'પોસ્ટર જોઈને હરભજન મારા પર લટ્ટુ થઈ ગયા હતા':ગીતા બસરાએ ભજ્જી સાથેની લવસ્ટોરી શેર કરી- 'યુવરાજ સિંહે ક્રિકેટરનો મેસેજ મને પહોંચાડ્યો હતો'
‘ધ ટ્રેન’ ફેમ બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરાએ પહેલીવાર પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન વિશે ખૂલીને વાત કરી છે. ગીતાએ જણાવ્યું કે, ભજ્જી પોસ્ટરમાં તેને જોઈને મોહિત થઈ ગયો હતો. ભજ્જીએ ક્રિકેટર સાથી યુવરાજ સિંહ દ્વારા તેનો સંપર્ક કર્યો હતો. એક્ટિંગ માટે ઇંગ્લેન્ડ છોડીને મુંબઈ આવી ગીતાએ જણાવ્યું કે, તે પોતાની એક્ટિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇંગ્લેન્ડ છોડીને મુંબઈ આવી હતી. પહેલાં તો તેણે હરભજન સિંહના પ્રસ્તાવને અવગણ્યો. જોકે, ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. લગભગ 4-5 વર્ષ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ગીતાએ બોલિવૂડમાં હવે યુવતીઓને મળી રહેલી પ્રાધાન્યતા અંગે પણ સંતોષ વ્યક્ત કર્યો. તેણે પાછલા સમયને પડકારજનક ગણાવ્યો. ગીતાએ ભજ્જીને શ્રેષ્ઠ પતિ ગણાવ્યો. ભજ્જી ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હાલમાં તે પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. ઇંગ્લેન્ડથી ઇન્ડિયા કેવી રીતે પહોંચી ગીતા બસરા… હરભજન સાથે કેવી રીતે થયા ગીતા બસરાના લગ્ન?
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

