BTSને ટક્કર આપવા જાપાનીઝ XG બેન્ડ તૈયાર!:લોહી નીતરતા પગે ડાન્સ કર્યો, દિવસમાં 18 કલાક સુધી પ્રેક્ટિસ કરી 7 યુવતીઓએ ઇતિહાસ રચ્યો

Last Updated: June 23, 2026By

મ્યુઝિક અને ડાન્સની દુનિયામાં દક્ષિણ કોરિયન બેન્ડ BTS, BLACKPINKના પ્રભુત્વ અને સ્ટ્રે કિડ્સ, સેવેન્ટીન જેવા ગ્રુપની વૈશ્વિક લોકપ્રિયતા વચ્ચે જાપાનની 7 છોકરીઓનો બેન્ડ XG (એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ)નો જાદુ છવાઈ ગયો છે. અમેરિકાના કોચેલા મ્યુઝિક ફેસ્ટિવલમાં પોતાના સંગીત-નૃત્યનો પરચમ લહેરાવી ચૂકેલા XG નો આગળનો શો લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં સપ્ટેમ્બરમાં થશે, જેની ચર્ચા અત્યારથી જ છે. પોપ મ્યુઝિકની દુનિયામાં સ્ટાર બનવાની XG ની આ સફર ધૈર્ય, અજોડ અનુશાસન અને અદમ્ય માનસિક મજબૂતીનું અનોખું ઉદાહરણ છે. 2016 માં હજારો છોકરીઓના ઓડિશનમાં 21ની પસંદગી એક્સજી માટે 2016માં જાપાનભરની હજારો છોકરીઓનું ઓડિશન થયું. તેમાંથી 21ને તાલીમ માટે પસંદ કરવામાં આવી. બધી એક ડોરમેટરીમાં સાથે રહેતી હતી. સવારથી રાત સુધી મ્યુઝિક-ડાન્સનો અભ્યાસ કરાવવામાં આવતો. ઘણી ભાષાઓમાં બોલવાની તાલીમ પણ આપવામાં આવતી. અહીં શિસ્ત ખૂબ કડક હતી. એટલું જ નહીં, તેઓ સોશિયલ મીડિયા પર ફોટા પણ શેર કરી શકતી નહોતી. એકવાર એક છોકરીએ સોશિયલ મીડિયા પર તસવીર અપલોડ કરી દીધી, તો તેને સખત ઠપકો આપવામાં આવ્યો. અંતે 7ને બેન્ડ માટે પસંદ કરવામાં આવી. અસ્તિત્વની લડાઈ ગ્રુપની સભ્ય માયા તાલીમને શારીરિક અને માનસિક રીતે ‘પોતાની વિરુદ્ધની લડાઈ’ ગણાવે છે. જ્યારે ચિસાએ આ તાલીમને શુદ્ધ રૂપે જીવિત રહેવાનો સંઘર્ષ કહ્યો. છ વર્ષની તાલીમ દરમિયાન જ એક્સજીની છોકરીઓ વચ્ચે પરસ્પર સમજણ વધુ સારી થઈ. ચિસા કહે છે, સારા માર્ગે અમે એકબીજાને વધુ સારા બનવા માટે પ્રોત્સાહિત કરતા હતા. આનાથી ટીમ વધુ સંગઠિત થતી ગઈ. હિનાતા જણાવે છે કે દરેક સભ્યની પોતાની શૈલી છે. છતાં પણ તેઓ એકસાથે હલનચલન કરે છે. યાદો – લોહીથી લથપથ જૂતા અને લીડર જુરીનનો પેનિક એટેક ગ્રુપની મુખ્ય રેપર કોકોના જ્યારે 12 વર્ષની હતી, ત્યારે એક જ સ્ટેપને દિવસમાં 500 વાર કરવાથી તેના પગના નખ તૂટી ગયા હતા. ઘણી વાર પગના તળિયામાંથી લોહી નીકળવા લાગતું હતું. જ્યારે તે પીડાથી ચીસો પાડતી હતી, ત્યારે ટ્રેનર્સ દયા ખાવાને બદલે કહેતા હતા કે, ‘જો દર્દથી હાર માની રહી છો, તો સ્ટેજનું સપનું ભૂલી જાઓ.’ કોકોના પગ પર ટેપ લપેટીને ફરીથી નાચવા લાગતી હતી. ગ્રુપની જવાબદારી સંભાળી રહેલી લીડર જુરીનને એકવાર સતત 18 કલાકની પ્રેક્ટિસ પછી ફ્લોર પર જ ગંભીર પેનિક એટેક આવ્યો હતો અને તે શ્વાસ માટે તરફડવા લાગી હતી. આ જ કઠોર પરિશ્રમથી BTS અને Blackpink વચ્ચે XG એ નવો ઇતિહાસ રચ્યો છે.