Border 2 Team Tribute Indian Navy; Sunny Deol Varun Dhawan at INS Vikrant

Last Updated: January 16, 2026By

19 કલાક પેહલા

  • કૉપી લિંક

ફિલ્મ ‘બોર્ડર 2’ની ટીમે બુધવારે કર્ણાટકના કારવાર નેવલ બેઝ પર INS વિક્રાંત સામે ભારતીય નૌકાદળના અધિકારીઓ અને નાવિકોને ખાસ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી.

આ દરમિયાન સિનેમા, સંગીત અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. ફિલ્મની ટીમે નૌકાદળના જવાનો સાથે સમય વિતાવ્યો અને તેમના યોગદાનને સલામ કર્યું.

નૌકાદળ માટે ખાસ મ્યુઝિકલ પરફોર્મન્સ રજૂ કરાયું

કાર્યક્રમમાં સની દેઓલ, અહાન શેટ્ટી, વરુણ ધવન, સોનમ બાજવા, વિશાલ મિશ્રા, સોનુ નિગમ, અનુ મલિક અને મનોજ મુન્તશિર સહિત ફિલ્મ ‘બોર્ડર 2’ની ટીમના ઘણા સભ્યો હાજર રહ્યા.

કાર્યક્રમ દરમિયાન ફિલ્મ સાથે સંબંધિત એક ખાસ લાઇવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું, જે ખાસ કરીને ભારતીય નૌકાદળના અધિકારીઓ અને નાવિકો માટે તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તુતિએ ત્યાં હાજર તમામ લોકોને ભાવુક કરી દીધા અને વાતાવરણ ગર્વ અને સન્માનથી ભરાઈ ગયું.

સની દેઓલ સહિત 'બોર્ડર 2'ની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી.

સની દેઓલ સહિત ‘બોર્ડર 2’ની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી.

ઇવેન્ટમાં સિંગર સોનુ નિગમે મ્યુઝિકલ પરફોર્મન્સ આપ્યું.

ઇવેન્ટમાં સિંગર સોનુ નિગમે મ્યુઝિકલ પરફોર્મન્સ આપ્યું.

વિશાલ મિશ્રા અને અનુ મલિકે પણ સ્ટેજ પર પરફોર્મ કર્યું.

વિશાલ મિશ્રા અને અનુ મલિકે પણ સ્ટેજ પર પરફોર્મ કર્યું.

સની દેઓલે નેવી ઓફિસરો સાથે સેલ્ફી પોસ્ટ કરી

એક્ટર સની દેઓલે બુધવારે INS વિક્રાંત પર ભારતીય નૌકાદળના અધિકારીઓ સાથે ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી પોસ્ટ કરી.

તસવીરમાં એક્ટર લીલા શર્ટ, ઘેરા લીલા રંગની પેન્ટ અને કાળી પાઘડી પહેરીને, સમુદ્ર સામે ઊભો હતો. ફોટો શેર કરતા તેણે લખ્યું, ‘હિન્દુસ્તાન મેરી જાન, મેરી આન, મેરી શાન હિન્દુસ્તાન. ગર્વ. સન્માન. બહાદુરી!’

સની દેઓલે નૌસેનાના અધિકારીઓ સાથેનો ફોટો શેર કર્યો.

સની દેઓલે નૌસેનાના અધિકારીઓ સાથેનો ફોટો શેર કર્યો.

23 જાન્યુઆરીએ રિલીઝ થશે ‘બોર્ડર 2’

અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી ‘બોર્ડર 2’માં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ, અહાન શેટ્ટી, મોના સિંહ, મેધા રાણા, સોનમ બાજવા અને અન્યા સિંહ છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

આ ફિલ્મ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે અને જેપી દત્તાની જેપી ફિલ્મ્સના સહયોગથી બની છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તાએ પ્રોડ્યુસ કરી છે.