America On Greenland News: ડોનાલ્ડ ટ્ર્મ્પના આદેશો સામે અમેરિકી સેનાએ શું કરી કાર્યવાહી?, જાણો

Last Updated: January 11, 2026By

ડોનાલ્ડ ટ્ર્મ્પે જણાવ્યુ હતુ કે, જો અમેરિકાએ પગલા ન લીધા તો રશિયા અથવા ચીન ગ્રીનલેન્ડ પર કબ્જો મેળવી શકે છે.

ડોનાલ્ડ ટ્ર્મ્પના તાનાશાહી વિચારો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબ્જો મેળવવા માટે સેનાને યોજના તૈયાર કરવા આદેશ આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબ્જો મેળવવાની ધમકી આપતા રહે છે. ટ્રમ્પે સ્પેશિયલ ફોર્સ કમાન્ડોને આ માટે પૂરતી તૈયારી કરવા જણાવ્યુ છે. પરંતુ અમેરિકાની સેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના તાનાશાહી વિચારો સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ટ્રમ્પના સલાહકાર સ્ટીફન મિલર આ યોજનાને આગળ વધારી રહ્યા છે.

અમેરિકાનું આંતરિક કારણ પણ જવાબદાર

અમેરિકન સેનાને કહ્યુ છે કે, અમેરિકા વેનેઝુએલા બાદ ગ્રીનલેન્ડ પર કબ્જો મેળવવા માંગે છે. આના માટે અમેરિકાનું આંતરિક કારણ પણ જવાબદાર છે. અમેરિકામાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. અને અર્થતંત્ર મામલે સરકાર પર સવાલ ઉભા થયા છે. તેવામાં ટ્રમ્પ મતદાતાઓનુ ધ્યાન ભટકાવવા માટે મોટો રાષ્ટ્રીય મુદ્દો ઉભો કરી રહ્યા છે. ગ્રીનલેન્ડ પર જો કાર્યવાહી કરાશે તો તેની અસર બ્રિટેન પર પણ જોવા મળશે.

અમેરિકી કોંગ્રેસનું નથી સમર્થન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોઇન્ટ સ્પેશ્યલ ઓપરેશન્સ કમાન્ડોને ગ્રીનલેન્ડ પર સેના કાર્યવાહી કરવા માટે યોજના તૈયાર કરવા કહ્યુ છે. પરંતુ જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે તેનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, આ પગલાઓ આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધના છે. અમેરિકી કોંગ્રેસ પણ તેનો વિરોધ કરી રહી છે. સેના અધિકારી ડોનાલ્ડ ટ્રમ્પનું ધ્યાન ભંગ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રીનલેન્ડના સ્થાને રશિયા કથિત ઘોસ્ટ જહાજો રોકવા અથવા ઇરાન વિરુદ્ધ સીમિત કાર્યવાહીના વિકલ્પ પર વાતચીત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ લંડનમાં હટાવાયો Iranનો ઇસ્લામિક ઝંડો, જુનો ‘સિંહ અને સૂરજ’વાળો લહેરાવાયો ધ્વજ, જાણો શું છે કારણ?