Center Increases Rabi Crops MSP; Green Energy Corridor Approved
નવી દિલ્હી3 દિવસ પેહલા
- કૉપી લિંક
કેબિનેટે બુધવારે વર્ષ 2027-28 માટે તમામ છ રબી પાકોના MSPમાં વધારો કરવાની મંજૂરી આપી. ઘઉંના MSPમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો થયો.
આ નિર્ણયની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગમાં આપી. કુસુમના MSPમાં સૌથી વધુ 675 રૂપિયાનો વધારો થયો. ત્યારબાદ સરસવ-રાઈમાં 413 રૂપિયા અને મસૂરમાં પ્રતિ ક્વિન્ટલ 390 રૂપિયાનો વધારો થયો.
આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રિમંડળે ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ-III યોજનાને પણ મંજૂરી આપી. આ યોજના પર 1,86,405 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 135 GW સુધીની નવીનીકરણીય ઊર્જા માટે ઇન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ બનાવવામાં આવશે. આ કામ વર્ષ 2032-33 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
ગ્રીન એનર્જી કોરિડોર શું છે
સરકારે દેશમાં સૌર (સૂર્ય) અને પવન (હવા) ઊર્જાથી ઉત્પન્ન થતી સ્વચ્છ વીજળીને કોઈ પણ અડચણ વિના ઘરો સુધી પહોંચાડવા માટે આ નિર્ણય લીધો છે. સૂર્ય આથમ્યા પછી અથવા પવન બંધ થઈ જાય ત્યારે ઘણી વાર વીજળી જવાની ચિંતા રહે છે, તેથી આ યોજના હેઠળ મોટી બેટરીઓ લગાવવામાં આવશે, જે દિવસ દરમિયાન ઉત્પન્ન થયેલી વીજળીને રાત્રે ઉપયોગ માટે સંગ્રહિત રાખશે.
આ ઉપરાંત, રાજ્યોની અંદર વીજળીના તાર અને થાંભલાઓનું એક નેટવર્ક બનાવવામાં આવશે, જેથી વીજળીનું નુકસાન ન થાય, ઘરોમાં વીજકાપ બંધ થાય અને સસ્તી તથા સ્વચ્છ વીજળી 24 કલાક કોઈ પણ અડચણ વિના મળતી રહે.
કેબિનેટ બેઠકમાં અન્ય મોટા નિર્ણયો
દિલ્હી માટે સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ: કેબિનેટે દિલ્હીના ટ્રાફિકને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે 1,790 કરોડ રૂપિયાની ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS)ને મંજૂરી આપી છે.
EPFOની વેતન મર્યાદામાં વધારો: કેબિનેટે કર્મચારીઓ માટે EPFO હેઠળ PF કપાત માટેની ફરજિયાત વેતન મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને દર મહિને 25,000 રૂપિયા કરી છે.
ખેડૂતોને સસ્તા ખાતર પર સબસિડી: ખેતી માટે સસ્તા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે કેબિનેટે ખાતરો (P&K) પર 41,533 કરોડ રૂપિયાની સબસિડી મંજૂર કરી છે.
સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
ટ્રાફિક જોઈને બદલાશે સિગ્નલ: સિગ્નલનો સમય પહેલેથી નક્કી નહીં હોય; જે દિશામાં વધુ વાહનો હશે, ત્યાંની લાઈટ આપમેળે લીલી થઈ જશે.
સ્માર્ટ કેમેરાની નજર: રસ્તાઓ પર લગાવવામાં આવેલા AI કેમેરા અને સેન્સર વાહનોની સંખ્યા અને તેમની ઝડપ પર સતત નજર રાખશે.
નંબર પ્લેટની તાત્કાલિક ઓળખ: નિયમ તોડતાની સાથે જ કેમેરા વાહનનો નંબર આપમેળે સ્કેન કરી લેશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



