Iran Protest 2026 News: ઇરાનના નવા પીએમ તરીકે અલી ખામેનેઇના વિશ્વાસુ નૂર-અલ મલિકી સંભાળશે કમાન
ઈરાકમાં શિયા ગઠબંધને વડા પ્રધાન પદ માટે નૂર અલ-મલિકીને પ્રસ્તાવિત કર્યો છે.
અમેરિકામાં ચિંતાનો માહોલ
નૂર અલી મલિકીને ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇના વિશ્વાસુ માનવામાં આવે છે. શિયા સંગઠનના મલિકીના નામને પીએમ પદ માટે આગળ કરવામાં આવ્યુ છે. તેને જોતા અમેરિકામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઇરાકના વર્તમાન પીએમને ફોન કરીને તેમના નિર્ણયને ખોટો હોવાનું કહ્યુ છે. બહુમતીના આધારે મલિકી સરળતાથી ઈરાકના વડા પ્રધાન બની જશે. મલિકીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના નજીકના માનવામાં આવે છે.
અલ-મલિકી કોણ છે?
75 વર્ષીય નીર અલ-મલિકીનો જન્મ ઇરાકના અલ-હિંદીયા પ્રાંતમાં થયો હતો. 1980ના દાયકાની શરૂઆતમાં જ્યારે ઇરાકમાં શિયા બળવાખોર ચળવળ શરૂ થઈ હતી. ત્યારે અલ-મલિકી તેમાં જોડાયા હતા. સદ્દામ હુસૈનના શાસન દરમિયાન, અલ-મલિકીને ઇરાકમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા. તેઓ 24 વર્ષ સુધી દેશની બહાર રહ્યા હતા. આ સમય દરમિયાન, અલ-મલિકીને ઈરાનમાં આશ્રય મળ્યો હતો.
અગાઉ પણ ચૂંટાયા હતા પીએમ તરીકે
દેશનિકાલમાં પણ, અલ-મલિકી ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની નજીકના બન્યા હતા. 2003માં સદ્દામ હુસૈને ઇરાકમાં સત્તા ગુમાવી દીધી અને ત્યારબાદ અલ-મલિકી પાછા ફર્યા હતા. 2006માં અલ-મલિકી ઇરાકના વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. 2014માં તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો અને તેમને વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. 2014માં નૂરને સત્તા પરથી હટાવવામાં અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અમેરિકાને શા માટે લાગ્યો આંચકો ?
1. ઇરાક અને ઈરાન લગભગ 1500 કિલોમીટરની સરહદ ધરાવે છે. ઇરાકના સમર્થનથી, ઈરાન યુદ્ધની સ્થિતિમાં સરળતાથી બફર ઝોન બનાવી શકે છે અને તેના કર્મચારીઓને ઇરાકમાં સ્થાનાંતરિત કરી શકે છે.
2. ઘણા ઈરાન-સમર્થિત લશ્કરી જૂથો હજુ પણ ઇરાકમાં સક્રિય છે. એકવાર ઈરાન ઈરાકમાં પોતાની સરકાર બનાવે છે, પછી ઈરાન આ જૂથોને સરળતાથી તૈનાત કરી શકે છે, જેનાથી યુદ્ધની સ્થિતિમાં તેને ફાયદો થઈ શકે છે.
૩. ઈરાન પર હુમલો કરવા માટે ઈરાકની જગ્યા જરૂરી છે, કારણ કે સાઉદી અરેબિયાએ પહેલાથી જ કહ્યું છે કે તે જગ્યા આપશે નહીં. આવી સ્થિતિમાં, ઈરાકનું ઈરાન સાથે જોડાવું એ ખામેનીની શક્તિ માટે મોટી રાહત છે.
આ પણ વાંચોઃ China Earthquake News: પશ્ચિમી ભાગના મૌજૂ ગાંસૂ પ્રાંતમાં ભૂકંપના આંચકા, 5.5 મૈગ્નીટ્યૂડની નોંધાઇ તીવ્રતા
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

