Balika Vadhu Actress Pratyusha Banerjee Suicide Mystery; Boyfriend Last Call Recording Reveals Shifting Investigation PHOTOS VIDEOS
- Gujarati News
- Entertainment
- Balika Vadhu Actress Pratyusha Banerjee Suicide Mystery; Boyfriend Last Call Recording Reveals Shifting Investigation PHOTOS VIDEOS
2 કલાક પેહલાલેખક: ઇફત કુરેશી/વર્ષા રાય
- કૉપી લિંક
બોલિવૂડ ક્રાઈમ ફાઈલ્સના કેસ-3માં વાર્તા ‘બાલિકા વધૂ’ ફેમ એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જી ડેથ કેસની. પ્રત્યુષા 1 એપ્રિલે ફાંસીના ફંદા પર લટકેલી મળી હતી. તેના મૃત્યુ પછી પરિવારે તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર મારપીટ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો, પરંતુ પછી એક કોલ રેકોર્ડિંગથી કેસની દિશા બદલાઈ ગઈ.
1 એપ્રિલ 2016, બપોરે લગભગ 12 વાગ્યે…
પ્રત્યુષા બેનર્જી, બોયફ્રેન્ડ અને એક્ટર-પ્રોડ્યુસર રાહુલ રાજ સાથે મુંબઈના ગોરેગાંવની હાર્મની બિલ્ડિંગના સાતમા માળે આવેલા ફ્લેટ નંબર 703માં રહેતી હતી.

હાર્મની બિલ્ડિંગ, જ્યાં પ્રત્યુષા બોયફ્રેન્ડ રાહુલ રાજ સાથે રહેતી હતી.
બપોરે રાહુલ પોતાના કામથી લોખંડવાલા ગયો હતો. થોડીવાર પછી જ તેણે પ્રત્યુષાને ફોન કર્યો, તો તે જોર જોરથી રડી રહી હતી.
થોડી બોલાચાલી થયા પછી પ્રત્યુષાએ કહ્યું- ‘ઓહ, રાહુલ રાજ, અહંકાર પોતાની પાસે રાખ, કારણ કે થોડા જ કલાકોમાં, કદાચ મિનિટોમાં, કોઈને અહંકાર બતાવવા માટે નહીં બચે.’
રાહુલે જવાબ આપ્યો- ‘જો, હું તને બસ એટલું જ કહી રહ્યો છું, ખાલી સાંભળ.’
પ્રત્યુષાએ વાત કાપતા કહ્યું- ‘હું તને એટલું કહી રહી છું…. મેં તને ખૂબ પ્રેમ કર્યો છે.’
રાહુલે ફરી કહ્યું- ‘પ્રત્યુષા તું ગમે તેટલો પ્રેમ કરતી હોય, તું ગમે તેટલા નશામાં હોય…’
પ્રત્યુષાએ ફરી વાત કાપીને કહ્યું- ‘જુવાનીમાં પ્રેમ કરી દીધો તને…’
રાહુલ- ‘ફાઇનલ વાત કહું છું તને…’
પ્રત્યુષાએ ફરી કહ્યું- ‘સાંભળ…સાંભળ…સાંભળને…’
રાહુલે ચીડાઈને કહ્યું- ‘ફાઇનલ વાત કહું છું તને, મને આ રીતે ટોર્ચર ન કર.’
પ્રત્યુષાએ ફરી કહ્યું- ‘મારી વાત સાંભળ, તારી ન સંભળાવ, કારણ કે મને કંઈ સંભળાતું નથી.’
તેણે અચાનક કહ્યું- ‘મને પ્રોસ્ટિટ્યુટ….’
આ કહેતા તે અટકી ગઈ. તે ખૂબ નશામાં હતી. કંઈ સાંભળવા માંગતી ન હતી. પછી રાહુલે કહ્યું- ‘વિચાર તો.’
પ્રત્યુષાએ ફરી કહ્યું- ‘આજ સુધી ક્યારેય નહીં, આ શું વાતો છે. મેં ઘણા બાળકોને ઉછેર્યા, મારી આંટી સાથે. હું એવી નથી.’
રાહુલે કહ્યું- ‘તું વિચાર’
પ્રત્યુષા- ‘નટ ડન.’
રાહુલે તેને ચૂપ કરાવતા કહ્યું- ‘એક પપ્પી તો બને છે.’
પ્રત્યુષાએ ફરી કહ્યું- ‘મારા વિશે ગંદુ…ગંદુ…’
રાહુલે કહ્યું- ‘આ બધું હસવાની વાત છે, તારા વિશે આવું કોઈ બોલે તો હસ.’
પ્રત્યુષાએ કહ્યું- ‘મા-બાપ છે તે મારા…’
રાહુલે ગાળો દેતા કહ્યું- ‘તારો બાપ #@$# છે. મને ગાળો દઈ રહ્યો છે તારો બાપ. મને કહે છે…’
પ્રત્યુષાએ કહ્યું- ‘આઈ નો (મને ખબર છે.)’
રાહુલે જવાબ આપ્યો- ‘મને કહે છે કે તું બોમ્બે છે, હું બે કલાકમાં આવું છું…’
આ સાંભળીને પ્રત્યુષા પણ જોર જોરથી ગાળો દેવા લાગી. ગાળો આપ્યા પછી તે બોલી- ‘ગેરંટી હું એમનું લોહી નથી. એટલે જ મને ગાળો આપે છે.’
રાહુલ અને પ્રત્યુષાની આ વાતચીત લગભગ 5 મિનિટ સુધી ચાલી. થોડીવાર માતા-પિતા વિશે વાત કર્યા પછી પ્રત્યુષા, રાહુલને ગંદી ગાળો આપવા લાગી.
છેવટે તેણે કહ્યું-
મેં ખૂબ મહેનત કરી…મેં જીવનમાં ખૂબ મહેનત કરી. અહીંયા પોતાને વેચવા થોડી આવી છું. એક્ટિંગ કરવા આવ્યા છીએ, કામ કરવા આવ્યા છીએ, તેં મને આજે ક્યાં ઊભી રાખી દીધી. તને અંદાજ નથી કે હું શું ફીલ કરી રહી છું.
રાહુલ વારંવાર બસ એ જ કહેતો રહ્યો કે, તે બસ અડધા કલાકમાં ઘરે પાછો આવશે, પછી વાત કરીએ, પરંતુ પ્રત્યુષા વાત આગળ વધારતી રહી. થોડીવાર પછી બોલતા બોલતા પ્રત્યુષાની જીભ લથડવા લાગી અને કોલ કપાઈ ગયો.
પ્રત્યુષાને ખોળામાં ઉંચકીને બોયફ્રેન્ડ રાહુલ હૉસ્પિટલ પહોંચ્યો
તે જ સાંજે સમાચાર આવ્યા કે, પ્રત્યુષા બેનર્જીએ આત્મહત્યા કરી લીધી છે. ચારેબાજુ સમાચાર હતા કે, તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ તેને બેભાન અવસ્થામાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ લઈ ગયો હતો. હૉસ્પિટલમાં પ્રત્યુષાને મૃત જાહેર કરવામાં આવી. હૉસ્પિટલમાંથી જ પોલીસને ઘટનાની જાણકારી મળી, જેના પછી ત્યાં મીડિયાની ભીડ એકઠી થઈ ગઈ.

પ્રત્યુષા બેનર્જીને ટીવી શો ‘બાલિકા વધૂ’થી ખ્યાતિ મળી હતી. તે 3 વર્ષ સુધી આ શોનો ભાગ રહી હતી.
થોડીવાર પછી પ્રત્યુષાનો બોયફ્રેન્ડ રાહુલ રાજ ત્યાંથી ભાગી ગયો. તેની પાસે જ પ્રત્યુષાનો મોબાઈલ હતો. તેણે પોતાનો અને પ્રત્યુષા, બંનેનો નંબર બંધ કરી દીધો. થોડીવાર પછી પ્રત્યુષાના નજીકના લોકો હૉસ્પિટલ પહોંચવા લાગ્યા. થોડા કલાકોમાં આ સમાચારથી સનસનાટી મચી ગઈ. રાહુલ રાજના હૉસ્પિટલમાંથી ભાગી જવા પર ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા.
હૉસ્પિટલની બહાર હાજર પ્રત્યુષાના મિત્રો સતત કહેતા રહ્યા કે, તે આત્મહત્યા કરી શકે નહીં. બધાએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી. દરેક જણ પ્રત્યુષાના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. થોડીવાર પછી પ્રત્યુષાની માતા સોમા મુખર્જી અને પિતા શેખર મુખર્જી પણ હૉસ્પિટલ પહોંચી ગયા.
બીજા દિવસે 2 એપ્રિલે પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલ રાજને બાંગુર પોલીસે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી. રાહુલ ચેતનાશૂન્ય અવસ્થામાં નિવેદન નોંધાવવા પહોંચ્યો.

નિવેદન નોંધાવ્યા પછી પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતો રાહુલ રાજ.

રાહુલ, વકીલ નીરજ ગુપ્તા સાથે નિવેદન નોંધાવવા પહોંચ્યો હતો.
રાહુલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તે દિવસની આખી કહાણી સંભળાવી, જે તેણે પોલીસ નિવેદનમાં પણ કહી હતી.
રાહુલ કહે છે, ‘હું સાંજે લગભગ 3:30 વાગ્યે ઘરે પાછો ફર્યો. દરવાજો ખખડાવ્યો, તો કોઈ જવાબ મળ્યો નહીં. થોડીવાર રોકાઈને મેં વારંવાર ડોરબેલ વગાડવાનું શરૂ કર્યું, જવાબ હજુ પણ મળ્યો નહીં. આવું અવારનવાર થતું હતું. અમે ક્યાંક ને ક્યાંક ઘરની ચાવીઓ છોડી દેતા હતા. ચાવીઓ ગુમાવી દેતા હતા, તો અમારી પાસે હંમેશા એક ચાવી બનાવનારનો નંબર હતો. મેં ચાવીવાળાને ફોન કરીને તરત બોલાવ્યો.’
‘આ દરમિયાન ઘરની બહાર અવાજ સાંભળીને મારા પડોશીનો નોકર બહાર આવ્યો. મેં કહ્યું, જરા તું પાછળથી તારી બાલ્કનીમાંથી મારી બાલ્કનીમાં જા અને અંદરથી દરવાજો ખોલ.’
‘જેવો તે અંદર ગયો તો તેણે સૌથી પહેલા જોયું કે પ્રત્યુષા પંખાથી લટકેલી છે. તેણે ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો અને હું રૂમમાં ઘૂસ્યો, તે જ સમયે ચાવીવાળો પણ પહોંચી ચૂક્યો હતો. મેં તેની પાસેથી કટર લીધું, ઉપર ચઢીને ફંદાને કાપ્યો. પ્રત્યુષાને મારા ખોળામાં લીધી. મને લાગ્યું કે શ્વાસ ચાલી રહ્યા છે, તરત જ મેં સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો. બસ મનમાં એ જ ચાલી રહ્યું હતું કે ગમે તેમ કરીને હું તેને બચાવી લઉં.’
‘4.30 વાગ્યા સુધીમાં હું તેને ખોળામાં ઉઠાવીને હૉસ્પિટલ પહોંચ્યો, આ બધું બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. થોડી જ વાર પછી ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધી. હું એ પણ જણાવી દઉં કે, આત્મહત્યા કરી તેના ત્રણ દિવસ પહેલા પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પણ મેં તેને સમજાવવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા.’
પોલીસ નિવેદનમાં રાહુલ રાજે કહ્યું કે, ‘પ્રત્યુષા આર્થિક તંગીથી ઝઝૂમી રહી હતી. તેને પોતાની મોટાભાગની કમાણી ન ઈચ્છતા હોવા છતાં ઘરવાળાઓને આપવી પડતી હતી, જેનાથી તે પરેશાન રહેતી હતી. તેની પરિવાર સાથે અણબનાવ ચાલી રહ્યો હતો, જેનાથી તે ડિપ્રેશનમાં હતી.’
રાહુલ રાજ દ્વારા નિવેદન નોંધાવ્યા બાદ પોલીસે તેમના પડોશમાં રહેતા નોકરને પૂછપરછ માટે બોલાવ્યો, જેણે રાહુલના કહેવા મુજબ પાછળની બાલ્કનીમાંથી ઘરમાં દાખલ થઈને પ્રત્યુષાની લાશને સૌથી પહેલા જોઈ હતી. તેનું નામ સુનીલ મુખ્યા હતું. સુનીલે પણ પોલીસને એમ જ કહ્યું કે અવાજ સાંભળીને તે બહાર આવ્યો, તો રાહુલ ઘરની બહાર ઊભો હતો. રાહુલના જ કહેવાથી તે બાલ્કનીમાંથી ઘરમાં ગયો. તેણે પ્રત્યુષાની લાશ જોયા પછી દરવાજો ખોલ્યો, જેથી રાહુલ અંદર આવી શકે.
રાહુલ રાજે હૉસ્પિટલમાં મૃતદેહ છોડીને જવા પર સ્પષ્ટતા કરી…
રાહુલે હૉસ્પિટલમાં મૃતદેહ છોડીને ભાગી જવાના આરોપ પર દિવ્ય ભાસ્કરને કહ્યું- ‘જેવા જ ડૉકટરોએ પ્રત્યુષાને મૃત જાહેર કરી, મેં પોલીસ અને તેના માતા-પિતાને બોલાવી લીધા. હું આઘાતમાં હતો અને લગભગ ત્રણ કલાક સુધી હૉસ્પિટલમાં જ રહ્યો, પરંતુ જ્યારે મીડિયાના લોકોએ મને બોલાવવાનું શરૂ કર્યું, ત્યારે હું ડરી ગયો. હું તેમને સામનો કરવાની સ્થિતિમાં નહોતો અને ન તો માતા-પિતા કે તેના નજીકના લોકોને સામનો કરી શકતો હતો.’
આગળ તેણે કહ્યું, ‘હું વિશ્વાસ કરી શકતો નહોતો કે પ્રત્યુષા મને છોડીને જતી રહી. તેથી હું હૉસ્પિટલમાંથી જતો રહ્યો. મારો ફોન સતત વાગી રહ્યો હતો, જેનાથી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ. મારો ફોન પણ ખરાબ થઈ ગયો હતો.’
આત્મહત્યા સમયે પ્રત્યુષાએ સેંથો પૂરેલો હતો…
પ્રત્યુષાના મૃત્યુ પછી રાખી સાવંત એક્ટ્રેસ ડોલી બિન્દ્રા સાથે હૉસ્પિટલ પહોંચી હતી. તેણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ‘મૃત્યુ સમયે પ્રત્યુષાએ કપાળ પર સિંદૂર લગાવ્યું હતું.’ આ દાવો ત્યાં હાજર અન્ય ઘણા લોકોએ પણ કર્યો હતો.

હૉસ્પિટલમાં પ્રત્યુષાના મૃતદેહ પાસે ઉભેલી ડોલી બિન્દ્રા.
2 એપ્રિલે પ્રત્યુષાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો, ત્યારબાદ ઓશિવારા સ્મશાનગૃહમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પ્રત્યુષાને દુલ્હનની જેમ સજાવીને અંતિમ વિદાય આપવામાં આવી. તેના બોયફ્રેન્ડ રાહુલ રાજે પણ તેમાં સામેલ થવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિવારે તેને ત્યાં આવવા દીધો નહીં.

પ્રત્યુષાના અંતિમ સંસ્કાર ઓશિવરા સ્મશાનભૂમિમાં થયા હતા.
અંતિમ સંસ્કારના તરત જ બાદ પ્રત્યુષાના મિત્રો- કામ્યા પંજાબી, વિકાસ ગુપ્તા, સ્મિતા બંસલ સહિત ઘણા લોકોએ મીડિયાને આપેલા નિવેદનમાં પ્રત્યુષાના મૃત્યુ માટે તેના બોયફ્રેન્ડ રાહુલ રાજને જવાબદાર ઠેરવ્યો હતો. મિત્રોનું કહેવું હતું કે, ‘પ્રત્યુષા ડિપ્રેશનમાં નહોતી. તે ખૂબ જ ખુશમિજાજી છોકરી હતી અને તેને કામ કે પૈસાની પણ કોઈ કમી નહોતી.’

પ્રત્યુષા બોયફ્રેન્ડ રાહુલ સાથે રિયાલિટી શો ‘પાવર કપલ’માં જોવા મળી હતી.
પ્રોડ્યુસર વિકાસ ગુપ્તાએ કહ્યું- ‘તેનો સંબંધ સારો નહોતો. જો કોઈ પોતાને ફાંસી લગાવે છે, તો તેની નાક પર ઈજા થતી નથી. તેની નાક પર ઈજા છે, તેના ગાલ પર ઈજા થઈ છે. તેને આટલી ઈજાઓ થઈ છે, મને ખાતરી છે કે પોલીસ બધું જણાવશે. રાહુલ ભાગી ગયો, તે રડી રહ્યો હતો, ત્યાં (હૉસ્પિટલમાં) બેસીને ચિપ્સ ખાઈ રહ્યો હતો, તે કંઈ પણ કરી શકે છે.’
કામ્યા પંજાબીએ પણ કહ્યું- ‘અમે પ્રત્યુષાના નાક પર ઈજા જોઈ છે. તેના ગાલ પર નિશાન હતું.’

અંતિમ સંસ્કાર સમયે પ્રત્યુષાના નાક પર ઈજાના નિશાન દેખાયા હતા.
1 એપ્રિલે આત્મહત્યા કરી, 15 એપ્રિલે લગ્ન કરવાના હતા…
પ્રત્યુષાનાં આંટીએ તેના અંતિમ સંસ્કાર પછી મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે, ‘તે 15 એપ્રિલે રાહુલ રાજ સાથે લગ્ન કરવાની હતી. તેણે પોતે બધા સંબંધીઓને ફોન કરીને આની જાણકારી આપી હતી. લહેંગો પણ ડિઝાઇન કરવા માટે આપી દેવાયો હતો.’
પ્રત્યુષાના પરિવારે બોયફ્રેન્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
પ્રત્યુષાના અંતિમ સંસ્કાર પછી 3 એપ્રિલ 2016ના રોજ તેના માતા-પિતાએ બોયફ્રેન્ડ રાહુલ રાજ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા, મારપીટ કરવા અને પ્રત્યુષાના પૈસાનો ખોટો ઉપયોગ કરવાના આરોપમાં ફરિયાદ નોંધાવી.

ફરિયાદ નોંધાવ્યા પછી પ્રત્યુષાના માતા-પિતાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
3 એપ્રિલના રોજ જ રાહુલની ધરપકડ થવાની હતી, પરંતુ તે પહેલા જ અચાનક તબિયત લથડતા તેને કાંદિવલીની શ્રી સાંઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. રાહુલને હૉસ્પિટલમાં દાખલ કરતા જ તેની ધરપકડ ટળી ગઈ.
આ દરમિયાન પ્રત્યુષાના પિતા શંકર બેનર્જીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને મેલ કરીને હૉસ્પિટલ પર રાહુલને બચાવવાના આરોપો લગાવ્યા. ફરિયાદમાં તેમણે કહ્યું કે, ‘હૉસ્પિટલના સંચાલક ડૉક્ટર ગોયલે પૈસા લઈને રાહુલને ધરપકડથી બચાવવા માટે દાખલ કર્યો છે.’

હૉસ્પિટલાઇઝેશન દરમિયાન રાહુલ રાજ ખૂબ જ પરેશાન દેખાતો હતો.
લગભગ 2 અઠવાડિયાની સારવાર બાદ રાહુલને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો, ત્યારબાદ તે સીધો બાંગુર પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં સુધીમાં 2 અરજીઓ રદ થયા બાદ તેને જામીન મળી ચૂક્યા હતા.
ફરિયાદ પછી પ્રત્યુષાના મિત્રો, બિલ્ડિંગના પડોશીઓ અને સંબંધીઓ પાસેથી પૂછપરછ કરવામાં આવી. કામ્યા પંજાબીએ રાહુલ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો. જ્યારે પ્રત્યુષાના મુંબઈમાં રહેતા સંબંધીએ પોલીસ નિવેદનમાં જણાવ્યું કે, એકવાર પ્રત્યુષા તેમના ઘરે આવી હતી. તેના સાથળ પર ઊંડા ઘા હતા. જ્યારે તેમણે તે વિશે પૂછ્યું, ત્યારે પ્રત્યુષાએ કહ્યું કે, રાહુલ સાથેના ઝઘડામાં તેને આ ઈજા થઈ હતી. તેણે પ્રત્યુષાને પોતાના ઘરમાં રોકવા પ્રયાસ કર્યો, પરંતુ તે પાછી ફરી ગઈ. પ્રત્યુષાના જતા જ સંબંધીએ તેની જાણકારી તેના માતા-પિતાને પણ આપી.

પ્રત્યુષા જમશેદપુરની રહેવાસી હતી, તે 2010થી મુંબઈમાં રહેતી હતી.
પ્રત્યુષાના મિત્રોએ પોલીસ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, રાહુલ રાજની એક્સ ગર્લફ્રેન્ડ સલોની શર્મા પણ સતત પ્રત્યુષા સાથે મારપીટ કરતી હતી, જેનો પુરાવો તેની બિલ્ડિંગના સીસીટીવીમાં કેદ છે. મિત્રોના કહેવા મુજબ, સલોની અવારનવાર રાહુલની ગેરહાજરીમાં પ્રત્યુષાના ઘરે આવીને હોબાળો કરતી હતી. તે તેને ગાળો આપતી હતી અને તેને બરબાદ કરવાની ધમકી આપતી હતી. આ ઉપરાંત ઘણી વાર સલોનીએ પ્રત્યુષા સાથે મારપીટ પણ કરી હતી.

રાહુલ રાજ હવે તેની એક્સ ગર્લફ્રેન્ડ સલોની શર્મા સાથે લગ્ન કરી ચૂક્યો છે. તેને એક દીકરી પણ છે.
આત્મહત્યાના થોડા કલાકો અગાઉ પ્રત્યુષાએ મિત્ર પાસે મદદ માંગી હતી
પ્રત્યુષાની નજીકની મિત્ર અને રાહુલ રાજની રાખડી સિસ્ટર લીના દિયાસે પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રત્યુષાએ મૃત્યુના થોડા કલાકો પહેલાં મધ્યરાત્રિએ 3 વાગ્યે તેને રડતા રડતા ફોન કર્યો હતો. તેણે કહ્યું કે, ‘બધું ખોટું થઈ રહ્યું છે, તે બધું ઠીક કરવા માંગે છે.’ જ્યારે લીનાએ પૂછ્યું કે, ‘તે શેના વિશે વાત કરી રહી છે?’ ત્યારે પ્રત્યુષાએ જવાબ આપ્યો કે, ‘સલોની, રાહુલની ગેરહાજરીમાં મને ટોર્ચર કરે છે.’ પ્રત્યુષાએ રડતા રડતા કહ્યું, ‘હું આમાંથી બહાર નીકળવા માંગુ છું, હું બધું ઠીક કરવા માંગુ છું.’
લીનાએ તેને કહ્યું કે, તે આવતીકાલે સવારે તેને મળશે અને આ વિશે વાત કરશે. આવતીકાલે સવારે એટલે કે 1 એપ્રિલે, તેણે ઘરેથી નીકળતા પહેલા પ્રત્યુષાને ફોન કર્યો હતો. આ વખતે ફોન રાહુલ રાજે ઉપાડ્યો અને કહ્યું કે તેને આવવાની જરૂર નથી. તે ફરી પ્રત્યુષાને મળી નહીં અને થોડી જ વારમાં તેને પ્રત્યુષાના આપઘાતના સમાચાર મળ્યા.

પ્રેસ કોન્ફરન્સમાં વિકાસ ગુપ્તા સાથે પ્રત્યુષાની નજીકની મિત્ર લીના દિયાસ.
રાહુલના વકીલે કેસ છોડ્યો, કહ્યું- ‘મારાથી ઘણું બધું છુપાવવામાં આવ્યું હતું’
પ્રત્યુષા બેનર્જી ડેથ કેસની તપાસ ઝડપથી આગળ વધી રહી હતી, કેસ દેશભરમાં ચર્ચામાં હતો અને રાહુલ વિરુદ્ધ ઘણા લોકો નિવેદન આપી ચૂક્યા હતા. ત્યારે તેને નિર્દોષ ગણાવનારા તેના વકીલ નીરજ ગુપ્તાએ 7 એપ્રિલે અચાનક કેસ છોડી દીધો. તેણે મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે, ‘રાહુલે મારી પાસેથી ઘણી વાતો છુપાવી હતી અને હું માણસાઈના નાતે આ કેસ પોતે છોડી રહ્યો છું.’
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રાહુલે નીરજ ગુપ્તાના કેસ છોડવા પર કહ્યું, ‘અમને અમારી લીગલ ટીમ તરફથી જ સલાહ મળી હતી કે, તમે મીડિયા સામે જઈને વાત કરી શકતા નથી. શું ખબર કંઈ બોલી દેવાથી અમારે જ ભોગવવું પડે. હાઈકોર્ટમાં પહેલેથી જ કેસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અમે જોઈએ છીએ કે, લોયર નીરજ ગુપ્તાને ના પાડ્યા પછી પણ તેઓ મીડિયા સામે જાય છે અને બોલે છે કે રાહુલ નિર્દોષ છે વગેરે-વગેરે, પરંતુ થોડા દિવસો પછી તેનું ઊલટું કહે છે.’
‘નીરજ ગુપ્તા મારા વકીલ નહોતા. મેં તેમની સાથે કોઈ વકીલનામું સાઇન કર્યું નહોતું, તે ફક્ત મારા મિત્રના એક મિત્ર હતા, જે તે સમયે મને મદદ કરી રહ્યા હતા. હવે જ્યારે તેઓ મીડિયા પાસે ગયા, ત્યારે મારી માસી અને મારી સારી મિત્ર સાહિલા ચઢ્ઢા આ જોઈને ગુસ્સે થઈ ગયા અને તેમને ઠપકો આપ્યો. ઠપકો મળવાથી નીરજ ગુપ્તાના અહમને ઠેસ પહોંચી અને પછી તેમણે મીડિયા સામે જઈને બકવાસ કરી.’
હવે કેસ ઉકેલાવાને બદલે વધુ ગૂંચવાઈ ગયો. પોલીસ પાસે ઘણા પ્રશ્નો હતા…
પહેલો પ્રશ્ન- જો પ્રત્યુષા 15 એપ્રિલે લગ્ન કરવાની હતી, તો 1 એપ્રિલે આત્મહત્યા કેમ કરી?
બીજો પ્રશ્ન- જો પ્રત્યુષાએ લગ્ન ન કર્યા, તો મરતા પહેલા તેણે સિંદૂર કેમ લગાવ્યું?
ત્રીજો પ્રશ્ન- જો પ્રત્યુષાની આત્મહત્યાનું કારણ રાહુલ હતો, તો તેણે છેલ્લા કોલમાં માતા-પિતાને ગાળો કેમ આપી?
ચોથો પ્રશ્ન- આખરે સલોની શર્માએ પ્રત્યુષા સાથે મારપીટ કેમ કરી?
પ્રત્યુષા બેનર્જી ડેથ કેસમાં કાલે એટલે કે 6 ફેબ્રુઆરીએ જાણો આ બધા પ્રશ્નોના જવાબ કે, કેવી રીતે રાહુલના એક રેકોર્ડિંગથી પ્રત્યુષાના માતા-પિતા શંકાના ઘેરામાં આવી ગયા અને શા માટે કેસનું પરિણામ આજ સુધી આવ્યું નથી, ફક્ત દિવ્ય ભાસ્કર એપ પર.
પાર્ટ-2, મોત પહેલાં પ્રત્યુષા બેનર્જીએ કરાવ્યું અબોર્શન: લિવ-ઇન પાર્ટનરની એક્સે મારપીટની વાત સ્વીકારી, પોસ્ટમોર્ટમમાં શરીરમાં મળ્યો 100ml દારૂ

પ્રત્યુષા બેનર્જીના મિત્રોએ જે સલોની શર્મા પર તેની સાથે મારપીટનો આરોપ લગાવ્યો હતો, તેણે પોલીસ નિવેદનમાં કબૂલ્યું કે, તેણે એક્ટ્રેસને થપ્પડ મારી હતી, પરંતુ સાથે જ તેણે કહ્યું કે, તે અને રાહુલ રાજ એક સમયે રિલેશનશિપમાં હતાં, પરંતુ પ્રત્યુષાના કારણે રાહુલે તેને છોડી દીધી. આખી વાર્તા આવતીકાલે, પ્રત્યુષા મર્ડર કેસના પાર્ટ-2માં વાંચો.
(નોંધ: આ સમાચાર પ્રત્યુષાનો કેસ લડનાર પબ્લિક પ્રોસિક્યુટર, પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલ રાજના ઇન્ટરવ્યુ અને કેસના સંશોધનના આધારે લખવામાં આવ્યા છે.)
લેખક- ઇફત કુરેશી
રિપોર્ટર- વર્ષા રાય
……………………………………………….
ભાસ્કરની નવી સિરીઝ બોલિવૂડ ક્રાઈમ ફાઈલ્સની આ વાર્તાઓ પણ વાંચો-
ભાગ-1, કાસ્ટિંગ ડિરેક્ટર નીરજ ગ્રોવર હિરોઇનના ફલેટમાંથી ગુમ:એક્ટ્રેસે વાર્તા ઘડતાં પોલીસને શંકા જાગી; પૂછપરછમાં કહ્યું- બોયફ્રેન્ડે હત્યા કરી, લાશ સામે જ મારો રેપ કર્યો

મે 2008ની વાત છે
એે સમયની સૌથી પ્રખ્યાત ક્રાઈમ રિપોર્ટર જિજ્ઞા વોરા પાસે અમરનાથ ગ્રોવરનો ફોન આવ્યો. તેમણે ગભરાયેલા અવાજે કહ્યું, ‘જિજ્ઞાજી, હું અમરનાથ બોલું છું, મારું બાળક ગુમ થઈ ગયું છે, શું તમે આના પર સ્ટોરી કરશો?’
જિજ્ઞા જે મોટા-મોટા કેસની રિપોર્ટિંગ કરતી હતી તેમના માટે આ કોઈ મોટી વાત નહોતી. તેમણે જવાબ આપ્યો- ‘સર, આવાં ઘણાં બાળકો ગુમ થઈ જાય છે, પણ અમે બધા પર સ્ટોરી થોડી કરી શકીએ.’ સંપૂર્ણ સમાચાર વાંચો…
…………………………………..
પાર્ટ-2, ‘નીરજની હત્યા કરી, છરીના જોરે લાશ સામે મારો રેપ કર્યો’:બોયફ્રેન્ડથી હિરોઇનની બેવફાઈ સહન ન થઈ, કાસ્ટિંગ ડિરેક્ટરના 300 ટુકડા કરી જંગલમાં સળગાવ્યા

મારિયાના બિલ્ડિંગના ગાર્ડે પૂછપરછમાં જણાવ્યું હતું કે ‘મારિયા 7 મે 2008ની સાંજે કેટલીક ભારે બેગ્સ લઈ જતી દેખાઈ હતી, એ સમયે તેના બોયફ્રેન્ડ જેરોમ મેથ્યુ પણ સાથે હતો.’ જ્યારે પૂછપરછમાં જેરોમે કહ્યું હતું કે ‘તે મારિયાના બિલ્ડિંગમાં ગયો જ નહોતો.’
નીરજના ગુમ થયાનાં લગભગ 2 અઠવાડિયાં પછી કડકાઈ કરવા પર મારિયાએ કહ્યું હતું કે ‘નીરજની હત્યા થઈ ચૂકી છે. જેરોમે નીરજની હત્યા કરી, પછી તેણે લાશની સામે મારો રેપ કર્યો. આ પછી બંનેએ મળીને લાશના 300 ટુકડા કર્યાં અને તેને ઠેકાણે લગાવ્યો.’ સંપૂર્ણ સમાચાર વાંચો…
…………………………………………………………….
પાર્ટ-1, રાજેશ ખન્નાની હિરોઇન પરિવાર સાથે અચાનક ગુમ થઈ:એક વર્ષ પછી જમીનમાંથી મળ્યાં 6 હાડપિંજર, આતંકી બ્લાસ્ટને લીધે ખૂલ્યું કાળજું કંપાવનારું રહસ્ય

રાજેશ ખન્નાની ફિલ્મ ‘વફાઃ અ ડેડલી લવસ્ટોરી’ ફેમ એક્ટ્રેસ લૈલા ખાન પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા ઇગતપુરી ફાર્મહાઉસ ગઈ હતી, પરંતુ પછી અચાનક તે અને તેનો આખો પરિવાર ગુમ થઈ ગયો. એક વર્ષની શોધખોળ બાદ ખોદકામ થયું, તો તેમનાં હાડપિંજર બરાબર એે જ જગ્યાએ મળ્યાં, જ્યાંથી તેઓ ગુમ થયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…
ભાગ-2, લોખંડના સળિયાથી એક બાદ એક છનો આત્મા ખેંચી લીધો!:લૈલાના ત્રીજા પિતાએ જ આખા પરિવારને પતાવી હાથ લોહિયાળ કર્યા, સ્વિમિંગ પૂલમાં દફનાવ્યો રાઝ

લૈલા ખાન રજાઓ ગાળવા ફાર્મહાઉસ ગઈ અને અચાનક ગુમ થઈ ગઈ. તપાસમાં સામે આવ્યું કે માત્ર લૈલા જ નહીં, તેના પરિવારના અન્ય 6 લોકો પણ ગુમ છે. એક વર્ષ સુધી લૈલાના કોઈ સમાચાર મળ્યા નહીં અને પછી કાશ્મીરમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો, તે જગ્યાની નજીક જ લૈલાની માતાના નામે રજિસ્ટર્ડ કાર મળી. તપાસમાં એક્ટ્રેસ લૈલા ખાનના સાવકા પિતા પરવેઝ ટાકની ધરપકડ થઈ. પરવેઝ તપાસ ટીમને ફાર્મહાઉસ લઈ ગયો, જ્યાં એક પછી એક 6 હાડપિંજર મળી આવ્યા. તેમાં પરિવારના પાલતુ શ્વાનનું પણ હાડપિંજર હતું.
10 જુલાઈ 2012 ના રોજ પરવેઝ ટાકને સધર્ન મુંબઈ કિલા કોર્ટમાં રજૂ કરીને ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડી લીધી. મામલો ગંભીર હતો, તો તપાસ ટીમે સખ્તાઈ કરવામાં કચાસ રાખી નહીં. હાથ-પગ બાંધીને પરવેઝ ટાકને ખૂબ માર મારવામાં આવ્યો, જેના પછી તેની નિશાનદેહી પર ફાર્મહાઉસમાંથી હાડપિંજર કાઢવામાં આવ્યા. આ પહેલા જ તેણે ફેબ્રુઆરી 2011 ની રાતની આખી કહાણી કહી દીધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

