Bangladesh Election 2026 News: ઇવીએમ કે બેલેટ પેપર કયા માધ્યમથી કરાશે મતદાન, જાણો કેવી છે વ્યવસ્થા?
127 મિલિયન મતદાતા બેલેટ પેપરના માધ્યમથી પોતાના પ્રતિનિધિને ચૂંટશે. અને સંવૈધાનિક સુધારા પર રેફરેન્ડમમાં ભાગ લેશે.
ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી
આવામી લીગની અનુપસ્થિતિમાં બીએનપી અને 11-પાર્ટી ગઠબંધન મુખ્ય દાવેદાર છે. 12 ફેબ્રુઆરીના રોજ 300 બેઠક માટે હાથ ધરાનાર મતદાન માટે ચૂંટણી પ્રચાર મંગળવારે સવારે થંભી જશે. 12 ફેબ્રુઆરીના રોજ સવારે 7-30 કલાકે મતદાન શરુ થશે. અને સાંજે 4-30 કલાક સુધી ચાલશે. વોટીંગ મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વોટની ગણતરી 12 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યા બાદ શરુ થશે. અને 13 ફેબ્રુઆરીના રોજ સવારે સમાપ્ત થશે. બાદમાં સત્તાવાર પરિણામ જાહેર કરાશે.
કેવી રીતે થશે મતદાન ?
બાંગ્લાદેશમાં ચૂંટણીની સાથે સંવૈધાનિક સુધારા માટે જુલાઇના નેશનલ ચાર્ટર પર પણ રેફરેન્ડમ કરાશે. બાંગ્લાદેશમાં મતદાતાઓ વોટિંગ સમયે બે મત આપશે. એક પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે અને અન્ય એક સંવૈધાનિક સુધારાઓ પર સહમતિ અથવા અસહમતિ સાધવા માટેનું હશે. વોટિંગ પ્રક્રિયા ઇવીએમ દ્વારા નહી પણ બૈલેટ પેપરથી કરવામાં આવશે.
સંસદમાં કેટલી બેઠકો ?
વર્ષ 2018માં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમુક ક્ષેત્રમાં ઇવીએમનું ટ્રાયલ કરાયુ હતુ. પરંતુ તેના પર નેતાઓએ સહમતિ સાધી ન હતી. ચૂંટણી પંચે હવે સંપૂર્ણ ચૂંટણી બૈલેટ પેપરના માધ્યમથી કરવાનું નક્કી કર્યુ છે. બાંગ્લાદેશ સંસદમાં 350 બેઠક છે. જેમાં 300 સીધી ચૂંટાયેલી બેઠકો છે. અને 50 બેઠક મહિલાઓ માટે રિઝર્વ છે. સરકાર બનાવવા માટે કોઇ પાર્ટી અથવા ગઠબંધનને ચૂંટાયેલી બેઠકનું બહુમત હોય છે. સરકાર બનાવવાની શરૂઆતી લિમીટ પર અસર કરતુ નથી.
ચૂંટણી મેદાનમાં કેટલા ઉમેદવાર ?
ચૂંટણીમાં મુખ્ય આમનો સામનો તારિક રહેમાન સામે છે. તેમના નેતૃત્ત્વવાળી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે BNP અને નવા બનેલા 11-પાર્ટી ગઠબંધનની વચ્ચે ચૂંટણી જંગ છે. આ અલાયન્સને બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી અને નેશનલ સિટીઝન પાર્ટી લીડ કરી રહી છે. ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આવામી લીગ આ ચૂંટણીમાં ભાગ લેશે નહીં.
આ પણ વાંચોઃ Lifestyle: આ ખોરાક ખાવાથી થઇ શકે છે અપચનની સમસ્યા, કેવી રીતે કરશો નિવારણ?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

