Batwara 1947 Promotion Ahmedabad; Sunny Deol, Karan Deol & Rajkumar Santoshi
12 મિનિટ પેહલા
- કૉપી લિંક
આમિર ખાન પ્રોડક્શન્સ અને ડિરેક્ટર રાજકુમાર સંતોષીની આગામી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘બટવારા 1947’ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલાં તેની ટીમ પ્રમોશન માટે અમદાવાદ આવશે. જેમાં સની દેઓલ, કરણ દેઓલ અને ડિરેક્ટર રાજકુમાર સંતોષી હાજર હશે.
હાલમાં જ 28 જુલાઈના રોજ રિલીઝ થયેલા આ ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ભારત અને પાકિસ્તાનના ભાગલાના દર્દનાક સમયગાળા પર આધારિત આ ફિલ્મ પ્રેમ, ત્યાગ અને હિંમતની ભાવનાત્મક વાર્તા રજૂ કરે છે.

‘બટવારા 1947’માં પ્રીટિ ઝિન્ટા, અલી ફઝલ અને શબાના આઝમી પણ મુખ્ય ભૂમિકામાં છે.


લગભગ 30 વર્ષ બાદ ડિરેક્ટર રાજકુમાર સંતોષી અને સની દેઓલની જોડી ફરી એકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત એ. આર. રહેમાને આપ્યું છે અને ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે. આમિર ખાન અને અપર્ણા પુરોહિત દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


