Christmas Special Dish : ક્રિસમસ પાર્ટીનો હોય પ્લાન, ટ્રાય કરો આ દેશી સ્નેક્સ, મહેમાનો આંગળા ચાટતા રહી જશે
ડિસેમ્બર મહિનાના અંતમાં ક્રિસમિસ તહેવાર લોકોનો ફેવરીટ છે. આ તહેવારમાં લોકો પોતાના ઘરે ખાસ પાર્ટીનું આયોજન કરતા હોય છે. જો તમે પણ ઘરે ક્રિસમસ પાર્ટીનું પ્લાનિંગ કરતા હોય તો આ જરૂર તમારા માટે છે. ક્રિસમસ પાર્ટીમાં મહેમાનો માટે સ્નેકસમાં શું આપવું તેની મૂંઝવણ અમે દૂર કરીશું. અત્યારે શિયાળાના દિવસો છે અને ઠંડીમાં લીલી મેથી બજારમાં વધુ તાજી અને સારી મળે છે. તમે આ પાર્ટીમાં દેશી સ્નેકસ બનાવી શકો છો. આ નાસ્તો ફટાફટ બનશે અને હેલ્ધી પણ છે. પાર્ટીમાં ટ્રાય કરો મેથી પૌંઆ વડાની વાનગી. નોંધી લો બનાવવાની સરળ રીત.
મેથી પૌંઆ વડા બનાવવા માટે સામગ્રી :
જીરું, હિંગ, લાલ મરચું પાવડર, હળદર, મીઠું તમામ મસાલા જરૂરિયાત મુજબ લેવા
- 1 કપ- જાડા પૌંઆ
- 1 કપ – મેથીના પાન (ઝીણા સમારેલા)
- ચણાનો લોટ – ૨-૩ ચમચી
- 3-4 લીલા મરચાં (ઝીણા સમારેલા)
- 1 આદું (છીણેલું)
- તેલ જરૂર મુજબ
મેથી પૌંઆવડા બનાવવાની રીત :
સૌ પ્રથમ, પૌંઆને સારી રીતે સાફ કરો, તેને હળવા હાથે ધોઈ લો અને તેને 5 મિનિટ માટે બાજુ પર રાખો, જેથી તે થોડું નરમ થઈ જાય. હવે એક મોટા વાસણમાં પલાળેલા પૌંઆમાં સમારેલી મેથી, ચણાનો લોટ, લીલા મરચાં, આદુ, જીરું, હિંગ, હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરો. આ પછી, બધી સામગ્રીને તમારા હાથથી સારી રીતે મિક્સ કરો અને જો તમને મિશ્રણ ખૂબ સૂકું લાગે, તો તમે જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો. મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયા પછી, તેમાંથી હળવા હાથે નાના વડા કે ટિક્કી બનાવો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં તૈયાર કરેલા વડા ધીમા તાપે ઉમેરો અને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો અને પછી તેને બહાર કાઢો. તૈયાર વડાને પ્લેટમાં કાઢીને લીલી ચટણી કે બદામની ચટણી સાથે ખાઓ અને સ્વાદનો આનંદ માણો.
આ પણ વાંચો : Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

