કર્મચારીઓને પાછલા મહિનાઓનો બાકી એરિયર પણ સાથે મળશે.

DA કેટલું વધી શકે છે?

હાલમાં કર્મચારીઓને બેઝિક સેલરીના 60% DA મળી રહ્યું છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જુલાઈના આંકડા મુજબ ઇન્ડેક્સ 153.2 પર પહોંચી ગયો છે. આ આધારે અંદાજિત DA 64% થાય છે. એટલે કે આ વખતે ડીએમાં સીધો 4% નો વધારો થવાની પૂરી અપેક્ષા છે. જ્યાં સુધી 8મા પગાર પંચની ભલામણો સંપૂર્ણપણે લાગુ ન થાય ત્યાં સુધી, આ વધારો 7મા પગાર પંચ હેઠળ જ આપવામાં આવશે.

ઇન-હેન્ડ સેલરી કેટલી વધશે?

તમારે એ સમજવું પડશે કે 4% DA વધવાનો અર્થ એ નથી કે તમારી કુલ ટેક-હોમ સેલરી 4% વધી જશે. ડીએની ગણતરી તમારા મૂળ પગાર પર થાય છે. અહીં સમજો કે DA વધવાથી અલગ-અલગ સ્તરના કર્મચારીઓનો મૂળ પગાર વધીને કેટલો થઈ જશે.

માત્ર પગાર જ નહીં, પેન્શન પણ વધશે

મોંઘવારી ભથ્થું માત્ર ઇન-હેન્ડ સેલરી જ નથી વધારતું, પરંતુ તેની અસર પીએફ (PF), ગ્રેચ્યુઇટી અને પેન્શનરોના માસિક પેન્શન પર પણ પડે છે. સરકાર કેબિનેટ બેઠકમાં તેને મંજૂરી આપશે, તહેવારોના સમયમાં કર્મચારીઓના બેંક ખાતામાં વધેલો પગાર અને એરિયરની રકમ જમા થઈ જશે. હાલમાં સરકારી કર્મચારીઓએ તહેવારો પહેલા સરકાર તરફથી આવનારા એક મોટા નિર્ણયની રાહ જોવી પડશે.

——————————-

આ સમાચાર પણ વાંચો:

બેંક FD vs પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ:રોકાણ કરતા પહેલા સમજો ક્યાં પૈસા લગાવવા વધુ ફાયદાકારક છે, જાણો ક્યાં કેટલું વ્યાજ મળી રહ્યું છે

જો તમે હાલના દિવસોમાં બેંકમાં FD કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ વિશે જાણી લેવું જોઈએ. આ સ્કીમમાં મહત્તમ 7.5% સુધીનું વ્યાજ મળી રહ્યું છે, જે દેશની મુખ્ય બેંકોમાં FD પર મળતા વ્યાજ કરતાં વધુ છે.

અમે તમને દેશની મુખ્ય બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દર અને ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ વિશે જણાવી રહ્યા છીએ. જેથી તમે તમારી અનુકૂળતા મુજબ યોગ્ય જગ્યાએ રોકાણ કરીને વધુ ફાયદો મેળવી શકો. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment