Allu Arjun Lokesh Kanagaraj Movie AA23 Announcement; Anirudh Ravichander Music VIDEOS
1 દિવસ પેહલા
- કૉપી લિંક
ઘણા મહિનાઓની અટકળો પછી આખરે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને ડિરેક્ટર લોકેશ કનગરાજની નવી ફિલ્મની ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે. મકર સંક્રાંતિના અવસરે પ્રોડ્યુસર મૈત્રી મૂવી મેકર્સે ફિલ્મની ઘોષણા કરી છે, જેને હાલમાં ‘AA23’ નામ આપવામાં આવ્યું છે. એટલે કે આ અલ્લુ અર્જુનની 23મી ફિલ્મ હશે.
મેકર્સે ફિલ્મની જાહેરાત માટે ખાસ વીડિયો બનાવ્યો
મેકર્સે જાહેરાત માટે એક ખાસ વીડિયો બનાવ્યો છે, જેમાં સોંગ ’23’ વાગી રહ્યું છે. આ ગીત હાઇઝનબર્ગે લખ્યું છે અને હેક્ટર સલામાંકાએ ગાયું છે.
વીડિયોની ટેગલાઇન ‘સ્ટ્રાઇવ ફોર ગ્રેટનેસ’ રાખવામાં આવી છે. જે ક્યાંક ને ક્યાંક ફિલ્મના થીમને દર્શાવે છે. આ ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદર આપશે અને શૂટિંગ આ જ વર્ષે શરૂ થવાનું છે.

ફિલ્મની જાહેરાત માટે આ ખાસ વીડિયો તૈયાર કરાયો છે.
‘ભારતીય સિનેમાનું આ કોલબ્રેશન અમર રહેશે’
સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટર) પર ફિલ્મની જાહેરાત કરતા, મૈત્રી મૂવી મેકર્સ દ્વારા લખવામાં આવ્યું હતું – ‘ભારતીય સિનેમાનું એક એવું કોલબ્રેશન, જે અમર રહેશે. આઇકોન સ્ટાર અલ્લુ અર્જુન અને ડિરેક્ટર લોકેશ કનગરાજ મહાનતા માટે પ્રયાસ કરી રહ્યા છે. શૂટિંગ 2026માં શરૂ થશે.’

મૈત્રી મૂવી મેકર્સે સોશિયલ મીડિયા પર ફિલ્મની જાહેરાત કરી.
અલ્લુ અર્જુને ઉત્સાહ વ્યક્ત કર્યો
અલ્લુ અર્જુને ફિલ્મના અનાઉન્સમેન્ટ વીડિયોને શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે તે મેવેરિક અને લોકેશ ગારુ સાથે આ નવી યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સાથે જ, તેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અલ્લુ અર્જુને મેવેરિક અને લોકેશ સાથે કામ કરવાની ઉત્સુકતા દેખાડી.
‘અલ્લુ અર્જુનનો સાથ મેળવીને ધન્ય છું’
મૈત્રીની આ ઘોષણા પર ડિરેક્ટર લોકેશ કનગરાજે ખુશી વ્યક્ત કરી છે. તેણે પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે, ‘અલ્લુ અર્જુનનો સાથ મેળવીને ધન્ય છું. તમારી સાથે આ સફરની શરૂઆત કરવા માટે ઉત્સુક છું સર. ચાલો તેને ધમાકેદાર બનાવીએ.’

લોકેશ કનગરાજે ફિલ્મને ધમાકેદાર બનાવવાનો દાવો કર્યો.
અલ્લુ અર્જુન અને લોકેશ કનગરાજે 2020માં હિટ ફિલ્મ આપી હતી
અલ્લુ અર્જુન અને લોકેશ કનગરાજના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વર્ષ 2020માં ત્રિવિક્રમની હિટ એક્શન કોમેડી ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમુલુ’ પછી, અર્જુને પોતાના જીવનના પાંચ વર્ષ સુકુમારની ‘પુષ્પા’ ફિલ્મોને સમર્પિત કર્યા હતા.

અલ્લુ અર્જુનની ‘પુષ્પા: ધ રાઇઝ’ અને ‘પુષ્પા 2: ધ રૂલ’ સુપરહિટ રહી હતી.
વર્ષ 2021માં ‘પુષ્પા: ધ રાઇઝ’ અને 2024માં ‘પુષ્પા 2: ધ રૂલ’ રિલીઝ થઈ હતી. હાલમાં તે એટલીની ફિલ્મ ‘AA22xA6’માં દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.
જ્યારે, લોકેશ કનગરાજે વર્ષ 2023માં ‘વિજય-સ્ટારર લિયો’ પછી 2025માં રજનીકાંત, નાગાર્જુન, આમિર ખાન, શ્રુતિ હાસન સ્ટારર ફિલ્મ ‘કુલી’ બનાવી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

