Bangladesh New Cabinet News: બાંગ્લાદેશના મહિલા વિદેશ મંત્રી શમા ઓબૈદના નામની કેમ થઇ રહી છે ચર્ચા?

Last Updated: February 17, 2026By

શમા ઓબૈદ સામે 18 કેસ દાખલ કરાયા હતા. હવે તારિક રહેમાનની સત્તામાં તેમને વિદેશ મંત્રાલયમાં સ્થાન મળ્યુ છે.

બાંગ્લાદેશનું વિદેશ મંત્રાલય મહત્વપૂર્ણ

બાંગ્લાદેશમાં ચૂંટણી પરિણામોના ચાર દિવસ પછી તારિક રહેમાન સરકારની રચના થઈ છે. કુલ 49 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ ચર્ચા વિદેશ મંત્રી ખલીલુર રહેમાન અને વિદેશ રાજ્યમંત્રી શમા ઓબૈદની છે. ખલીલુર રહેમાને યુનુસની વચગાળાની સરકારમાં સંરક્ષણ અને ગૃહ બાબતોના સલાહકાર તરીકે સેવા આપી હતી. શમા ઓબૈદને પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખવામાં આવે છે.

વિદેશ સાથે સંબંધો સુધારવાના પ્રસાય

બાંગ્લાદેશનું વિદેશ મંત્રાલય મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે બાંગ્લાદેશ ભારત, ચીન, મ્યાનમાર અને પાકિસ્તાન જેવા દેશો વચ્ચે સેન્ડવીચ કરેલું છે. સત્તામાં આવ્યા પછી, તારિક રહેમાને બધા દેશો સાથે સંબંધો સુધારવાની પ્રતિજ્ઞા લીધી છે.

શમા ઓબૈદ ઇસ્લામ કોણ છે ?

શમા ઓબૈદ બીએનપીના ભૂતપૂર્વ મહાસચિવ કે.એમ.ઓબેદુર રહેમાનની પુત્રી છે. રહેમાનના મૃત્યુ પછી ઓબેદે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 2008માં પણ ચૂંટણી લડી હતી. પરંતુ હારી ગઈ હતી. જ્યારે બીએનપી સત્તાથી બહાર હતી. ત્યારે તેમણે યુએસ નાગરિકતા મેળવી હતી. જ્યારે શેખ હસીનાના શાસનમાં મીડિયા પર નિયંત્રણ વધ્યું, ત્યારે તેમણે વરિષ્ઠ બીએનપી નેતાઓના વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કર્યું. તેઓ બીએનપી વિદેશ બાબતો સમિતિના સભ્ય છે. આ વખતે, બીએનપીએ તેમને ફરીદપુર-2 મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા હતા.

શમા ઓબૈદની કુલ સંપત્તિ કેટલી ?

ચૂંટણી પંચ અનુસાર, શમા ઓબૈદની કુલ સંપત્તિ 4.6 મિલિયન ટકા હોવાનો અંદાજ છે. તેમના પિતા, ઓબેદુર રહેમાન, ખાલિદા ઝિયાના નજીકના સહયોગી હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા, શમા રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સામેલ હતી. શેખ હસીનાની સરકાર દરમિયાન, તેમની સામે 18 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ચાર વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો હતો. હાલમાં, તેમની સામેના 17 કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે અથવા રદ કરવામાં આવ્યા છે. શમા સામેનો માત્ર એક હત્યાનો કેસ બાંગ્લાદેશી કોર્ટમાં પેન્ડિંગ છે.

આ પણ વાંચોઃ Iran America Conflict News: ડોનાલ્ડ ટ્રમ્પની દબાણપૂર્વકની નીતિ સામે અલી ખામનેઈએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ?