Actor Pradeep Rawat Passes Away: Ghajini & Mahabharat Actor Dies of Cancer at 74

Last Updated: August 4, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

ટીવીની પ્રખ્યાત સિરિયલ ‘મહાભારત’માં અમર અશ્વત્થામાની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત એક્ટર પ્રદીપ રાવતનું નિધન થયું છે. 74 વર્ષની ઉંમરે પીઢ એક્ટરે અંતિમ શ્વાસ લીધા. બોલિવૂડ એક્ટર યશપાલ શર્માએ સોશિયલ મીડિયા પર તેમના નિધનની જાણકારી આપી છે.

પ્રદીપ રાવતે 'ગજની'માં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી હતી.

પ્રદીપ રાવતે ‘ગજની’માં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી હતી.

પ્રદીપ રાવતે ‘લગાન’ અને ‘ગજની’ જેવી ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા. પ્રદીપ બોલિવૂડ અને ટીવી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો દમ બતાવી ચૂક્યા હતા.

‘લગાન’માં પ્રદીપ રાવતના કો-સ્ટાર રહેલા યશપાલ શર્માએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ દુઃખદ સમાચાર શેર કરતા લખ્યું છે, ‘આપણા ગજની, લગાનના દેવા પ્રદીપ રાવત હવે નથી રહ્યા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’

કેન્સર સામે જંગ હાર્યા

એનડીટીવી (NDTV) સાથેની વાતચીતમાં એક્ટ્રેસ રોશની અચરેજાએ પ્રદીપ રાવતના સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. પહેલા તેમની સારવાર કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી હતી. બાદમાં તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, પ્રદીપ રાવતના મેનેજર સિદ્ધાર્થ તિવારીએ તેમના અવસાનની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે એક્ટર કેન્સરથી પીડિત હતા અને બીમારી ફરી પાછી આવી હતી. છેલ્લા એક મહિનાથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પ્રદીપ રાવત છેલ્લે ફિલ્મ 'છાવા'માં જોવા મળ્યા હતા, જે 14 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થઈ હતી.

પ્રદીપ રાવત છેલ્લે ફિલ્મ ‘છાવા’માં જોવા મળ્યા હતા, જે 14 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થઈ હતી.

પ્રદીપ રાવતે રાજ બબ્બરની ફિલ્મ ‘ઐતબાર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમણે ‘અગ્નિપથ’, ‘પથ્થર કે ફૂલ’, ‘સંગદિલ સનમ’, ‘કોયલા’, ‘સરફરોશ’ અને ‘લગાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેમને અસલી ઓળખ ફિલ્મ ‘ગજની’થી મળી હતી.

પ્રદીપ રાવતે સાઉથની ઘણી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

પ્રદીપ રાવતે સાઉથની ઘણી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ગજનીમાં પ્રદીપ રાવતે લીડ વિલનનો રોલ કર્યો હતો. ફિલ્મમાં તેમના કિરદારને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મ ‘ગજની’ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી.

હિન્દી ફિલ્મો ઉપરાંત પ્રદીપ રાવતે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી હતી. તેઓ મોટાભાગની ફિલ્મોમાં વિલનના રોલમાં જ નજર આવતા હતા.

પ્રદીપ રાવતે લાંબા સમય સુધી ટીવીમાં પણ કામ કર્યું હતું. તેમણે કરિયરની શરૂઆત બી.આર. ચોપરાની ‘મહાભારત’થી કરી હતી. શોમાં તેમણે અશ્વત્થામાનો રોલ કર્યો હતો. આ સિવાય પ્રદીપ રાવત દૂરદર્શનના શો ‘તહકીકાત’, ‘ચંદ્રકાંતા’, ‘યુગ’ અને ‘ગુલ સનોબર’માં પણ જોવા મળ્યા હતા.

,

પ્રદીપ રાવત સંબંધિત આ સમાચાર પણ વાંચો-

પ્રદીપ રાવતે ફિલ્મ ‘કોયલા’ વિશે વાત કરી:કહ્યું,’શાહરુખ ચેઈન સ્મોકર છે’, હૃતિક રોશન તે સમયે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો

1997માં આવેલી ફિલ્મ ‘કોયલા’ જબરદસ્ત હિટ રહી હતી, જેમાં શાહરુખ ખાન અને માધુરી મહત્ત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં પ્રદીપ રાવતે પોલીસ કમિશનરની ભૂમિકા ભજવી હતી. પ્રદીપ રાવતે ફિલ્મ મેકિંગ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરી છે. તેમણે કહ્યું કે, ‘શાહરૂખ ખાન સેટ પર સતત સિગારેટ પીતો હતો, જ્યારે હૃતિક રોશન તે સમયે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો.’ સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment