Google Maps Offline Mode: How to Download Maps Without Internet | Gujarati News

Last Updated: October 9, 2026By

જ્યારે આપણે કોઈ નવા શહેરની મુલાકાતમાં હોઈએ અથવા અજાણ્યા રૂટ પર મુસાફરી કરતા હોઈએ, ત્યારે ગૂગલ મેપ્સ આપણો સૌથી મોટો સહારો બની જાય છે. પરંતુ ઘણીવાર એવા વિસ્તારોમાં જવાનું થાય છે જ્યાં મોબાઈલ નેટવર્ક બિલકુલ કામ કરતું નથી અથવા આપણો ડેટા પેક સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં ખોવાઈ જવાનો ડર રહે છે, પરંતુ આ સમસ્યાથી બચવા માટે ગૂગલ મેપ્સમાં એક ઉત્તમ ઑફલાઇન સુવિધા ઉપલબ્ધ છે, જે ઇન્ટરનેટ વગર પણ ચોક્કસ દિશા-નિર્દેશો આપે છે.

ઑફલાઇન મેપ સેવ કરવા માટેની પ્રક્રિયા 

તમારા ફોનમાં ઑફલાઇન મેપ સેવ કરવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ મેપ્સ એપ ખોલો અને ટોચ પર આપેલા તમારા પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો. ત્યાં તમને ‘ઑફલાઇન નકશા’ (Offline Maps) નો વિકલ્પ દેખાશે, જેના પર ટેપ કરવાથી ‘તમારો પોતાનો નકશો પસંદ કરો’ (Select Your Own Map) નો વિકલ્પ મળશે. હવે તમે જે શહેર કે વિસ્તારનો રૂટ સેવ કરવા માંગો છો તેને પસંદ કરો, નકશાની સીમાઓને તમારી જરૂરિયાત મુજબ નાની કે મોટી કરો અને નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરો. આ નકશો તમારા ફોનના સ્ટોરેજમાં સેવ થઈ જશે અને ઇન્ટરનેટ વગર પણ માર્ગદર્શન આપશે.

ગૂગલ મેપ્સ વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત

જો કે, ઑફલાઇન મોડમાં ગૂગલ મેપ્સ વાપરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવાને કારણે મેપ્સ લાઇવ ટ્રાફિક માહિતી અથવા રૂટ ચેન્જ અપડેટ્સ પ્રદાન કરી શકતું નથી. ઑફલાઇન મોડમાં તમે કાર કે બાઈક માટેના રૂટ શોધી શકો છો, પરંતુ પબ્લિક ટ્રાફિક, ચાલવાના શોર્ટકટ કે સાયકલિંગ રૂટ યોગ્ય રીતે કામ કરતા નથી.

ઘરના વાઇ-ફાઇનો ઉપયોગ કરી ડાઉનલોડ કરવું હિતાવહ

તેથી, મુસાફરી પર નીકળતા પહેલા ઘરના વાઇ-ફાઇનો ઉપયોગ કરીને સમગ્ર વિસ્તારનો નકશો ડાઉનલોડ કરી લેવો હિતાવહ છે. ઉપરાંત, આ ઓફલાઇન નકશા ફોનમાં ઘણી જગ્યા રોકતા હોવાથી, સમયાંતરે બિનજરૂરી નકશા ડિલીટ કરીને ફોનનું સ્ટોરેજ ખાલી રાખવું જોઈએ જેથી ફોન હેંગ ન થાય અને મુસાફરી સરળ બને.

આ પણ વાંચોઃ ઇતિહાસમાં પહેલી વાર America માં આ રીતે અપાશે મોતની સજા, તાલિબાન,નોર્થ કોરિયા જેવો હાલ?

Leave A Comment