Black Sesame:શિયાળામાં કાળા તલ કેમ ખાવા જોઇએ? જાણી લો આ ફાયદા

Last Updated: January 17, 2026By

શિયાળાની સીઝન ચાલી રહી છે. આ સમયે વસાણા જેવા કે ગુંદર પાક, મેથી, અડદિયો વગેરે ખાવામાં આવે છે. વળી તલ અને ગોળની ચિક્કી તથા લાડુ બનાવવામાં આવે છે. આવી  અનેક ચીજો છે જેનું શિયાળામાં સેવન કરી લેવાથી શરીરને અનેક બીમારીઓમાં લાભ મળે છે. શરીરને ગરમાવો મળે છે તેમજ  સ્કીન અને વાળને પણ ફાયદો થાય છે.

શિયાળામાં  ગુંદર, કાળા તલ, સફેદ તલ અને ખજૂરનું સેવન તથા સૂંઠ અને ગંઠોડાનું સેવન અનેક રીતે ફાયદારૂપ માનવામાં આવે છે. ત્યારે આજે જાણીએ કે કાળા તલ ખાવાથી શરીરને શું ફાયદો થશે. 

વાળ સફેદ થતા અટકાવે

જો તમે રોજ કાળા તલ ખાઓ છો તો તમને વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. અકાળે સફેદ વાળને ટાળવા માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

કબજિયાત નહી રહે

જો તમને પેટ સંબંધિત સમસ્યા હોય અથવા કબજિયાતની સમસ્યા હોય તો તમારે કાળા તલનું સેવન કરવું જોઈએ.

પેટની તકલીફ દૂર થશે

પેટમાંથી કૃમિ દૂર કરવામાં અને પાચન સુધારવામાં ખૂબ જ મદદરૂપ છે. તેનાથી તમારું પેટ સાફ રહેશે અને વારંવાર પેટ ખરાબ થવાની સમસ્યા પણ દૂર થઈ જશે.

બીપી આવશે કંટ્રોલમાં

બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. કાળા તલમાં મેગ્નેશિયમ મોટી માત્રામાં જોવા મળે છે.

હાડકાં બને છે મજબૂત 

હાડકાંને મજબૂત કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કાળા તલમાં કેલ્શિયમ અને ઝિંક મળી આવે છે જે શરીરને મજબૂત બનાવવામાં ફાયદાકારક છે.
વધુ વાંચો- BMC Election Results: મારુ ઘર તોડનારાને જનતાને પાઠ ભણાવ્યો, ઉદ્ધવ ઠાકરેની હાર પર બોલી કંગના રનોત