Border 2 Success Party Update; Sunny Deol Varun Dhawan Celebrate Film Hit

Last Updated: February 12, 2026By

58 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ફિલ્મ ‘બોર્ડર 2’ની શાનદાર સફળતા પછી આજે તેની ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આખી સ્ટારકાસ્ટ અને મેકર્સે ફિલ્મની સફળતાની ઉજવણી કરી. પાર્ટીમાં ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા નામો હાજર રહ્યા હતા.

‘બોર્ડર 2’માં સની દેઓલે લેફ્ટનન્ટ કર્નલ ફતેહ સિંહ કલેરની ભૂમિકા ભજવી છે.

‘બોર્ડર 2’માં સની દેઓલે લેફ્ટનન્ટ કર્નલ ફતેહ સિંહ કલેરની ભૂમિકા ભજવી છે.

સની દેઓલે દર્શકોનો આભાર માન્યો

લીડ એક્ટર્સે મીડિયા સાથેની વાતચીતમાં દર્શકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ સફળતા દેશભક્તિની ભાવના અને દર્શકોના પ્રેમની જીત છે. સની દેઓલે કહ્યું, ‘જનતા તમારી ફિલ્મ જુએ છે, બાકીના લોકો તમારા વિશે ઘણું બધું બોલશે, કારણ કે તેમને કોઈના વિશે સારું બોલવું ગમતું નથી.’ જ્યારે પ્રોડ્યુસર ભૂષણ કુમારે ફિલ્મને ઓર્ગેનિક હિટ ગણાવી.

સક્સેસ પાર્ટીમાં સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતા.

સક્સેસ પાર્ટીમાં સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતા.

આહાન શેટ્ટીએ લેફ્ટનન્ટ કમાન્ડર એમ.એસ. રાવતનું પાત્ર ભજવ્યું છે.

આહાન શેટ્ટીએ લેફ્ટનન્ટ કમાન્ડર એમ.એસ. રાવતનું પાત્ર ભજવ્યું છે.

વરુણ ધવને મેજર હોશિયાર સિંહ દહિયાનું પાત્ર ભજવ્યું છે.

વરુણ ધવને મેજર હોશિયાર સિંહ દહિયાનું પાત્ર ભજવ્યું છે.

ફિલ્મની સ્ટારકાસ્ટે સાથે પોઝ આપ્યા હતા.

ફિલ્મની સ્ટારકાસ્ટે સાથે પોઝ આપ્યા હતા.

સક્સેસ પાર્ટીમાં ફિલ્મના યાદગાર ડાયલોગ્સ અને ગીતો પર જશ્નનો માહોલ છવાયો હતો. આખી ટીમે કેક કાપીને સફળતાની ઉજવણી કરી અને એકબીજાને અભિનંદન આપ્યા.

'બોર્ડર 2'ના પ્રોડ્યુસર ભૂષણ કુમાર સ્ટારકાસ્ટને ગળે મળ્યા હતા.

‘બોર્ડર 2’ના પ્રોડ્યુસર ભૂષણ કુમાર સ્ટારકાસ્ટને ગળે મળ્યા હતા.

નોંધનીય છે કે, ‘બોર્ડર 2’ ને દેશભક્તિ સાથે જોડાયેલી દમદાર વાર્તા અને ભાવનાત્મક અપીલ માટે દર્શકો તરફથી પ્રશંસા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મને લઈને સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી રહી છે.