Akshay Khanna Drishyam 3 Controversy: Priyadarshan Supports Actor | ફિલ્મમેકર પ્રિયદર્શને અક્ષય ખન્ના પર પ્રેમ વરસાવ્યો!: ‘દ્રશ્યમ-3’ વિવાદ પર એક્ટરનો સાથ આપ્યો, કહ્યું- બિલકુલ મૂડી નથી
40 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘ધુરંધર’ રિલીઝ થયા પછીથી જ ફિલ્મમાં વિલન બનેલા અક્ષય ખન્ના લાઇમલાઇટમાં છે. પોતાના પર્ફોર્મન્સ માટે હેડલાઇન્સમાં રહેલા અક્ષય તે સમયે વિવાદમાં આવી ગયા, જ્યારે તેમણે ‘દ્રશ્યમ-3’થી પોતાને અલગ કર્યા.
એક્ટર પર ફિલ્મના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠક અને ફિલ્મ ‘સેક્શન 375’ના રાઇટરે ગંભીર આરોપો લગાવ્યા. બંનેએ એક્ટરને મૂડી અને ટોક્સિક ગણાવ્યો. હવે દિગ્ગજ ફિલ્મમેકર પ્રિયદર્શને એક્ટરને સપોર્ટ કર્યો છે.
મિડ-ડેને આપેલા પોતાના તાજેતરના ઇન્ટરવ્યુમાં પ્રિયદર્શને અક્ષય ખન્નાના વર્ક એથિક્સ વિશે વાત કરી. ડિરેક્ટરે જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે જ્યારે તે અક્ષય સાથે ‘ડોલી સજા કે રખના’ કરવા જઈ રહ્યા હતા, ત્યારે ઘણા લોકોએ અક્ષયને લીડ તરીકે લેવાની ના પાડી હતી.
લોકોએ આ દલીલ કરી કે તેની સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ છે. સાથે જ તે મૂડી છે. પરંતુ જ્યારે પ્રિયદર્શને અક્ષય સાથે કામ કર્યું ત્યારે તેમની એક્ટર વિશેની રાય બદલાઈ ગઈ.

‘ડોલી સજા કે રખના’માં અક્ષય ખન્ના સાથે જ્યોતિકા મુખ્ય લીડ હતી. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ અનિયાથિપ્રાવુની રિમેક હતી
પ્રિયદર્શનને અક્ષય સાથે તેની પહેલી જ ફિલ્મથી લગાવ થઈ ગયો હતો. પ્રિયદર્શન કહ્યું- મને તે ક્યારેય મુશ્કેલ લાગ્યો નથી. તેણે આગળ જણાવ્યું કે કેવી રીતે તેઓ અક્ષયને સવારે 5 વાગ્યે ફોન કરતો હતો અને તે સમયસર પહોંચી જતો હતો.
પ્રિયદર્શન તેને ‘ડાર્લિંગ’ ગણાવતા કહ્યું કે- તેણે સાથે છ ફિલ્મો કરી અને ક્યારેય કોઈ કડવાશ આવી નથી. પ્રિયદર્શન મુજબ, અક્ષયને ટીકાની જરા પણ પરવા નથી.
અક્ષય ખન્ના અને ફિલ્મમેકર પ્રિયદર્શનની સાથેની ફિલ્મોની વાત કરીએ તો બંનેએ વર્ષ 1998માં પહેલીવાર ફિલ્મ ‘ડોલી સજા કે રખના’માં કામ કર્યું હતું. ત્યારબાદ ‘હંગામા’, ‘હલચલ’, ‘મેરે બાપ પહેલે આપ’, ‘આક્રોશ’ જેવી ફિલ્મો કરી છે.

‘હંગામા’નું પોસ્ટર
‘દ્રશ્યમ-3’ છોડવા પર શું કહેવામાં આવ્યું?
લગભગ 15 દિવસ પહેલા ડિરેક્ટર અને રાઈટર મનીષ ગુપ્તાએ અક્ષય પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે એક્ટરે તેને ફિલ્મ ‘સેક્શન 375’માંથી બહાર કઢાવી દીધા હતા. સાથે જ, કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરીને બીજી ફિલ્મ સાઈન કરી. અચાનક કોન્ટ્રાક્ટમાં નક્કી કરાયેલી 2 કરોડની રકમના બદલે 32.5 કરોડ રૂપિયાની માંગ કરવા લાગ્યો હતો.
તે જ સમયે, ‘દ્રશ્યમ-3’ ના ડિરેક્ટર અભિષેક પાઠકે અક્ષય ખન્નાના બહાર થવા પર પ્રતિક્રિયા આપતા તેને એક સોલો ફિલ્મ બનાવવાનો પડકાર ફેંક્યો હતો. જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે અભિનેતાને કાનૂની નોટિસ મોકલી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

