Google ની મોટી છલાંગ, લોન્ચ કર્યું 'Nano Banana 2', હવે એક ક્લિક પર મળશે 4K ગ્રાફિક્સ

Last Updated: February 27, 2026By

ટેક જગતની દિગ્ગજ કંપની ગૂગલે તેના લોકપ્રિય AI ઇમેજ ટૂલની બીજી પેઢી, ‘નેનો બનાના 2’ (Nano Banana 2) લોન્ચ કરી છે. આ નવું મોડેલ જેમિની 3 ફ્લેશ ઇમેજ (Gemini 3 Flash Image) તરીકે પણ ઓળખાય છે, જે અગાઉના વર્ઝન કરતા અનેકગણું શક્તિશાળી અને સચોટ છે. ગયા વર્ષે નેનો બનાનાએ યુઝર્સમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી, પરંતુ હવે તેનું અપગ્રેડેડ વર્ઝન વિઝ્યુઅલ જનરેશનની દુનિયા બદલવા માટે તૈયાર છે.

શું છે નેનો બનાના 2 ની વિશેષતાઓ?

નવું મોડેલ ખાસ કરીને 4K-ગુણવત્તાવાળી હાઈ-ડેફિનેશન ઈમેજીસ બનાવવા માટે સક્ષમ છે. આ ટૂલ જેમિની 3 ફ્લેશ મોડેલ પર આધારિત છે, જેની તર્ક શક્તિ (Reasoning Capability) ખૂબ જ ઊંડી છે. એટલે કે, તમે જેવો પ્રોમ્પ્ટ આપશો, AI તેને વધુ સારી રીતે સમજીને વાસ્તવિક દુનિયાના જ્ઞાનના આધારે ગ્રાફિક્સ તૈયાર કરશે.

ટેક્સ્ટ અને ઇન્ફોગ્રાફિક્સમાં સુધારો

અત્યાર સુધી AI ફોટામાં ટેક્સ્ટ લખવામાં ઘણી ભૂલો થતી હતી, પરંતુ નેનો બનાના 2 માં આ સમસ્યા દૂર કરવામાં આવી છે. હવે તે ઇન્ફોગ્રાફિક્સ અને ડેટા-આધારિત વિઝ્યુઅલ્સમાં સ્પષ્ટ ટેક્સ્ટ લખી શકે છે. એટલું જ નહીં, તે ઈમેજની અંદર વિવિધ ભાષાઓમાં ટેક્સ્ટને અનુકૂળ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

ક્યાં અને કેવી રીતે ઉપયોગ થશે?

ગૂગલે આ મોડેલને તેની તમામ મુખ્ય સેવાઓ જેવી કે:

જેમિની એપ (Gemini App)

ગૂગલ સર્ચ AI મોડ અને લેન્સ

AI સ્ટુડિયો અને વર્ટેક્ષ AI 

આ પણ વાંચોઃ  South America માં ખેતીના રસાયણોમાંથી બની રહ્યા છે વિસ્ફોટકો, 3 દેશોની પોલીસ એક્શનમાં