GMC Election 2026: Gandhinagar Municipal Corporation Election 2026: Voting on October 11 for 44 Seats Across 11 Wards | Gujarati News

Last Updated: October 10, 2026By

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 11 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાનનો સમય સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે. આ સાથે જ ઓખા અને થરા નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ 31 વોર્ડની 109 બેઠકો પર મતદાન યોજાશે, જેમાં રાજ્યના કુલ 3,38,700 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

44 બેઠકો માટે 130 ઉમેદવારો ચૂંટણી જંગમાં

ગાંધીનગર મનપાની 44 બેઠકો પર ચૂંટણી લડવા માટે કુલ 130 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં મુખ્ય પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે

  • BJP: 44 ઉમેદવારો
  • Congress: 44 ઉમેદવારો
  • AAP: 32 ઉમેદવારો
  • અપક્ષ અને અન્ય: 10 ઉમેદવારો

ચૂંટણી તંત્ર સજ્જ: 730 BU, 364 CU અને 1,130 પોલીસ કર્મચારીઓ તૈનાત

શાંતિપૂર્ણ અને સુચારૂ મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

  • મતદાન મથકો: ગાંધીનગર શહેરમાં કુલ 295 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 90 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. (સમગ્ર સ્થાનિક સ્વરાજ્ય માટે કુલ 387 મથકો).
  • ઇવીએમ મશીન: ગાંધીનગર માટે 730 BU (Ballot Unit) અને 364 CU (Control Unit) મશીનનો ઉપયોગ કરાશે.
  • સ્ટાફ તૈનાતી: મતદાનની કામગીરી માટે 1,700 પોલિંગ સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 1,130 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.

SIR બાદ ગાંધીનગરમાં મતદારો ઘટ્યા: 2021 થી 2026નું સરખામણી વિશ્લેષણ

SIR બાદ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

  • કુલ મતદારો (2026): 2,59,443 (પુરુષ: 1,32,457 | સ્ત્રી: 1,27,314)
  • કુલ મતદારો (2021): 2,81,887

મતદારોમાં ઘટાડો: 2021ની સરખામણીએ 2026માં કુલ 22,434 મતદારો ઘટ્યા છે. તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર 2021ની ચૂંટણીમાં કુલ 56.24% મતદાન થયું હતું (પુરુષોનું 59.27% અને સ્ત્રીઓનું 53.02% મતદાન નોંધાયું હતું).

11 પૈકી 7 વોર્ડમાં મતદારો ઘટ્યા, જ્યારે 4 વોર્ડમાં સંખ્યા વધી

સંદેશ વિશ્લેષણ મુજબ, ગાંધીનગર મનપાના 11 વોર્ડમાંથી 7 વોર્ડમાં મતદારોની સંખ્યા ઘટી છે જ્યારે 4 વોર્ડમાં મતદારો વધ્યા છે.

  • વોર્ડ 1 થી 6 અને 9: પુરુષ અને સ્ત્રી બંને મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે.
  • વોર્ડ 7, 8, 10 અને 11: પુરુષ અને સ્ત્રી બંને મતદારોની સંખ્યામાં વધારો થયો છે.
  • સૌથી વધુ ઘટાડો: વોર્ડ નંબર 5માં સૌથી વધુ 9,013 મતદારો ઘટ્યા છે (4,719 પુરુષ અને 4,294 સ્ત્રી).
  • સૌથી વધુ વધારો: વોર્ડ નંબર 11માં સૌથી વધુ 6,509 મતદારો વધ્યા છે (3,195 પુરુષ અને 3,312 સ્ત્રી).

વર્ષ 2026ની સ્થિતિએ વોર્ડ વાઇઝ કુલ મતદારોની સ્થિતિ

  • વોર્ડ 1: 17,333 મતદારો
  • વોર્ડ 2: 19,493 મતદારો
  • વોર્ડ 3: 15,583 મતદારો
  • વોર્ડ 4: 21,148 મતદારો
  • વોર્ડ 5: 13,036 મતદારો
  • વોર્ડ 6: 17,311 મતદારો
  • વોર્ડ 7: 23,462 મતદારો
  • વોર્ડ 8: 33,893 મતદારો
  • વોર્ડ 9: 30,934 મતદારો
  • વોર્ડ 10: 32,199 મતદારો
  • વોર્ડ 11: 35,051 મતદારો
  • કુલ મતદારો: 2,59,443 મતદારો

વોર્ડ વાર પુરુષ અને સ્ત્રી મતદાર ફેરફારનું આંકડાકીય વિશ્લેષણ (2021 vs 2026)

વોર્ડ નં. 1:

  • પુરુષ: 9,697 (2021) થી ઘટીને 8,935 (2026) -> 762 નો ઘટાડો
  • સ્ત્રી: 9,128 (2021) થી ઘટીને 8,396 (2026) -> 732 નો ઘટાડો

વોર્ડ નં. 2:

  • પુરુષ: 11,956 (2021) થી ઘટીને 10,064 (2026) -> 1,892 નો ઘટાડો
  • સ્ત્રી: 10,888 (2021) થી ઘટીને 9,429 (2026) -> 1,459 નો ઘટાડો

વોર્ડ નં. 3:

  • પુરુષ: 10,911 (2021) થી ઘટીને 7,880 (2026) -> 3,031 નો ઘટાડો
  • સ્ત્રી: 10,348 (2021) થી ઘટીને 7,703 (2026) -> 2,645 નો ઘટાડો

વોર્ડ નં. 4:

  • પુરુષ: 14,452 (2021) થી ઘટીને 10,959 (2026) -> 3,493 નો ઘટાડો
  • સ્ત્રી: 12,806 (2021) થી ઘટીને 10,188 (2026) -> 2,618 નો ઘટાડો

વોર્ડ નં. 5:

  • પુરુષ: 11,288 (2021) થી ઘટીને 6,569 (2026) -> 4,719 નો ઘટાડો
  • સ્ત્રી: 10,761 (2021) થી ઘટીને 6,467 (2026) -> 4,294 નો ઘટાડો

વોર્ડ નં. 6:

  • પુરુષ: 13,131 (2021) થી ઘટીને 8,835 (2026) -> 4,296 નો ઘટાડો
  • સ્ત્રી: 12,153 (2021) થી ઘટીને 8,474 (2026) -> 3,679 નો ઘટાડો

વોર્ડ નં. 7:

  • પુરુષ: 11,204 (2021) થી વધીને 12,011 (2026) -> 807 નો વધારો
  • સ્ત્રી: 10,574 (2021) થી વધીને 11,450 (2026) -> 876 નો વધારો

વોર્ડ નં. 8:

  • પુરુષ: 15,574 (2021) થી વધીને 17,222 (2026) -> 1,648 નો વધારો
  • સ્ત્રી: 14,886 (2021) થી વધીને 15,570 (2026) -> 684 નો વધારો

વોર્ડ નં. 9:

  • પુરુષ: 16,318 (2021) થી ઘટીને 15,492 (2026) -> 826 નો ઘટાડો
  • સ્ત્રી: 16,362 (2021) થી ઘટીને 15,140 (2026) -> 1,222 નો ઘટાડો

વોર્ડ નં. 10:

  • પુરુષ: 15,305 (2021) થી વધીને 16,254 (2026) -> 949 નો વધારો
  • સ્ત્રી: 14,752 (2021) થી વધીને 15,945 (2026) -> 1,193 નો વધારો

વોર્ડ નં. 11:

  • પુરુષ: 14,858 (2021) થી વધીને 18,053 (2026) -> 3,195 નો વધારો
  • સ્ત્રી: 13,684 (2021) થી વધીને 16,996 (2026) -> 3,312 નો વધારો

આ પણ વાંચો: GMC Elections 2026: ભાજપ અને કોંગ્રેસનું માઇક્રો પ્લાનિંગ, રાજધાનીના ગઢ માટે જંગ આખરી તબક્કામાં

Leave A Comment