Aryan Khan Spotted With Vini Takayer Outside London Casino; Dating Rumors Spark

Last Updated: July 30, 2026By

3 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ફરી એકવાર તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે. લંડનમાં આર્યન એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

યુઝર્સે આ મિસ્ટ્રી ગર્લની ઓળખ આર્ટિસ્ટ વિની તકાયર તરીકે કરી છે. બંને લંડનના એક કસિનોમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા, ત્યારથી બંનેના ડેટિંગની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, આ અંગે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

વાયરલ થઈ રહેલો ફોટો.

વાયરલ થઈ રહેલો ફોટો.

લંડન કસિનોની બહાર આર્યન અને વિની સાથે જોવા મળ્યા તસવીરોમાં આર્યન ખાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે. તે લંડનના એક કસિનોમાંથી બહાર નીકળતો દેખાઈ રહ્યો છે. તેની બરાબર બાજુમાં વિની તકાયર ઉભી છે, જેણે ઓલ-બ્લેક આઉટફિટ પહેર્યો છે.

બંને એકસાથે કેસિનોમાંથી બહાર નીકળ્યા પછી જ ચાહકો વચ્ચે તેમના સંબંધોને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.

વિની સિંગર અને સોન્ગ રાઇટર છે.

વિની સિંગર અને સોન્ગ રાઇટર છે.

વિનીએ તસવીરો શેર કરી, લખ્યું- ‘લંડન, આઈ એલ વાય’ તસવીરો વાયરલ થયાના તરત જ બાદ વિની તકાયરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લંડન ટ્રિપની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે આ તસવીરો સાથે કેપ્શન લખ્યું, “લંડન, આઈ એલ વાય” (London, ily). વિનીની આ પોસ્ટ પછી બંનેના અફેરની ચર્ચા વધુ તેજ બની ગઈ. આર્યન અને વિની ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો પણ કરે છે. હાલમાં બંનેમાંથી કોઈએ પણ આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પહેલા મોડેલ લરિસા બોનેસી સાથે જોડાયું હતું નામ આ પહેલીવાર નથી જ્યારે આર્યન ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં હોય. આ પહેલા તેનું નામ બ્રાઝિલિયન મોડેલ અને એક્ટ્રેસ લરિસા બોનેસી સાથે જોડાઈ ચૂક્યું છે. લરિસા, આર્યનની લક્ઝરી કપડાંની બ્રાન્ડ ‘ડી’યાવોલ એક્સ’ (D’YAVOL X)ની ઘણી જાહેરાતોમાં જોવા મળી છે. આ ઉપરાંત તે આર્યનની ડિરેક્ટર તરીકેની પહેલી સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ના પ્રીમિયરમાં પણ જોવા મળી હતી.

આ પહેલાં આર્યનનું નામ બ્રાઝિલિયન મોડલ લારિસા બોનેસી સાથે જોડાઈ ચૂક્યું છે.

આ પહેલાં આર્યનનું નામ બ્રાઝિલિયન મોડલ લારિસા બોનેસી સાથે જોડાઈ ચૂક્યું છે.

આર્યન ડિરેક્શન અને બિઝનેસમાં કરિયર બનાવી રહ્યો છે શાહરુખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન એક્ટિંગને બદલે ડિરેક્શન અને બિઝનેસમાં પોતાનું કરિયર બનાવી રહ્યો છે. તેણે પોતાની લક્ઝરી સ્ટ્રીટવેર બ્રાન્ડ સાથે બિઝનેસની શરૂઆત કરી હતી. આ પછી તેણે વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે. આર્યન મીડિયા અને લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અવારનવાર ચર્ચાનો વિષય બની જાય છે.

Leave A Comment