Apple MacBook: માર્ચમાં લોન્ચ થશે અત્યાર સુધીનું સૌથી સસ્તું મેકબુક, કિંમત અને ફીચર્સ જાણી ચોંકી જશો!
ટેક જાયન્ટ એપલ (Apple) તેના ચાહકો માટે માર્ચ મહિનામાં એક મોટી ભેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. જો તમે લાંબા સમયથી મેકબુક ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તેની ઊંચી કિંમતને કારણે અટકી રહ્યા છો, તો આગામી મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અહેવાલો મુજબ, એપલ માર્ચમાં એક વિશેષ ઇવેન્ટ યોજવા જઈ રહ્યું છે, જેમાં કંપની તેનું અત્યાર સુધીનું સૌથી સસ્તું અને નોન-પ્રીમિયમ મેકબુક લોન્ચ કરી શકે છે.
બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તું મેકબુક બનાવશે
બ્લૂમબર્ગના જાણીતા ટેક એનાલિસ્ટ માર્ક ગુરમેનના જણાવ્યા મુજબ, આ નવા લેપટોપની કિંમત $1,000 (આશરે ₹83,000 થી ₹90,000) થી ઓછી હોઈ શકે છે. આ કિંમત તેને બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તું મેકબુક બનાવશે. કિંમત પર કાપ મૂકવા છતાં, એપલ પરફોર્મન્સમાં કોઈ બાંધછોડ કરવા માંગતું નથી. એવું માનવામાં આવે છે કે આ લેપટોપમાં A18 Pro ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે, જે હાલમાં iPhone 16 Pro મોડલ્સમાં જોવા મળે છે. આ ચિપસેટ લેપટોપને અત્યંત ઝડપી અને કાર્યક્ષમ બનાવશે.
નવી મેકબુકની ડિઝાઇન અને ડિસ્પ્લે
નવા મેકબુકની ડિઝાઇન હાલના ‘એર’ (Air) અને ‘પ્રો’ (Pro) મોડલ્સ કરતા થોડી અલગ હોઈ શકે છે. અહેવાલો સૂચવે છે કે આ ઉપકરણમાં 13 ઇંચ કરતા થોડી નાની ડિસ્પ્લે હશે, જે તેને વધુ પોર્ટેબલ અને કોમ્પેક્ટ બનાવશે. વિદ્યાર્થીઓ અને ઓફિસ જનારા લોકો માટે આ એક આદર્શ વિકલ્પ બની શકે છે.
તમામ રંગોમાં ઉપલબ્ધ હશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી
એપલ સામાન્ય રીતે તેના લેપટોપ માટે સિલ્વર, ગ્રે કે બ્લેક જેવા ક્લાસિક રંગોનો ઉપયોગ કરે છે, પરંતુ આ વખતે કંપની કંઈક નવું કરવા જઈ રહી છે. નવા બજેટ મેકબુક માટે એપલ આછો પીળો, આછો લીલો, વાદળી, ગુલાબી અને ક્લાસિક સિલ્વર જેવા રમતિયાળ અને આકર્ષક રંગોનું પરીક્ષણ કરી રહ્યું છે. જોકે, લોન્ચિંગ સમયે આ તમામ રંગો ઉપલબ્ધ હશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

