Ambani Family Ganesh Visarjan; Shloka-Radhika Dance Video
9 કલાક પેહલા
- કૉપી લિંક
ગણપતિ બાપ્પાની વિદાય હોય અને અંબાણી પરિવાર ધમાકેદાર જશ્ન ન મનાવે…એવું તો બને જ નહીં! દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ એન્ટિલિયામાં ‘એન્ટિલિયા ચા રાજા’નું વિસર્જન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું. ભક્તિ, ઢોલના તાલે થિરકતા અંબાણી પરિવારના સભ્યો મસ્તીના રંગમાં લીન જોવા મળ્યા. જોકે, આ આખી ઉજવણીમાં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા અને નાની વહુ રાધિકા મર્ચન્ટે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોઝમાં દેવરાણી-જેઠાણીની આ ક્યૂટ જોડીએ ધમાલ મચાવી દીધી છે. ઢોલના તાલે એકબીજાના ગળામાં હાથ નાખીને બંનેએ બિન્દાસ ડાન્સ કર્યો, ત્યારે ત્યાં હાજર સૌ કોઈ જોતા જ રહી ગયા! તેમની આ કેમિસ્ટ્રી અને સાદગીભર્યા ડાન્સે બધાનું દિલ જીતી લીધું છે.
રાધિકા અને શ્લોકાનો ‘હગિંગ ડાન્સ’
ગણપતિ વિસર્જનનાં સેલિબ્રેશન વચ્ચે એક એવી મોમેન્ટ પણ કેમેરામાં કેદ થઈ, જેણે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. વાયરલ વીડિયોમાં રાધિકા મર્ચન્ટ પોતાની જેઠાણી શ્લોકા મહેતાના ગળામાં હાથ નાખીને તેમની સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. શ્લોકા પણ નાની દેવરાણીની સાથે મસ્તી કરતી દેખાય છે. બંને આ દરમિયાન ખૂબ જ ખુશ દેખાય છે અને આસપાસ ચાલી રહેલી ઉજવણીનો જોરદાર ભાગ બને છે.
શ્લોકા અને રાધિકાને આ રીતે સાથે નાચતા જોવા ખરેખર ખૂબ જ ક્યૂટ મોમેન્ટ લાગે છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોઝમાં તેમની દેવરાણી-જેઠાણીની બોન્ડિંગ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
અહીં જુઓ આખો વીડિયો
પિંક ડ્રેસમાં શ્લોકાનો સુંદર અંદાજ
ગણપતિ વિસર્જનના પ્રસંગે શ્લોકા મહેતા બ્રાઈટ પિંક રંગના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી. તેના સૂટ પર ગોલ્ડન ટોનની હેવી એમ્બ્રોયડરી અને ઝીણું વર્ક દેખાઈ રહ્યું છે, જે તેના લુકને ફેસ્ટિવ ટચ આપી રહ્યું છે. તેણે પોતાના વાળ અને મેકઅપને પણ ઘણો સિમ્પલ રાખ્યો, જેથી આખો લુક એલિગન્ટ દેખાતો હતો.
રાધિકા પણ ટ્રેડિશનલ અને એલિગન્ટ દેખાઈ
બીજી તરફ, અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ લાઈટ પિંક કલરના અનારકલી સૂટમાં જોવા મળી. તેના ડ્રેસ પર હળવું ડીટેલિંગ છે અને તેણે લુકને સિમ્પલ અને ગ્રેસફુલ રાખ્યો. જોકે, તેનો ડાન્સિંગ અંદાજ આ સાદા લુકથી સાવ અલગ રહ્યો. વિસર્જન દરમિયાન તે પૂરા જોશ સાથે ઉજવણી કરતી દેખાઈ.
અંબાણી પરિવારના ગણેશ વિસર્જનની તસવીરો….







news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



