AI New Rules સાવધાન! સોશિયલ મીડિયા પર AI ફોટો-વીડિયો શેર કરતા પહેલા જાણી લો નવા નિયમો, નહીંતર થશે જેલ
આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેટલું ઉપયોગી છે, એટલું જ તે જોખમી પણ સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને ડીપફેક અને ભ્રામક સામગ્રીને કારણે સામાજિક અશાંતિ ઊભી થવાનું જોખમ વધી રહ્યું છે. આ બાબતને ગંભીરતાથી લેતા, કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નવી કડક ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા નિયમો 20 ફેબ્રુઆરી, 2026થી સમગ્ર દેશમાં અમલમાં આવશે.
નવા નિયમોમાં મુખ્ય ૩ ફેરફારો
સરકારે મુખ્યત્વે ત્રણ સ્તરે ફેરફારો સૂચવ્યા છે જે દરેક સોશિયલ મીડિયા યુઝર અને કંપનીએ પાળવા પડશે.
ફરજિયાત લેબલિંગ: હવેથી જો તમે કોઈપણ AI-જનરેટેડ ફોટો કે વીડિયો Instagram, YouTube કે Snapchat જેવા પ્લેટફોર્મ પર અપલોડ કરશો, તો તેના પર ‘AI-Generated’ લેબલ લગાવવું ફરજિયાત છે. સોશિયલ મીડિયા કંપનીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે આ લેબલ કોઈ હટાવી ન શકે. એકવાર લેબલ લાગ્યા પછી તે કાયમી રહેશે.
તપાસ માટેના સાધનો: દરેક સોશિયલ મીડિયા કંપનીએ એવા ટેકનિકલ ટૂલ્સ વિકસાવવા પડશે જે આપમેળે AI કન્ટેન્ટ, ડીપફેક અને અશ્લીલ સામગ્રીની ઓળખ કરી શકે. જો કોઈ વાંધાજનક ડીપફેક સામગ્રી મળી આવે, તો તેને ૩ કલાકની અંદર પ્લેટફોર્મ પરથી હટાવવી પડશે.
નિયમિત ચેતવણી: કંપનીઓએ દર ત્રણ મહિને તેમના વપરાશકર્તાઓને નોટિફિકેશન કે ચેતવણી દ્વારા જણાવવું પડશે કે AI નો દુરુપયોગ એ ગુનો છે અને તેના માટે દંડ અથવા જેલની સજા થઈ શકે છે.
‘નો-ગો ઝોન’ અને પ્રતિબંધિત સામગ્રી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેટલીક શ્રેણીઓમાં AI નો ઉપયોગ સખત રીતે પ્રતિબંધિત છે. આને નો-ગો ઝોન કહેવામાં આવે છે. આમાં બાળ પોર્નોગ્રાફી, નકલી દસ્તાવેજો (Documents), શસ્ત્રો બનાવવાની રીતો, અને કોઈ વ્યક્તિની છબી ખરાબ કરતા ડીપફેક વીડિયોનો સમાવેશ થાય છે. આવી સામગ્રી અપલોડ કરનાર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કાયદાકીય કાર્યવાહી અને સજા
નવા નિયમો મુજબ, જો કોઈ યુઝર જાણીજોઈને ભ્રામક AI સામગ્રી શેર કરે છે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તે યુઝરનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી શકે છે. આટલું જ નહીં, ગંભીર કિસ્સાઓમાં IT એક્ટ ૨૦૨૧ હેઠળ પોલીસ કાર્યવાહી થશે અને કંપનીઓ યુઝરની ઓળખ પોલીસને આપવા માટે બંધાયેલી રહેશે. જેના કારણે જેલવાસ પણ ભોગવવો પડી શકે છે.
આ પણ વાંચોઃ વિશ્વનું સૌથી મોટું પેસેન્જર પ્લેન, 17 કલાકની નોન-સ્ટોપ ઉડાન અને ડબલ ડેકરની લક્ઝરી
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

