August 2026 Bank Holidays List; 14 Days Banking Operations Closed in India

Last Updated: July 26, 2026By

14 મિનિટ પેહલા

  • કૉપી લિંક

આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં જુદા જુદા રાજ્યો અને શહેરોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. 5 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 7 દિવસ જુદી જુદી જગ્યાઓએ બેંકોમાં કામકાજ થશે નહીં.

આવી સ્થિતિમાં જો તમને આ મહિને બેંક સંબંધિત કોઈ જરૂરી કામ હોય તો આ રજાના દિવસો સિવાય તમે બેંક જઈ શકો છો.

કયા કયા શનિવારે બેંકો બંધ રહેશે?

  • 8 ઓગસ્ટે મહિનાનો બીજો શનિવાર હોવાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
  • 22 ઓગસ્ટે મહિનાનો ચોથો શનિવાર છે, આ દિવસે પણ દેશની તમામ બેંકોની રજા રહેશે.

રવિવારની રજા ક્યારે ક્યારે રહેશે?

  • 2 ઓગસ્ટ
  • 9 ઓગસ્ટ
  • 16, 23 અને 30 ઓગસ્ટ

ઓનલાઈન બેન્કિંગ દ્વારા કામ પતાવી શકશો

તમે બેંકોની રજા હોવા છતાં ઓનલાઈન બેન્કિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. આ સુવિધાઓ પર બેંકોની રજાઓની કોઈ અસર નહીં થાય.