Asian Games 2026 Cricket: India Mens & Womens Teams Reach Quarter-Finals

Last Updated: July 24, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતે 2023 એશિયન ગેમ્સમાં મેન્સ અને વુમન્સ બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

એશિયન ગેમ્સ 2026 માટે ક્રિકેટ ટુર્નામેન્ટના ડ્રો અને ગ્રુપ ગુરુવારે જાહેર કરવામાં આવ્યા. ભારતીય મેન્સ અને વુમન્સ ટીમે સીધા નોકઆઉટ (ક્વાર્ટર ફાઇનલ)માં સ્થાન મેળવી લીધું છે. આ વખતે ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ મેચ જાપાનના નાગોયામાં T20 ફોર્મેટમાં રમાશે.

વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 17 થી 22 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. ત્યારબાદ મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર સુધી ચાલશે.

4 ટીમને સીધી ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

2026 એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમ ભાગ લેશે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકાને સીધું ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળ્યું છે. જ્યારે, અફઘાનિસ્તાન, હોંગકોંગ, જાપાન, મલેશિયા, નેપાળ અને ઓમાનની ટીમ પ્રિલિમિનરી રાઉન્ડમાં રમશે.

આ 6 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપની ટૉપ 2-2 ટીમ એટલે કે કુલ 4 ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. અહીં તેમનો મુકાબલો પહેલાથી ક્વોલિફાય કરી ચૂકેલી 4 ટીમ સાથે થશે.

ભારતીય મહિલા ટીમ પ્રથમ મેચમાં જાપાન સામે ટકરાશે

મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. આ ઇવેન્ટની શરૂઆત સીધા ક્વાર્ટર ફાઇનલ મુકાબલાઓથી થશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચમાં જાપાનનો સામનો કરશે.

2023 એશિયન ગેમ્સમાં ભારતે બંને કેટેગરીમાં ગોલ્ડ જીત્યા હતા

આ પહેલા 2023 એશિયન ગેમ્સમાં ભારતે મેન્સ અને વુમન્સ બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેન્સ કેટેગરીની ફાઇનલ વરસાદને કારણે પૂરી થઈ શકી ન હતી. અફઘાનિસ્તાને 18.2 ઓવરમાં 112/5 રન બનાવ્યા હતા, ત્યારબાદ મેચ આગળ રમી શકાઈ ન હતી. વધુ સારી સીડિંગના આધારે ભારતને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.

જ્યારે, મહિલા ક્રિકેટની ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને 19 રનથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.