Trump Statement on Ukraine War; Putin Wants Peace, Zelenskyy Misses Opportunity

Last Updated: October 11, 2026By

વૉશિંગ્ટન ડી.સી.5 કલાક પેહલા

  • કૉપી લિંક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે યુક્રેને નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવી જોઈએ. તેમણે પત્રકારોને જણાવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા માટે શાંતિ કરાર કરવા માંગે છે, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાતચીતની તકો ગુમાવી રહ્યા છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે અમેરિકા હવે રશિયા પાસેથી ડીઝલ ખરીદશે. ઝેલેન્સ્કીએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેનાથી રશિયાને યુદ્ધ ચાલુ રાખવા માટે વધુ નાણાં મળશે.

અલાસ્કામાં યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે યોજાયેલી બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં હાથ મિલાવતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન. તસવીર 15 ઓગસ્ટ 2025ની છે.

અલાસ્કામાં યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે યોજાયેલી બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં હાથ મિલાવતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન. તસવીર 15 ઓગસ્ટ 2025ની છે.

રશિયાની ઓઈલ રિફાઇનરીઓ પરના હુમલાથી ટ્રમ્પ નારાજ

ટ્રમ્પે યુક્રેન તરફથી રશિયાની ઓઈલ રિફાઇનરીઓ પર કરવામાં આવી રહેલા હુમલાઓની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે આ હુમલાઓથી દુનિયામાં ઇંધણની સમસ્યા વધી શકે છે.

યુક્રેન રશિયાની ઓઈલ સંબંધિત સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે. તેનાથી રશિયાની ઓઈલમાંથી થતી આવક અને તેની સેના સુધી ઇંધણ પહોંચાડવાની વ્યવસ્થાને નુકસાન થયું છે. રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર મોટા પાયે હુમલો શરૂ કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે.

રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, 20 સપ્ટેમ્બર 2026ના રોજ યુક્રેનના મોટા ડ્રોન હુમલામાં ઓઈલ રિફાઇનરીને નુકસાન પહોંચ્યું હતું.

રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, 20 સપ્ટેમ્બર 2026ના રોજ યુક્રેનના મોટા ડ્રોન હુમલામાં ઓઈલ રિફાઇનરીને નુકસાન પહોંચ્યું હતું.

અમેરિકાએ રશિયા પાસેથી ડીઝલ ખરીદવા પરનો પ્રતિબંધ હટાવ્યો

ઈરાન-અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે આ વર્ષે ઈંધણના ભાવમાં વધારો થયો છે. આ દરમિયાન અમેરિકાએ રશિયન ડીઝલની નિકાસ પર લાગેલા પ્રતિબંધો આગામી વર્ષના એપ્રિલ સુધી હટાવી દીધા છે. આ નિર્ણયથી રશિયા માટે અમેરિકા અને અન્ય દેશોને ડીઝલ વેચવાનો માર્ગ ખુલ્યો છે.

ઝેલેન્સ્કીએ આ નિર્ણયને નબળું પગલું ગણાવ્યું. તેમનું કહેવું છે કે રશિયાને ઓઈલ અને ડીઝલ વેચવાની છૂટ મળવાથી તેની આવક વધશે અને તે આ નાણાંનો ઉપયોગ યુદ્ધ ચાલુ રાખવા માટે કરી શકશે.

મિયામીમાં યુદ્ધ રોકવા અંગેની વાતચીત નિષ્ફળ રહી

અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે 9 ઓક્ટોબરે મિયામીમાં યુદ્ધ રોકવા અંગે લગભગ 6 કલાક સુધી વાતચીત થઈ હતી. પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં. બેઠકમાં ટ્રમ્પના દૂત જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ પણ સામેલ હતા.

ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેનની ટીમ વાતચીત માટે ગઈ હતી, પરંતુ ત્યારબાદ રશિયાને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો. યુક્રેનનું માનવું છે કે રશિયા પર દબાણ જાળવી રાખ્યા વિના યુદ્ધનો અંત લાવવો મુશ્કેલ છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ન્યૂયોર્ક સ્થિત યુએન મુખ્યાલયમાં હાથ મિલાવતા ટ્રમ્પ અને ઝેલેન્સ્કી.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ન્યૂયોર્ક સ્થિત યુએન મુખ્યાલયમાં હાથ મિલાવતા ટ્રમ્પ અને ઝેલેન્સ્કી.

રશિયાને મનાવવા માટે અમેરિકાએ આર્થિક પ્રસ્તાવો મૂક્યા હતા

સપ્ટેમ્બરના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન અમેરિકાએ રશિયા સાથે યુદ્ધ રોકવા માટેનો કરાર કરાવવા કેટલાક પ્રસ્તાવો પર ચર્ચા કરી હતી. તેના બદલામાં રશિયાને આર્થિક રાહત આપવાના વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. તેનો હેતુ ઊર્જા સંબંધિત સ્થળો અને સમુદ્રમાં થતા હુમલા અટકાવવાનો હતો.

પ્રસ્તાવોમાં પશ્ચિમી દેશોમાં જપ્ત કરાયેલી રશિયાની સરકારી સંપત્તિનો કેટલોક હિસ્સો પરત કરવો, રશિયન કંપની લુકઓઇલની કેટલીક સંપત્તિઓ મધ્ય-પૂર્વના રોકાણકારોને વેચવાની મંજૂરી આપવી અને બેલારુસને પોટાશ (ખાતર બનાવવામાં વપરાય છે) વેચવાની છૂટ આપવાનો સમાવેશ થતો હતો.

યુક્રેન આ પ્રસ્તાવોનો સંપૂર્ણપણે વિરોધી ન હતો. પરંતુ તેણે કહ્યું કે જો રશિયા યુદ્ધ રોકવાના કરારનું ઉલ્લંઘન કરશે, તો તેને તેની કિંમત ચૂકવવી પડશે. યુક્રેને એવું સૂચન પણ કર્યું કે રશિયાની જપ્ત કરાયેલી સંપત્તિમાંથી મળતી રકમનો ઉપયોગ યુક્રેનની મદદ માટે કરવામાં આવે.

——————–

આ સમાચાર પણ વાંચો:

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પની રશિયા સાથે ડીઝલ ડીલ:ટ્રમ્પે કહ્યું- આ સોદાથી દુનિયામાં તેલના ભાવ ઘટશે; સપ્ટેમ્બરમાં રશિયા પર પ્રતિબંધનો કાયદો બનાવાશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયન ડીઝલ ખરીદવા પરનો પ્રતિબંધ 7 એપ્રિલ 2027 સુધી હટાવી દીધો છે. હવે અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદી શકશે. રશિયાએ 2022માં યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ અમેરિકાએ રશિયન તેલ પર પ્રતિબંધો લાદી દીધા હતા.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઈરાન યુદ્ધ બાદ અમેરિકામાં ડીઝલના ભાવ વધી ગયા છે. હાલમાં ત્યાં ડીઝલ આશરે 6.28 ડૉલર પ્રતિ ગૅલનના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે યુદ્ધ પહેલાં તેની કિંમત આશરે 3.70 ડૉલર હતી. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment