Best Bank Fixed Deposit Interest Rates 2026
14 મિનિટ પેહલા
- કૉપી લિંક
નિવૃત્તિ પછી જે લોકોને પોતાની કમાણીનું સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવું હોય તેમના માટે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ એક સારો અને લોકપ્રિય વિકલ્પ છે. સિનિયર સિટિઝન્સને સામાન્ય ગ્રાહકોની સરખામણીમાં વધારાનું વ્યાજ પણ મળે છે. જોકે, બેંક અને FDની મુદત અનુસાર દરો અલગ-અલગ હોઈ શકે છે.
સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં 8.50% સુધીનું વ્યાજ
સૌથી વધુ વ્યાજ આપતી બેંકોમાં સ્મોલ ફાઇનાન્સ બેંકો સૌથી આગળ છે. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સિનિયર સિટિઝન્સને 8.50% સુધીનું વ્યાજ આપી રહી છે.

પ્રાઈવેટ બેંકોમાં કેટલું વ્યાજ?
પ્રાઈવેટ બેંકોમાં DCB બેંક સિનિયર સિટિઝન્સને મહત્તમ 8% સુધીનું વ્યાજ આપી રહી છે. બંધન બેંકમાં આ દર 7.95% છે, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક અને યસ બેંકમાં 7.75% સુધીનું વ્યાજ મળી રહ્યું છે.
આ ઉપરાંત IDFC ફર્સ્ટ બેંક 7.35%, કોટક મહિન્દ્રા બેંક 7.15% અને HDFC બેંક તથા ICICI બેંક 7.10% સુધીનું વ્યાજ આપી રહી છે.
જો સરકારી બેંકોની વાત કરીએ તો બેંક ઓફ ઈન્ડિયાનો મહત્તમ વ્યાજ દર 7.45% છે. બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 7.25% સુધી વ્યાજ આપી રહી છે. ઇન્ડિયન બેંકમાં દર 7.15% છે, જ્યારે કેનેરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને પંજાબ નેશનલ બેંકમાં દર 7.10% સુધી છે. SBI અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં મહત્તમ વ્યાજ 7.05% સુધી છે.

વિદેશી બેંકોના વ્યાજદરો
વિદેશી બેંકોમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક 7.10% સુધી અને Deutsche બેંક 7% સુધીનું વ્યાજ આપી રહ્યા છે. જ્યારે HSBC બેંકમાં મહત્તમ દર 6% છે.
બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરતી વખતે FDની અવધિ જોવી પણ ખૂબ જ જરૂરી છે. માત્ર વ્યાજદર જોઈને FD કરવી યોગ્ય નથી. સિનિયર સિટિઝન્સે એ પણ જોવું જોઈએ કે પૈસા કેટલા સમય માટે લોક થશે. જો નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂર પડી શકે છે, તો ખૂબ લાંબી અવધિની ફિક્સ્ડ ડિપોઝિટ ટાળવી વધુ સારું હોઈ શકે છે.
—————————
આ સમચાર પણ વાંચો:
સોનાના ભાવ વધે તે પહેલાં સસ્તા ભાવે ખરીદી લેજો!:તહેવારો અને લગ્નની સિઝનમાં કિંમત વધશે, ICICI બેંકના રિસર્ચ રિપોર્ટમાં અનુમાન

સોનાની કિંમત અંગે ICICI બેંકે મોટો અંદાજ જાહેર કર્યો છે. બેંકના એક રિસર્ચ અહેવાલ અનુસાર 2027ના પ્રથમ છમાસિક ગાળામાં સોનાની કિંમત 4,600થી 5,000 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં પહોંચી શકે છે. જ્યારે 2026ના બાકીના સમયગાળામાં સોનું 4,200થી 4,600 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં રહેવાનો અંદાજ છે.
ICICI બેંકે પોતાના રિસર્ચ અહેવાલમાં જણાવ્યું છે કે 2027ના પ્રથમ છમાસિક ગાળામાં સોનાની કિંમત 4,600થી 5,000 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. બેંક અનુસાર 2026ના બાકીના સમયગાળામાં સોનું 4,200થી 4,600 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં રહી શકે છે. 2027ના પ્રથમ છમાસિક ગાળામાં તેમાં સામાન્ય તેજીનું વલણ રહી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



