Apple 2026: OLED ડિસ્પ્લે, ફોલ્ડેબલ iPhone અને પાવરફુલ મેકબુક પ્રો સાથે વર્ષ 2026માં એપલની ધમાકેદાર એન્ટ્રી
એપલ વર્ષ 2026માં પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોનું મોટું અપગ્રેડ લાવવા જઈ રહ્યું છે. નવા ફોર્મ ફેક્ટર, OLED ડિસ્પ્લે અને AI આધારિત ફીચર્સ સાથે, આવતો વર્ષ કંપની માટે પરિવર્તનાત્મક સાબિત થઈ શકે છે. વર્ષ 2026માં એપલ કેટલીક નવી ડિવાઇસીસ રજૂ કરવાની તૈયારીમાં છે, જે યુઝર્સ લાંબા સમયથી ઈંતઝાર કરી રહ્યા છે. સૌથી સસ્તા મૅકબુકથી લઈને પ્રીમિયમ ફોલ્ડેબલ iPhone સુધી, એપલ યુઝર્સ માટે આ વર્ષ ખાસ રહેશે.
2026માં એપલ લાંબા સમય બાદ પોતાના સ્ટુડિયો ડિસ્પ્લેને અપડેટ કરશે. નવા ડિસ્પ્લેનું કદ પહેલા જેવું જ 27 ઇંચ રહેશે, પરંતુ મીની LED ટેકનોલોજી સાથે સ્ક્રીન વધુ બ્રાઇટ અને રંગો વધુ શાર્પ દેખાશે. નવા પ્રોસેસર સાથે કેમેરા, સ્પીકર અને સ્માર્ટ ફીચર્સ વધુ સક્ષમ બનશે. આ અપડેટ ખાસ કરીને પ્રોફેશનલ યુઝર્સ માટે ફાયદાકારક રહેશે.
મેકબુક પ્રો
મેકબુક પ્રોનું ડિઝાઇન 2026માં સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તે હવે વધુ પાતળું અને હળવું બનશે, અને પહેલી વખત OLED ડિસ્પ્લે સાથે રજૂ થશે. આ ડિસ્પ્લે વિડિઓ અને ફોટોને વધુ લાઈવ અને જિવંત બનાવશે. કેટલીક રિપોર્ટ્સમાં ટચ સ્ક્રીન અને 5G સપોર્ટની પણ વાત કરવામાં આવી છે. નવા M6 ચિપ સાથે મૅકબુક પ્રો ઝડપી, શક્તિશાળી અને એનર્જી-એફિશિયન્ટ બનશે, જેથી પ્રોફેશનલ કામ સરળ થઈ જશે.
ફોલ્ડેબલ iPhone: નવા યુગની શરૂઆત
એપલ 2026માં પોતાના પ્રથમ ફોલ્ડેબલ iPhoneને લોન્ચ કરવા તૈયાર છે. આ ફોન બુકની જેમ ખુલશે, જેમાં મોટી ઇન્ટરનલ સ્ક્રીન અને બહાર નાની ડિસ્પ્લે હશે. એપલનું ફોકસ સ્ક્રીનની ક્રીઝ ઓછી કરવા પર રહેશે. મજબૂત ટાઇટેનિયમ બોડી અને ટચ ID જેવા ફીચર્સ તેને પ્રીમિયમ અને ટકાઉ બનાવશે, જે યુઝર્સ માટે ખાસ આકર્ષણ હશે.
સૌથી સસ્તો મેકબુક કરશે લોન્ચ
એપલ 2026માં પહેલીવાર સસ્તા મૅકબુક લોન્ચ કરવા માટે તૈયારીમાં છે. આ મૅકબુક મૅકબુક એર કરતા પણ નીચલા વર્ગમાં હશે. તેમાં A18 પ્રો ચિપ આપી શકાય છે, જે રોજબરોજના કામો, ઓનલાઇન કાર્ય અને અભ્યાસ માટે પૂરતી શક્તિ ધરાવે છે. તેની કિંમત ઓછી હોવાને કારણે, આ સ્ટુડન્ટ્સ અને પહેલીવાર મૅક ખરીદનારા યુઝર્સ માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. સાથે જ, આમાં અનેક કલર ઓપ્શન ઉપલબ્ધ રહેશે, જે યુવાનો માટે વધુ આકર્ષક બનાવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

