AI Chatbots Explained: Why ChatGPT, Gemini & Claude Give Different Answers | Gujarati News
આજના ડિજિટલ યુગમાં અભ્યાસ, ઓફિસનું કામ, કન્ટેન્ટ રાઇટિંગ અને માહિતી મેળવવા માટે AI ચેટબોટ્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ, શું તમે ક્યારેય નોંધ્યું છે કે ChatGPT, Google Gemini અને Claude જેવા લોકપ્રિય AI ટૂલ્સને જ્યારે એક જ સરખો પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે ઘણીવાર તેમના જવાબોમાં મોટો તફાવત જોવા મળે છે? સવાલ સમાન હોવા છતાં જવાબો કેમ અલગ હોય છે? તેની પાછળ કોઈ AI નો મૂડ નથી, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ ટેક્નિકલ કારણો જવાબદાર છે.
અલગ-અલગ કંપનીઓ દ્વારા વિકસાવાયેલું મોડેલ
સૌપ્રથમ, આ તમામ AI મોડેલ્સ અલગ-અલગ કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવ્યા છે. દરેક મોડેલને ટ્રેન કરવા માટે અલગ ડેટા, અલગ પદ્ધતિઓ અને જુદી-જુદી તાલીમ પ્રક્રિયાઓ (Training Processes) નો ઉપયોગ થાય છે. ભાષાને સમજવા અને તેનો પ્રતિભાવ આપવા માટે મોડેલનું ‘ફાઇન-ટ્યુનિંગ’ અલગ પ્રકારે થયેલું હોય છે. આ કારણોસર, સમાન પ્રશ્ન વાંચ્યા પછી પણ જુદા-જુદા મોડેલ્સ તેના સંદર્ભ અને શબ્દોનું અર્થઘટન અલગ રીતે કરે છે. આ જ કારણ છે કે એક AI ટૂંકમાં જવાબ આપી શકે છે, જ્યારે બીજું તે જ વાતને વિગતવાર સમજાવી શકે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


