Bank Holidays October 2026 List; RBI Declares 16 Days Bank Closures
નવી દિલ્હી5 કલાક પેહલા
- કૉપી લિંક
આગામી મહિને એટલે કે ઓક્ટોબરમાં દેશની સરકારી અને પ્રાઈવેટ બેંકો અલગ-અલગ શહેરોમાં કુલ 16 દિવસ બંધ રહેશે. તેમાં 4 રવિવાર અને 2 શનિવારની રજાઓ પણ સામેલ છે. RBIએ ઓક્ટોબર મહિના માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે.
અલગ-અલગ રાજ્યો અને સ્થાનિક તહેવારોના આધારે બેંકોની રજાઓ નક્કી થાય છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. જો તમારે પણ ઓક્ટોબર મહિનામાં બેંકમાં જઈને કોઈ કામ પતાવવાનું હોય, તો બેંક ચાલુ હોય ત્યારે પતાવી લેજો.
ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે
બ્રાન્ચ બંધ રહેવા છતાં ગ્રાહકો પોતાના બેંકિંગ કામ ઓનલાઇન પૂર્ણ કરી શકશે. ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI, ATM, NEFT અને RTGS જેવી સેવાઓ દરરોજ 24 કલાક ચાલુ રહે છે.
NEFT અને RTGS વચ્ચે શું તફાવત છે?
- નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT): આના દ્વારા તમે કોઈપણ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તેમાં પૈસા બેચમાં એટલે કે દર અડધા કલાકે પ્રોસેસ થાય છે. રજાઓમાં પણ આ સેવા 24×7 ચાલુ રહે છે.
- રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS): તેનો ઉપયોગ મોટી રકમ એટલે કે ઓછામાં ઓછા ₹2 લાખ મોકલવા માટે થાય છે. તેમાં પૈસા તરત એટલે કે રિયલ ટાઇમમાં ટ્રાન્સફર થાય છે. આ સેવા પણ 24×7 ચાલુ રહે છે.
આ સમાચાર પણ વાંચો…
જૉઇન્ટ હોમ લોનથી વધશે તમારી લોન લિમિટ: બંનેને મળશે ટેક્સ બેનિફિટ; પરંતુ હપ્તો બાઉન્સ થયો તો બંનેનો સિબિલ સ્કોર ઘટશે

લોન લઈને પહેલું ઘર ખરીદવું એક મોટો નિર્ણય છે, કારણ કે તેમાં લાંબા સમય સુધી દર મહિને EMI ચૂકવવાની મોટી જવાબદારી હોય છે. આ જ કારણ છે કે ઘણા લોકો ‘જૉઇન્ટ હોમ લોન’ લેવાનું પસંદ કરે છે. જો તમે પણ તમારા પાર્ટનર સાથે જૉઇન્ટ હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તેની સાથે જોડાયેલી પાત્રતા, ટેક્સમાં છૂટ, ફાયદા અને સાવચેતીઓને સરળ શબ્દોમાં સમજો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



