Brazil Football Team Training Camp in Dhaka Ahead of Kolkata Match
20 કલાક પેહલા
- કૉપી લિંક
બ્રાઝિલની ફૂટબોલ ટીમ 3 ઓક્ટોબરે ભારત સામેની મેચ પહેલાં બાંગ્લાદેશના ઢાકામાં ટ્રેનિંગ કેમ્પ લગાવવા પર વિચાર કરી રહી છે.
બ્રાઝિલ ફૂટબોલ કન્ફેડરેશન (CBF)ના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળે 23 ઓગસ્ટે ઢાકાની મુલાકાત લીધી. ટીમે નેશનલ સ્ટેડિયમ, બશુન્ધરા કિંગ્સ એરેના અને ઘણી હોટલોનું નિરીક્ષણ કર્યું.
બાંગ્લાદેશ ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ તબિથ અવલે જણાવ્યું કે બ્રાઝિલ સાથે ઢાકામાં ટ્રેનિંગ કરવા અને બાંગ્લાદેશ સામે ફ્રેન્ડલી મેચ રમવા સહિતના તમામ વિકલ્પો પર વાત થઈ છે. જોકે, હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
બ્રાઝિલ 25 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે ટાઉન્સવિલેમાં અને 29 સપ્ટેમ્બરે બ્રિસ્બેનમાં મેચ રમશે. આ પછી ટીમ ભારત આવશે.

કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાવાની છે.
ઢાકાની પીચ બ્રાઝિલને યોગ્ય લાગી
બાંગ્લાદેશ ફૂટબોલ ફેડરેશન અનુસાર, બ્રાઝિલના પ્રતિનિધિમંડળે નેશનલ સ્ટેડિયમ અને બશુન્ધરા કિંગ્સ એરેનાની પીચને ટીમ માટે યોગ્ય ગણાવી. જોકે, ડ્રેસિંગ રૂમ, ટેકનિકલ સ્ટાફ માટેની જગ્યા અને એન્ટ્રી-એક્ઝિટ પર સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
ઢાકામાં બ્રાઝિલ અને બાંગ્લાદેશ વચ્ચે 5 કે 6 ઓક્ટોબરે ફ્રેન્ડલી મેચની પણ ચર્ચા થઈ છે. જોકે, બાંગ્લાદેશની ટીમ 24 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ઇન્ડોનેશિયામાં FIFA એશિયન કપમાં રમશે.

બાંગ્લાદેશનું બશુન્ધરા કિંગ્સ એરેના સ્ટેડિયમ.
સોલ્ટ લેકની પીચ પર બ્રાઝિલે ચિંતા વ્યક્ત કરી
ભારત-બ્રાઝિલ મુકાબલો 3 ઓક્ટોબરે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં થશે. આ બ્રાઝિલની ભારતમાં પહેલી મેચ હશે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને 30 જુલાઈએ તેની જાહેરાત કરી હતી.
મેચ પહેલા CBFના પાંચ સભ્યોના દળે કોલકાતાનું પણ નિરીક્ષણ કર્યું. પ્રતિનિધિમંડળે સ્ટેડિયમ, ટ્રેનિંગ ગ્રાઉન્ડ, પીચ, ડ્રેસિંગ રૂમ, હોટેલ અને સુરક્ષા વ્યવસ્થા જોઈ. રિપોર્ટ્સ અનુસાર, મેદાનની ઘાસની સ્થિતિ અને કેટલીક જગ્યાએ ટર્ફને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બ્રાઝિલે પીચ અને ટ્રેનિંગ ગ્રાઉન્ડના ઘાસમાં સુધારાની જરૂરિયાત જણાવી છે.
AIFFએ આ પોસ્ટથી મેચની જાહેરાત કરી હતી…

બ્રાઝિલની મેચ પર ભૂટિયાએ ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા
ભારત-બ્રાઝિલ મુકાબલાને લઈને પૂર્વ ભારતીય કેપ્ટન બાઈચુંગ ભૂટિયાએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે બ્રાઝિલને કોલકાતા બોલાવવા પર લગભગ 50થી 70 કરોડ રૂપિયા ખર્ચ થવાના રિપોર્ટ પર વાંધો ઉઠાવ્યો. તેમનું કહેવું છે કે આટલી રકમ બંગાળના ડોમેસ્ટિક ફૂટબોલ અને ગ્રાસરૂટ ડેવલપમેન્ટ પર ખર્ચ કરી શકાઈ હોત.
ભૂટિયાએ ભારતના FIFA એશિયન કપ 2026માંથી હટવાના વિરોધમાં ચાહકોને બ્રાઝિલ સામે થનારી મેચના બહિષ્કારની અપીલ પણ કરી છે.
બ્રાઝિલ પછી કેપ વર્ડે સામે પણ ટકરાઈ શકે છે ભારત
ભારત માટે ઓક્ટોબરની ઇન્ટરનેશનલ વિન્ડો વધુ વ્યસ્ત બની શકે છે. AIFF કેપ વર્ડે સામે 6 ઓક્ટોબરે ફ્રેન્ડલી મેચ કરાવવા માટે વાતચીત કરી રહ્યું છે. મુકાબલો કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ અથવા કોચીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં થઈ શકે છે. જોકે, આ મેચની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અગાઉના અહેવાલોમાં કેપ વર્ડે સામેની મેચ માટે 30 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર વચ્ચેની તારીખો પર ચર્ચા કરવામાં આવી રહી હતી. હવે 6 ઓક્ટોબરની તારીખ સામે આવી છે. AIFFએ કેપ વર્ડે ફૂટબોલ ફેડરેશનનો સંપર્ક કર્યો છે અને વાતચીત આગળ વધી રહી હોવાનું સામે આવ્યું છે.

કેપ વર્ડેએ ફૂટબોલ વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઑફ 32માં સ્થાન બનાવ્યું હતું.
વર્લ્ડ કપમાં કેપ વર્ડેએ ચોંકાવ્યા હતા
કેપ વર્ડેએ 2026 FIFA વર્લ્ડ કપમાં પહેલીવાર ભાગ લીધો હતો અને તેના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત કર્યા હતા. ટીમે ગ્રુપ સ્ટેજમાં સ્પેનને 0-0થી ડ્રો પર રોક્યું હતું. ઉરુગ્વે સામે 2-2 અને સાઉદી અરેબિયા સામે 0-0થી ડ્રો રમીને ટીમ નોકઆઉટમાં પહોંચી હતી. રાઉન્ડ ઑફ 32ની મેચમાં તેને આર્જેન્ટિનાએ એક્સ્ટ્રા ટાઇમમાં 3-2થી હરાવ્યું હતું.
સપ્ટેમ્બરમાં પનામા સામે પણ મુકાબલો
ભારત સપ્ટેમ્બરમાં પનામા સામે પણ FIFA ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી રમવાની તૈયારીમાં છે. AIFFએ પનામા સાથે લેટર ઑફ ઇન્ટેન્ટ સાઇન કર્યો છે. આ મેચ 26 અથવા 27 સપ્ટેમ્બરના રોજ થવાની સંભાવના છે. જોકે, તેનું સ્થળ હજુ નક્કી થયું નથી.
પનામાએ 2026 FIFA વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, પરંતુ ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.
નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે બે મેચ
ભારત નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે બે અવે મેચ પણ રમશે. પ્રથમ મુકાબલો 12 નવેમ્બરના રોજ ઓકલેન્ડમાં અને બીજો 15 નવેમ્બરના રોજ ક્રાઈસ્ટચર્ચમાં થશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



