Border 2 Box Office Collection Day 10: Surpasses Pathaan, KGF 2
1 કલાક પેહલા
- કૉપી લિંક
સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર 2’ને રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે. સૈકનિલ્ક અનુસાર, ફિલ્મે 10મા દિવસે એટલે કે તેના બીજા રવિવારે ભારતીય બોક્સ ઓફિસ પર 22.50 કરોડ રૂપિયાની કમાણી કરી. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 275.25 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે, ફિલ્મે વર્લ્ડવાઈડ 372 કરોડ કમાયા.
ફિલ્મની કમાણી પર એક નજર…
- પહેલો દિવસ- 30 કરોડ
- બીજો દિવસ- 36.5 કરોડ
- ત્રીજો દિવસ- 54.5 કરોડ
- ચોથો દિવસ- 59 કરોડ
- પાંચમો દિવસ- 20 કરોડ
- છઠ્ઠો દિવસ- 13 કરોડ
- સાતમો દિવસ- 11.25 કરોડ
- આઠમો દિવસ- 10.75 કરોડ
- નવમો દિવસ- 17.75 કરોડ
- દસમો દિવસ- 22.50 કરોડ
- કુલ કમાણી- 275.25 કરોડ
સની દેઓલે સફળતાની ઉજવણી કરી
ફિલ્મના શાનદાર સફળતાની સની દેઓલે ઉજવણી કરી. સનીએ હિમાચલ પ્રદેશના મનાલીની એક હોટલમાં પોતાની ટીમ સાથે કેક કાપી. ઉજવણી દરમિયાન સની ખૂબ ખુશ દેખાયા. કેક પર ‘બધાઈ હો બોર્ડર 2’ લખેલું હતું.

ફિલ્મ બોર્ડર 2, 1997ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ છે. ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મનું નિર્દેશન અનુરાગ સિંહે કર્યું છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તાએ પ્રોડ્યુસ કરી છે.
‘પઠાણ’ અને ‘KGF 2’ને પાછળ છોડી
‘બોર્ડર 2’ કમાણીના મામલે સતત રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મે ‘પઠાણ’ અને ‘KGF 2’ને પાછળ છોડી દીધા છે. 25 જાન્યુઆરી 2023માં રિલીઝ થયેલી પઠાણે 10મા દિવસે હિન્દી, તમિલ અને તેલુગુમાં કુલ મળીને 14 કરોડ રૂપિયા કમાયા હતા. જ્યારે હિન્દીમાં 13.5 કરોડ રૂપિયાનું જ કલેક્શન કર્યું હતું. જ્યારે યશની ‘KGF 2’ એ પણ 10મા દિવસે હિન્દીમાં માત્ર 18.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

