Bangladeshની આવામી લીગના નેતાઓની Delhiમાં પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કરાયો દાવો?

Last Updated: January 18, 2026By

આવામી લીગે ભારતને બાંગ્લાદેશમાં અસ્થિરતાથી ઉદ્ભવતા સંભવિત જોખમો વિશે પણ ચેતવણી આપી હતી.

આવામી લીગ પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ

ગયા વર્ષે ભારે વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાને સત્તા પરથી હાંકી કાઢ્યા હતા. જે બાદ, આવામી લીગના નેતાઓએ 17 મહિના પછી ભારતમાં તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમનો દાવો છે કે, મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવામાં અસમર્થ છે અને આ જ કારણે આવામી લીગને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા

ભારત સરકારે વારંવાર બાંગ્લાદેશમાં લઘુમતીઓની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. આવામી લીગની બેઠકોમાં આ મુદ્દો ઉઠાવાયો હતો. મૈમનસિંઘમાં દિપુચંદ્ર દાસની ક્રૂર હત્યાનો ઉલ્લેખ કરતા, મહમૂદે આરોપ લગાવ્યો કે વચગાળાની સરકાર બાંગ્લાદેશમાં લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, યુનુસના આદેશ પર આવામી લીગના કાર્યકરોની હત્યાના આરોપીઓને વળતર આપવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશમાં નવી સરકાર પર વિશ્વાસ કરવો મુશ્કેલઃ આવામી લીગ

હસન મહમૂદે કહ્યું હતુ કે, જો નિષ્પક્ષ ચૂંટણીઓ દ્વારા સરકાર રચાય છે, તો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. તેમને ડર છે કે ઉત્તરપૂર્વ ભારત, ખાસ કરીને ચિકન નેક વિશે અલગતાવાદી ટિપ્પણીઓ, સરકારની નીતિ બની શકે છે. જોકે, ભૂતપૂર્વ વિદેશ પ્રધાનના મતે, ભારત જાણે છે કે, આવા ખતરાઓનો સામનો કેવી રીતે કરવો. બાંગ્લાદેશમાં વર્તમાન વચગાળાની સરકારનો આરોપ છે કે હસીનાના આદેશ હેઠળ પોલીસે જુલાઈના બળવા દરમિયાન વિરોધીઓ પર ક્રૂરતાથી હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ કોલંબિયાના સૌથી કુખ્યાત ગેરિલા નેતાએ આંતરિક સંઘર્ષોનો અંત લાવવા શું કરી અપીલ?, જાણો