Apara Mehta Interview; Darshan Jariwala Divorce Reason Mob Attack Kolkata Cigarette Burn

Last Updated: July 25, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફેમ પીઢ ગુજરાતી એક્ટ્રેસ અપરા મહેતાએ લગ્ન અને મોબ એટેક પર મોટું નિવેદન આપ્યું છે. એક્ટ્રેસે જણાવ્યું કે તેમના પૂર્વ પતિ અને એક્ટર દર્શન જરીવાલાએ તેમને દુનિયાની સૌથી કદરૂપી મહિલા ગણાવી હતી, ત્યારબાદ તેમના છૂટાછેડા થઈ ગયા.

તાજેતરમાં હૉટરફ્લાયને આપેલા ઇન્ટરવ્યૂમાં અપરા મહેતાએ અંગત જીવન વિશે ખૂલીને વાત કરી. તેમણે કારકિર્દીના શિખર પર ભીડ દ્વારા થયેલી ગેરવર્તણૂક વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, લોકોએ તેમને ઘેરીને ખોટી રીતે સ્પર્શ કર્યો અને પછી સિગારેટથી બાળી દીધા.

‘કોલકાતામાં ભીડ પાગલ થઈ ગઈ હતી’

તેમણે કહ્યું, ‘હું કારકિર્દીના શિખર પર હતી અને અમારા ગુજરાતી નાટકો કોલકાતામાં થતા હતા. તો કલા મંદિરમાં 5 શો થયા હતા. ત્યાં બધી સીટો ભરેલી હતી. જેવી હું અંદર આવી, મને જોઈને લોકોએ 8 હજાર દાંડિયા ઉપર ઉછાળ્યા. હું ભીડમાં ખરાબ રીતે ફસાઈ ગઈ. તેઓ મને ખેંચીને સંગીતકારોના પોડિયમ સુધી લઈ ગયા. હું લોકો સાથે હાથ મિલાવવા લાગી તો લોકો મારા હાથની હીરાની વીંટી ખેંચવા લાગ્યા, કોઈએ મને સિગારેટથી બાળી દીધી. આખી જનતા પાગલ થઈ ગઈ હતી.’

અપરા મહેતાએ 3 વર્ષની ઉંમરે પહેલું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું.

અપરા મહેતાએ 3 વર્ષની ઉંમરે પહેલું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું.

પીઢ એક્ટ્રેસે આગળ કહ્યું, ‘પોડિયમ હલવા લાગ્યું હતું, મેં કહ્યું કે આ તો ખતરનાક થઈ ગયું. તે પછી મને ત્યાંથી નીચે ઉતારવામાં આવી, બધા લોકોએ વર્તુળ બનાવ્યું. તે સમયે દરેક જણ મને આખા શરીર પર બધે સ્પર્શી રહ્યું હતું. મેં કહ્યું, ઓકે સ્પર્શ કરી લો… શું મળશે? હું તે સમયે આઘાતમાં પણ નહોતી.’

કોલેજમાંથી ભાગીને લગ્ન કર્યાં હતાં

લગ્ન અને છૂટાછેડા પર અપરા મહેતાએ કહ્યું કે, ‘તે સમયે અમે 18-19 વર્ષના હતા. હું મુંબઈની મીઠીબાઈ કોલેજમાં ભણતી હતી. એક દિવસ મેં અને દર્શને ભાગીને લગ્ન કરી લીધા. લગ્ન કરીને અમે બંને પોતપોતાના ઘરે જતાં રહ્યા. જેવી હું ઘરે પહોંચી, મારા હાથમાં એક લેટર આવ્યો. હું સીધી કોલેજથી ભાગી હતી, તો અટેન્ડન્સ મિસિંગનો લેટર હતો. મને ડર હતો કે મારા માતાને આના વિશે જાણ થઈ જશે.’

અપરા મહેતા અને દર્શન જરીવાલાએ પહેલા ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા.

અપરા મહેતા અને દર્શન જરીવાલાએ પહેલા ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા.

તેમણે આગળ કહ્યું, ‘હું ભાગીને દર્શનના ઘરે ગઈ અને તેમના માતા-પિતાને વાત કરી. તેમણે મારા માતા-પિતા સાથે વાત કરી. બાદમાં બંનેના પરિવારે અમારા ધામધૂમથી લગ્ન કરાવ્યા.’

કરિયરના પીક પર અપરાએ ગુજરાતના લોકપ્રિય કલાકાર દર્શન જરીવાલા સાથે લગ્ન કરી લીધા હતા. તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો. લગ્નના 23 વર્ષ બાદ, વર્ષ 2003માં તેઓ શૂટિંગ સંદર્ભે USAમાં હતા. તે દિવસે તેમના લગ્નની વર્ષગાંઠ હતી, તે જ દિવસે દર્શન જરીવાલાએ છૂટાછેડાની માંગ કરી હતી.

અપરા મહેતાએ 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'માં સવિતા વિરાણીની ભૂમિકા ભજવી હતી.

અપરા મહેતાએ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં સવિતા વિરાણીની ભૂમિકા ભજવી હતી.

અપરા મહેતાએ કહ્યું, ‘મેં તેમને યુએસએથી ફોન કર્યો, અમારી એનિવર્સરી હતી. તેમણે મને કહ્યું કે, ‘આપણે વાત કરવી જોઈએ.’ કામ પતાવીને હું પાછી ફરી. હું રાત્રે 3 વાગ્યે ભારત પહોંચી, વહેલી સવારે 5 વાગ્યે ઘરે આવી, મારે સવારે 7 વાગ્યે શૂટિંગ માટે જવાનું હતું.’

‘તેમણે (દર્શને) મને કહ્યું, ‘અપરા, આપણે અલગ થઈ જવું જોઈએ, હું હવે તને પ્રેમ કરતો નથી. હવે પસંદ કરતો નથી અને મને લાગે છે કે તું દુનિયાની સૌથી કદરૂપી મહિલા છે.’ તેઓ ઝૂલા પર બેસીને ચા પીતા પીતા કહી રહ્યા હતા, હું ત્યાં ઊભી ઊભી સાંભળી રહી હતી.’

અપરા મહેતા અને દર્શન જરીવાલા 2003થી અલગ રહે છે.

અપરા મહેતા અને દર્શન જરીવાલા 2003થી અલગ રહે છે.

‘બાદમાં હું શૂટિંગ પર જતી રહી. ત્યાં કામમાં વ્યસ્ત થઈ ગઈ. બપોરે જ્યારે હું થોડી હોશમાં આવી ત્યારે મેં કહ્યું કે, ના… તેમણે જાણી જોઈને આવું નહીં કહ્યું હોય. પરંતુ થોડા દિવસો પછી તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા.’

દર્શન જરીવાલા સાથે છૂટાછેડા લઈ લીધાના આટલા વર્ષો બાદ પણ બંનેના સંબંધો સારા છે. અપરા મહેતાએ કહ્યું કે, ‘તેમણે (દર્શને) અમારું ઘર છોડ્યું છે. ઘરના દરવાજા હજુ પણ ખુલ્લા જ છે. તેઓ ગમે ત્યારે પાછા આવી શકે છે. મને ખબર છે કે તેમને મારા જેવી વ્યક્તિ નહીં મળે અને મને તેમના જેવી વ્યક્તિ નહીં મળે.’

‘ક્યોંકી સાસ ભી…’ના કડક સાસુએ રિયલ લાઇફ સાસુ સાથેના સંબંધો પર વાત કરી

અપરા મહેતાએ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં તુલસી વિરાણી (સ્મૃતિ ઇરાની)ના કડક સાસુ સવિતા વિરાણીની ભૂમિકા ભજવી હતી. ત્યારે તેમના રિયલ લાઇફ સાસુ કેવા હતા, તેના વિશે વાત કરતા તેમણે કહ્યું, ‘મારા સાસુ મને ખૂબ પ્રેમ કરતા હતાં. તે મને કહેતા કે તારા રૂપમાં મને દીકરી મળી ગઈ છે. મારા જીવનમાં બે જ એવી વ્યક્તિ છે, જેમને હું મિસ કરું છું, જે મારી આ સફરને વધારે જોઈ ન શક્યા, એક મારા પિતા અને બીજા મારા સાસુ. તે કહેતા કે, આ છોકરી મારું નામ આગળ લઈને જશે.’

સાસુ લીલાબેન સાથે અપરા મહેતા.

સાસુ લીલાબેન સાથે અપરા મહેતા.

તેમણે આગળ કહ્યું, ‘જ્યારે અમારું ઘર નાનું પડતું હતું, ત્યારે મારા સાસુએ નક્કી કર્યું હતું કે, ઘરમાંથી જો કોઈ જૂદું થશે, તો તે અપરા અને દર્શન હશે. કારણે કે તે જાણતા હતા કે અમારું પ્રોફેશન કેવું છે. પણ જ્યારે મને ખબર પડી કે અમારે જૂદું થવાનું છે, હું ખૂબ જ રડી અને મારા સાસુને પૂછ્યું કે, તમે અમને કેમ અલગ કરી રહ્યા છો? અલગ થયા પછી હું દરરોજ સવાર-સાંજ એક-એક કલાક મારા સાસુ અને જેઠાણી સાથે વાત કરતી. ભલે હું અને દર્શન સાથે નથી રહેતા, પણ હું અને મારા જેઠ-જેઠાણી ખૂબ જ જોડાયેલા છીએ.’

અપરા મહેતા કોણ છે?

  • અપરા મહેતા જાણીતા ટેલિવિઝન અને ફિલ્મ એક્ટ્રેસ છે. તેમણે લોકપ્રિય શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં તુલસીના સાસુ સવિતા મનસુખ વિરાણીની ભૂમિકા ભજવી હતી.
  • અપરા છેલ્લા 50 વર્ષથી એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
  • તેઓ અત્યાર સુધીમાં 115 નાટકો કરી ચૂક્યા છે.
'કાહે છેડ છેડ મોંહે...' ગીતમાં અપરા મહેતા તથા માધુરી દીક્ષિત.

‘કાહે છેડ છેડ મોંહે…’ ગીતમાં અપરા મહેતા તથા માધુરી દીક્ષિત.

  • અપરા ‘કરમ અપના અપના’, ‘ખિચડી’, ‘સજન રે જૂઠ મત બોલો’, ‘સાત ફેરે’, ‘રાજા કી આયેગી બારાત’, ‘જમાઈ રાજા’, ‘મેડમ સર’, ‘અનુપમા’ જેવા શોમાં જોવા મળી ચૂક્યા છે.
  • ટીવી શો ઉપરાંત, અપરા ‘યે તેરા ઘર યે મેરા ઘર’, ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’, ‘દેવદાસ’, ‘જસ્ટ મેરિડ’, ‘તીસ માર ખાન’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.
  • અપરા મહેતાએ 1980માં ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલા સાથે લગ્ન કર્યા હતા. દર્શન જાણીતા અભિનેતા છે, જેમને ગાંધી માય ફાધર ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે.
  • દર્શને ‘સ્ટાઈલ’, ‘એક્સક્યુઝ મી’, ‘આજા નચલે’, ‘ગુરુ’, ‘હલ્લા બોલ’, ‘રક્તચરિત્ર’, ‘આરક્ષણ’, ‘કહાની’, ‘હમશકલ’, ‘રાધે’, ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.