Amitabh Bachchan & Sachin Tendulkar Play Finger Cricket | Viral Video | ‘બિગ બી’ સામે ક્રિકેટના ભગવાન એક રન ન કરી શક્યા!: સચિન અને અમિતાભ વચ્ચે ફિંગર ક્રિકેટની જંગ; મેચ, મજા અને મસ્તીનો વાઈરલ VIDEO
11 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન માત્ર ફિલ્મી પડદા પર જ નહીં, પણ રમતગમતના મેદાનમાં પણ તેટલા જ ઉત્સાહી જોવા મળે છે. ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ જગજાહેર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બિગ બી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે ‘ફિંગર ક્રિકેટ’ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે.
ક્રિકેટના ભગવાન સાથે ‘બિગ બી’ની મસ્તી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ની ત્રીજી સીઝન દરમિયાન આ બંને દિગ્ગજો એકસાથે જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા લખ્યું- ક્રિકેટના ભગવાન સાથે ફિંગર ક્રિકેટની રમત. વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન સાથે રમતી વખતે અમિતાભ બચ્ચનનું બાળપણ જાગી ઉઠ્યું હતું. જ્યારે તેઓ આઉટ થયા ત્યારે થોડીવાર માટે ઉદાસ થઈ ગયા હતા, પરંતુ તરત જ ફરી રમતમાં પરત ફર્યા હતા. બંને વચ્ચેની કેમેસ્ટ્રી અને હસતાં ચહેરા નેટિઝન્સ માટે કોઈ ભેટથી ઓછું નથી.
કેવી રહી આ ‘ફિંગર ક્રિકેટ’ મેચ? આ આંગળીના ટેરવે રમાયેલી મેચમાં રોમાંચ ઓછો નહોતો. અમિતાભ બચ્ચન બોલિંગ કરી રહ્યા હતા અને તેઓ આ રાઉન્ડ જીતી ગયા હતા.’બિગ બી’એ બેટિંગ કરી અને સચિનને જીતવા માટે 13 રનનો ટાર્ગેટ આપ્યો. સચિને ખૂબ જ ઝડપથી 12 રન બનાવી લીધા હતા અને છેલ્લી 3 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી. પરંતુ અંતે અમિતાભ બચ્ચને સ્માર્ટલી ‘ટાઈ’ જાહેર કરીને મેચ પૂરી કરી દીધી હતી.

મેદાન પર માઝી મુંબઈની હાર ગઈકાલે એટલે કે 12 જાન્યુઆરીએ મેદાન પર પણ જોરદાર ટક્કર જોવા મળી હતી. અમિતાભ બચ્ચનની ટીમ ‘માઝી મુંબઈ’ અને સલમાન ખાનની ટીમ ‘દિલ્હી સુપરહીરોઝ’ સામસામે હતી. આ રોમાંચક મુકાબલામાં દિલ્હીની ટીમે મુંબઈને 23 રનથી હરાવી વિજય મેળવ્યો હતો. જોકે, મેદાન પરની હાર છતાં સચિન અને અમિતાભ વચ્ચેની ફિંગર ક્રિકેટની મેચે ચાહકોના દિલ જીતી લીધા છે.

Star sports અને jio hotstar પર દરેક મેચનું લાઇવ ટેલિકાસ્ટ કુલ આઠ ટીમમાંથી ‘માઝી મુંબઈ’ ટીમના માલિક અમિતાભ બચ્ચન, ‘શ્રીનગર કે વીર’ ટીમના માલિક અક્ષય કુમાર, ‘અમદાવાદ લાયન્સ’ના અજય દેવગણ, ‘ટાઈગર્સ ઓફ કોલકાતા’ના સેફ અલી ખાન અને ‘દિલ્હી સુપર હિરોઝ’ના ઓનર સલમાન ખાન છે. Star sports અને jio hotstar પર દરેક મેચનું લાઇવ ટેલિકાસ્ટ થાય છે.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

