AI Success Story: How Matthew Gallagher Built a ₹16,700 Cr Company | Gujarat News

Last Updated: April 6, 2026By

જ્યારે ટેકનોલોજી અને વિઝન ભેગા થાય છે, ત્યારે કેવા પરિણામો આવે છે તેનું જીવંત ઉદાહરણ લોસ એન્જલસના રહેવાસી મેથ્યુ ગલાઘર છે. મેથ્યુએ ‘મેડવી’ (Medvi) નામની એક ટેલિહેલ્થ કંપની બનાવી છે, જે આજે લગભગ ₹16,700 કરોડ ($2 બિલિયન નજીક) ની વેલ્યુએશન ધરાવે છે. આ કંપનીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના સંચાલનમાં માણસો કરતા મશીનો એટલે કે AI નો ફાળો ઘણો મોટો છે.

AI: કંપનીનો અસલી ‘CEO’

મેથ્યુએ કંપનીની શરૂઆત અત્યંત નાના પાયે કરી હતી, પરંતુ તેમણે સ્માર્ટલી AI ટૂલ્સનો ઉપયોગ કર્યો. વેબસાઈટ ડેવલપમેન્ટ માટે તેમણે ChatGPT, Cloud અને Grok ની મદદ લીધી. માર્કેટિંગ અને જાહેરાતો બનાવવા માટે Midjourney અને Runway જેવા ટૂલ્સનો ઉપયોગ કર્યો, જ્યારે ગ્રાહકો સાથે વાતચીત કરવા માટે ElevenLabs નો સહારો લીધો. નવાઈની વાત એ છે કે મેથ્યુએ પોતાના અવાજ અને ચહેરાનું પણ AI ક્લોન તૈયાર કર્યું છે, જેથી તેઓ એકસાથે અનેક મીટિંગ્સમાં હાજર રહી શકે!

કમાણીનું ગણિત અને સસ્તી દવાઓ

મેડવીની સફળતા પાછળ માત્ર AI જ નહીં, પણ એક સચોટ બિઝનેસ મોડલ પણ છે. આ કંપની મુખ્યત્વે GLP-1 દવાઓનું વેચાણ કરે છે, જે ડાયાબિટીસ અને વજન ઘટાડવા (ઓઝેમ્પિક જેવી દવાઓ) માટે અત્યંત અસરકારક છે. અમેરિકામાં જ્યાં આ દવાઓની કિંમત $1,000 થી વધુ હોય છે, ત્યાં મેડવી આ દવાઓ માત્ર $300 માં ઉપલબ્ધ કરાવે છે. આ કિંમતના તફાવતને કારણે લાખો ગ્રાહકો કંપની તરફ આકર્ષાયા છે.

શૂન્યમાંથી કર્યુ સર્જન

વર્ષ 2024 માં માત્ર $20,000 ના મામૂલી રોકાણથી શરૂ થયેલી આ કંપનીએ 2025 માં $401 મિલિયનની આવક કરી હતી. નિષ્ણાતોના અંદાજ મુજબ, વર્ષ 2026 ના અંત સુધીમાં કંપનીની આવક $1.8 બિલિયન (આશરે 15,000 કરોડ રૂપિયાથી વધુ) સુધી પહોંચી શકે છે.

DISCLAIMER- આ માહિતી મીડિયા રિપોર્ટના આધારે છે. કોઇ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ આવશ્યક લેવી. 

આ પણ વાંચોઃ Lifestyle: હવે માત્ર વાળ જ નહીં, ઘરની આ 4 વસ્તુઓ પણ થશે હેર સ્ટ્રેનરથી થશે ચકાચક