Adani Enterprises Q1 Loss; OFAC Settlement Payment Impact
મુંબઈ4 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકી એજન્સીને 2644 કરોડ રૂપિયાનું સેટલમેન્ટ પેમેન્ટ આપવાને કારણે અદાણી એન્ટરપ્રાઇઝિસને જૂન ક્વાર્ટરમાં ₹1,160 કરોડનું નુકસાન થયું છે. ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીને ₹885 કરોડનો નફો થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસે આજે 29 જુલાઈએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસની આવક 50% વધી
ભલે કંપનીને 1160 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોય, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં તેની ક્વાર્ટરલી આવક 50% વધી છે. ગયા વર્ષના ક્વાર્ટરમાં કંપનીએ 21,961 કરોડ રૂપિયાની આવક મેળવી હતી.
કંપનીને નુકસાન થવાનું શું કારણ છે?
કંપનીને જૂન ક્વાર્ટરમાં થયેલા નેટ લોસનું સૌથી મોટું કારણ એક વન-ટાઇમ એટલે કે એકમુશ્ત ખર્ચ છે. અદાણી એન્ટરપ્રાઇઝે અમેરિકી એજન્સી ‘ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ’ (OFAC) ને ₹2,644 કરોડની સેટલમેન્ટ રકમ ચૂકવી છે.
આ જ ₹2,644 કરોડના વન-ટાઇમ લોસના એડજસ્ટમેન્ટને કારણે કંપનીની બોટમ-લાઇન (નેટ પ્રોફિટ) પ્રભાવિત થઈ અને તે નફામાંથી ઘટીને ખોટમાં બદલાઈ ગઈ. વન-ટાઇમ સેટલમેન્ટ લોસ છતાં કંપનીના કોર બિઝનેસ ઓપરેશન્સમાં ગ્રોથ જોવા મળ્યો છે.
શું છે OFAC અને EBITDA?
અમેરિકી ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC): આ અમેરિકાના ટ્રેઝરી વિભાગ (નાણા મંત્રાલય) ની એક નાણાકીય ગુપ્તચર અને અમલીકરણ એજન્સી છે. આ અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના લક્ષ્યોના આધારે આર્થિક અને વ્યાપારી પ્રતિબંધોને લાગુ અને સંચાલિત કરે છે.
EBITDA: તેનું પૂરું નામ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ, ટેક્સીસ, ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન છે. આ કંપનીની મુખ્ય વ્યવસાયિક કમાણી અને ઓપરેટિંગ ક્ષમતા દર્શાવે છે, જેમાં વ્યાજ, ટેક્સ અને સંપત્તિના મૂલ્યમાં ઘટાડો (ડેપ્રિસિએશન) બાદ કરવામાં આવતો નથી.
કન્સોલિડેટેડ એટલે આખા ગ્રુપનું પ્રદર્શન
કંપનીઓના પરિણામો બે ભાગમાં આવે છે- સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ. સ્ટેન્ડઅલોનમાં ફક્ત એક યુનિટનું નાણાકીય પ્રદર્શન દર્શાવવામાં આવે છે, જ્યારે કન્સોલિડેટેડ અથવા સંકલિત નાણાકીય રિપોર્ટમાં આખી કંપનીનો રિપોર્ટ આપવામાં આવે છે.
1988માં અદાણી એન્ટરપ્રાઇઝિસની સ્થાપના થઈ હતી
અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ અદાણી ગ્રુપની કંપનીઓનો એક ભાગ છે. 1988માં ગૌતમ અદાણીએ એન્ટરપ્રાઇઝિસની સ્થાપના કરી હતી. કંપનીના ચેરમેન ગૌતમ અદાણી, મેનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણી અને CEO વિનય પ્રકાશ છે.
કંપની એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ દેશનું સૌથી મોટું બિઝનેસ ઇન્ક્યુબેટર છે. આ કંપની એનર્જી એન્ડ યુટિલિટી, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ, કન્ઝ્યુમર ગુડ્સ અને પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં કામ કરે છે.
આ સમાચાર પણ વાંચો…
અદાણી પોર્ટ્સનો નફો 10% વધીને ₹3,650 કરોડ થયો: પ્રથમ ક્વાર્ટરમાં રેવન્યુ 19% વધી; કંપનીને સ્થાનિક પોર્ટ્સના કારોબારથી ફાયદો થયો

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)ના પરિણામો જાહેર કર્યા છે. મજબૂત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કારોબારના જોરે કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 10% વધીને 3,650 કરોડ રૂપિયા પર પહોંચી ગયો.
પાછલા નાણાકીય વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીને 3,311 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીની કામગીરીમાંથી થતી કમાણીમાં પણ 19%નો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક વધીને 10,821 કરોડ રૂપિયા થઈ ગઈ, જે એક વર્ષ પહેલાં આ જ સમયગાળામાં 9,126 કરોડ રૂપિયા હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


