Bank Rules For Minimum Balance: બેંકમાં મિનિમમ બેલેન્સ રાખવા માટેના ક્યા છે નિયમો, બેંકો કેટલી લઇ શકે છે પેનલ્ટી ?
બેંકમાં ખાતું ખોલાવતી વખતે આપણે ઘણીવાર ‘મિનિમમ બેલેન્સ’ શબ્દ સાંભળીએ છીએ. આનો અર્થ એ છે કે તમારા ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ (Monthly Average Balance – MAB) ચોક્કસ મર્યાદાથી નીચે ન જવું જોઈએ.આવો જાણીએ તેના નિયમો અને પેનલ્ટીની સંપૂર્ણ સમજૂતી.
ચાર્જ કેટલો હોઈ શકે?
પેનલ્ટીની રકમ બેંક અને તમારા રહેઠાણના વિસ્તાર (શહેર કે ગામડું) પર આધાર રાખે છે.
મેટ્રો શહેરો: ₹200 થી ₹600 + GST (સામાન્ય રીતે મર્યાદા ₹5000 થી ₹10,000 હોય છે).
અર્ધ-શહેરી વિસ્તારો: ₹100 થી ₹300 + GST (મર્યાદા ₹2000 થી ₹5000).
ગ્રામીણ વિસ્તારો: ₹50 થી ₹200 + GST (મર્યાદા ₹500 થી ₹ 1000).
RBI ના મહત્વના નિયમો જે તમારે જાણવા જોઈએ
ઘણીવાર બેંકો મનસ્વી રીતે ચાર્જ વસૂલતી હોય તેવું લાગે છે, પરંતુ RBI એ આ માટે કડક માર્ગદર્શિકા આપી છે.
સૂચના આપવી ફરજિયાત: જો તમારું બેલેન્સ મર્યાદાથી નીચે જાય, તો બેંકે તમને SMS, ઈમેલ અથવા પત્ર દ્વારા જાણ કરવી પડે છે. તમને બેલેન્સ સુધારવા માટે એક મહિનાનો સમય આપવો પડે છે.
ખાતું નેગેટિવ ન થઈ શકે: ન્યૂનતમ બેલેન્સ ન જાળવવા બદલ બેંક તમારા ખાતાનું બેલેન્સ ‘નેગેટિવ’ (- રૂ.) કરી શકતી નથી. તેઓ માત્ર ત્યાં સુધી જ ચાર્જ કાપી શકે છે જ્યાં સુધી ખાતામાં પૈસા હોય.
ચાર્જની મર્યાદા: પેનલ્ટીની રકમ બેલેન્સમાં જેટલો ઘટાડો થયો હોય તેના પ્રમાણમાં જ હોવી જોઈએ.
કયા ખાતામાં ચાર્જ નથી લાગતો?
જો તમે મિનિમમ બેલેન્સની ઝંઝટમાંથી મુક્તિ માંગતા હોવ, તો નીચેના વિકલ્પો વિચારી શકાય.
BSBDA ખાતું: બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટમાં કોઈ ન્યૂનતમ બેલેન્સની જરૂર નથી.
જન ધન ખાતું: પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળના ખાતા ઝીરો બેલેન્સ હોય છે.
સેલરી એકાઉન્ટ: જ્યાં સુધી તમારા ખાતામાં પગાર જમા થાય છે, ત્યાં સુધી તે ઝીરો બેલેન્સ રહે છે.
પેનલ્ટીથી બચવા માટેની ખાસ ટિપ્સ:
1. ઓટો-પેમેન્ટ્સ તપાસો: ઘણીવાર ઓટોમેટિક કપાયેલા બિલ કે EMI ને કારણે બેલેન્સ ઘટી જાય છે, તેનું ધ્યાન રાખવું.
2. વધારાના ખાતા બંધ કરો: જો તમારી પાસે એવા ખાતા હોય જેનો તમે ઉપયોગ નથી કરતા, તો તેને બંધ કરી દેવા હિતાવહ છે.
3. સ્વીપ-ઈન સુવિધા: તમારી બેંકમાં સ્વીપ-ઈન એફડી (FD) કરાવો જેથી જરૂર પડે ત્યારે એફડીમાંથી પૈસા ખાતામાં આવી જાય અને બેલેન્સ જળવાઈ રહે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

