Australia beat England by 5 wickets in Sydney | સિડનીમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું: એશિઝ સિરીઝ 4–1થી જીતી; ઉસ્માન ખ્વાજાએ છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી

Last Updated: January 11, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક3 દિવસ પેહલા

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યું.

એશિઝ સિરીઝ 2025–26ના સિડનીમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને સિરીઝ 4–1થી પોતાના નામે કરી લીધી. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા સામે 160 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને યજમાન ટીમે પાંચમા દિવસે ટી બ્રેક પહેલા જ ચેઝ કરી લીધો. જ્યારે ઉસ્માન ખ્વાજાએ પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ રમી. ખ્વાજાએ સિડની ટેસ્ટ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડે 8 વિકેટે 302 રનથી આગળ રમવાનું શરૂ કર્યું, પરંતુ આખી ટીમ 342 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને જીત માટે 160 રનનો ટાર્ગેટ મળ્યો.

આ પહેલા ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 384 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 567 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને 183 રનની લીડ મેળવી. ઓસ્ટ્રેલિયાની આ ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે સદી ફટકારી.

હેડ પ્લેયર ઓફ ધ મેચ, સ્મિથ પ્લેયર ઓફ ધ સિરીઝ ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. તેણે 163 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, મિચેલ સ્ટાર્ક પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો. તેણે આ સિરીઝમાં સૌથી વધુ 31 વિકેટ લીધી. ઉપરાંત તેણે 2 ફિફ્ટી પણ ફટકારી હતી. તેના સિવાય કોઈ પણ બોલર 25 વિકેટ સુધી પહોંચી શક્યો નહીં. બ્રાયડન ક્રોસ 22 વિકેટ સાથે બીજા સ્થાને રહ્યો. સ્ટાર્કે આ સિરીઝમાં સૌથી વધુ 153.1 ઓવર ફેંકી, જેમાં તેની સરેરાશ સૌથી ઓછી 19.93 રહી.

121 રન સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવી દીધી હતી ટાર્ગેટને ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી. ટીમે 121 રન સુધી પહોંચતા-પહોંચતા 5 વિકેટ ગુમાવી દીધી. માર્નસ લાબુશેન 37 રન બનાવીને રનઆઉટ થયો. જેક વેદરાલ્ડે 40 બોલમાં 34 રન બનાવ્યા.

ખ્વાજા 6 રન બનાવીને આઉટ આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાના કરિયરની છેલ્લી ટેસ્ટ હતી. તે બીજી ઇનિંગ્સમાં માત્ર 6 રન બનાવીને આઉટ થયો અને ટીમે 119 રન પર ચોથી વિકેટ ગુમાવી. ખ્વાજાના આઉટ થતા જ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાજર દર્શકો ઉભા થઈને તાળીઓ પાડવા લાગ્યા. સ્ટેન્ડમાં હાજર તેનો પરિવાર ભાવુક દેખાયો.

ઇંગ્લેન્ડના ખેલાડીઓએ ઉસ્માન ખ્વાજાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કર્યો.

ઇંગ્લેન્ડના ખેલાડીઓએ ઉસ્માન ખ્વાજાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કર્યો.