Indian Pilot Smit Machchhar Honored With Israel Presidential Award
19 કલાક પેહલા
- કૉપી લિંક
ફ્લાયદુબઈ પ્લેનના કોકપિટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર ઓમાની કો-પાઇલટ હમ્મામ અલ-હમ્મામીએ કુહાડી વડે હુમલો કરી દીધો હતો, જેનો સ્મિત મચ્છરે મક્કમતાથી સામનો કર્યો અને 174 મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સનો જીવ બચાવ્યો હતો. તેમને ઇઝરાયલનો ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઇઝમ’ મળશે. આ નાગરિકો માટે દેશનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. ગંભીર રીતે ઘાયલ થવા અને ખૂબ જ લોહી વહી જવા છતાં, ભારતીય પાઇલટે કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો. તેમની આ હિંમતના કારણે વિમાનના મુસાફરો કોકપિટમાં પ્રવેશી શક્યા અને હુમલાખોરને કાબૂમાં કરી શક્યા.
ઇઝરાયલના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
ભારતીય પાયલટ સ્મિત મચ્છરની સારવાર UAEની એક હોસ્પિટલમાં ચાલી રહી છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે જણાવ્યું કે ભારતીય પાઇલટ સાજા થઈ ગયા પછી તેમને ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવશે. તેમણે કહ્યું, “આજે અમે જે ઇઝરાયલી નાયકોનું સન્માન કરી રહ્યા છીએ, તેમની સાથે જ અમે ભારતના કેપ્ટન સ્મિત મચ્છર ઝડપથી અને સંપૂર્ણપણે સાજા થઈ જાય તેવી કામના કરીએ છીએ. કેપ્ટન મચ્છરની અસાધારણ બહાદુરી અને શાનદાર પ્રોફેશનલિઝમે એક મોટી દૂર્ઘટના ટાળવામાં મદદ કરી. જ્યારે તેઓ સાજા થઈ જશે, ત્યારે ઇઝરાયલના લોકો વતી તેમને ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઇઝમ’થી સન્માનિત કરવા મારા માટે ગૌરવની વાત હશે.”
કો-પાઇલટે મચ્છર પર હુમલો કેમ કર્યો હતો?
ઇઝરાયલી ઇન્ટેલિજન્સના રિપોર્ટ અનુસાર, ફ્લાયદુબઈના કો-પાઇલટ હમ્મામીનો અસલી પ્લાન પ્લેન પર કબજો કરીને તેને તેલ અવીવ લઈ જવાનો અને કોઈ બિલ્ડિંગ સાથે અથડાવીને ક્રેશ કરવાનો હતો. કેપ્ટન મચ્છરની બહાદુરીએ આ પ્લાન નિષ્ફળ બનાવી દીધો. ત્યારબાદ ઓમાનના નાગરિકે પ્લેનને રણમાં ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, પ્લેનમાં હાજર ઓફ-ડ્યુટી પાઇલટોએ પ્લેનનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું અને તેને સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડ કરાવ્યું.
પીએમ મોદી અને નેતન્યાહૂએ મચ્છરના વખાણ કર્યા હતા
ઇઝરાયલના રાષ્ટ્રપતિએ તે પાંચ ઇઝરાયલીઓને પણ “વીરતા” પુરસ્કાર આપ્યા છે, જેમણે ફ્લાયદુબઈના કો-પાઇલટને કાબૂમાં કરવામાં અને વિમાન ક્રેશ થતું રોકવામાં મદદ કરી હતી. હર્ઝોગે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, “તમે અન્યોના જીવ બચાવવા માટે પોતાને જોખમમાં મૂક્યા અને એક ભયાનક અકસ્માત રોક્યો. આજે આખી દુનિયાએ ઇઝરાયલી સમાજનો સુંદર અને સાહસિક ચહેરો જોયો છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી છે.
અમેરિકી સંસદમાં પણ કેપ્ટન સ્મિતના સન્માનમાં પ્રસ્તાવ પસાર

અમેરિકી સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં ઠરાવ પસાર કર્યો છે. તેને બંને પક્ષોએ સમર્થન આપ્યું છે. તેમાં 30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઇટમાં થયેલા હુમલા દરમિયાન કેપ્ટન મચ્છરની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર અહીં ક્લિક કરીને વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



