Chess Olympiad 2026: India Defeats England & Germany
- Gujarati News
- Sports
- Chess Olympiad 2026: India Defeats England & Germany | Praggnanandhaa Gukesh
14 મિનિટ પેહલા
- કૉપી લિંક
46મા FIDE ચેસ ઓલિમ્પિયાડના 7મા રાઉન્ડમાં આર. પ્રજ્ઞાનાનંદ અને ડી. ગુકેશની જીતના કારણે ભારતની પુરુષ ટીમે ઇંગ્લેન્ડને 2.5-1.5થી હરાવ્યું. બુધવારે સમરકંદમાં રમાયેલી મેચમાં પ્રજ્ઞાનાનંદે ટોપ બોર્ડ પર અને ગુકેશે ચોથા બોર્ડ પર જીત નોંધાવી. આ સાથે ભારતે અગાઉના રાઉન્ડમાં ઉઝબેકિસ્તાન સામે મળેલી હાર બાદ વાપસી કરી.
પ્રજ્ઞાનાનંદે ઇંગ્લેન્ડના અનુભવી ખેલાડી નિકિતા વિત્યૂગોવને હરાવ્યો. તેમણે કાળા મોહરાંથી રમતાં દબાણ બનાવ્યું અને મુકાબલો પોતાના નામે કર્યો. ટૂર્નામેન્ટમાં આ તેમની બીજી જીત છે.
ગુકેશ સતત અજેય
વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશે ચોથા બોર્ડ પર ડેનિયલ હૉવર્ડ ફર્નાન્ડેઝને હરાવ્યો. તેમણે સમયના દબાણ દરમિયાન 40મા મૂવમાં થયેલી ભૂલનો લાભ લીધો. ત્યારબાદ આ વધતને જીતમાં ફેરવી દીધી. ગુકેશ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય છે.
ગુકેશે આ પહેલાં ભારતને છેલ્લાં બે ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વખતે પણ તેઓ સતત ત્રીજા ગોલ્ડની દોડમાં છે.
અર્જુનનો ડ્રો, નિહાલ હાર્યા
બીજા બોર્ડ પર અર્જુન એરીગૈસીએ ઇંગ્લેન્ડના માઇકલ એડમ્સ સામે ડ્રો રમ્યો. ત્રીજા બોર્ડ પર લ્યુક મેકશેને નિહાલ સરીનને હરાવ્યો. નિહાલની આ સતત બીજી હાર હતી. જોકે, પ્રજ્ઞાનાનંદ અને ગુકેશની જીતથી ભારતે મુકાબલો પોતાના નામે કરી લીધો.

ભારતના 12 પોઈન્ટ્સ
ઇંગ્લેન્ડ સામેની જીત બાદ ભારતના 12 મેચ પોઈન્ટ્સ થઈ ગયા છે. ટીમે 7માંથી 6 મુકાબલા જીત્યા છે અને એકમાં હાર મળી છે. ઉઝબેકિસ્તાને ચીનને 3-1થી હરાવીને 14 પોઈન્ટ્સ સાથે પોતાની લીડ જાળવી રાખી છે. ભારત આગામી રાઉન્ડમાં અઝરબૈજાન સામે રમશે.

મહિલા ટીમે જર્મનીને 3.5-0.5થી હરાવ્યું
ભારતીય મહિલા ટીમે પણ 7મા રાઉન્ડમાં જર્મનીને 3.5-0.5થી હરાવ્યું. કોનેરુ હમ્પી, દિવ્યા દેશમુખ અને સવિતા શ્રીએ જીત નોંધાવી. વૈશાલીનો મુકાબલો ડ્રો રહ્યો.
હમ્પીએ ટોપ બોર્ડ પર ડિનારા વૈગનરને હરાવી. દિવ્યાએ ત્રીજા બોર્ડ પર જીત નોંધાવી. ચોથા બોર્ડ પર સવિતા શ્રીએ લારા શુલ્ઝેને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત નોંધાવી.
ચીન અને કઝાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 2-2થી ડ્રો રહેવાનો ફાયદો ભારતને મળ્યો. ભારત હવે 12 મેચ પોઇન્ટ્સ સાથે ટોચ પર રહેલા ચીન અને કઝાકિસ્તાનથી એક પોઇન્ટ પાછળ છે.
આગામી રાઉન્ડમાં ભારત-કઝાકિસ્તાન મુકાબલો
8મા રાઉન્ડમાં ભારતીય પુરુષ ટીમનો મુકાબલો અઝરબૈજાન સામે થશે. જ્યારે ભારતીય મહિલા ટીમ કઝાકિસ્તાન સામે રમશે.
—————————————————–
સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…
એશિયાડમાં ભારતની દક્ષિણ કોરિયા સામે સૌથી મોટી જીત:મેન્સ ટીમે 8-2થી હરાવ્યું, અભિષેક અને દિલપ્રીતે 2-2 ગોલ કર્યા

ભારતે એશિયન ગેમ્સના ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચમાં દક્ષિણ કોરિયને 8-2થી હરાવ્યું. ચાર વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયા સામે એશિયન ગેમ્સમાં ભારતની આ સૌથી મોટી જીત છે. આ જીત સાથે ભારતીય પુરુષ હોકી ટીમે સતત ત્રીજી જીત નોંધાવી. સંપૂર્ણ સમાચાર વાંચો
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



