Colorectal Cancer : સાવધાન! મોઢામાં થતા આ ફેરફાર હોઈ શકે છે આંતરડાના કેન્સરના સંકેત, નવા સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે લોકોમાં સ્વાસ્થ્યનું પ્રમાણ વધ્યું છે. હાર્ટએટેક, ડાયાબિટીસ અને કેન્સરના દર્દીની સંખ્યામાં વધારો થયો છે. બ્રેસ્ટ કેન્સર, બ્લડ કેન્સર વિવિધ પ્રકારના કેન્સર હોય છે. બ્રેસ્ટ કેન્સર બાદ છેલ્લા ઘણા સમયથી આંતરડાના કેન્સરના દર્દીની સંખ્યા વધી રહી છે. દર વર્ષે લગભગ 17,000 લોકો આંતરડાના કેન્સર (કોલોરેક્ટલ કેન્સર)ના રોગથી મૃત્યુ પામે છે.
આંતરડાના કેન્સરને લઈને નવા સંશોધનમાં ખુલાસો
લોકો સામાન્ય રીતે પેટમાં દુખાવો, આંતરડાની આદતોમાં ફેરફાર, અથવા ઝાડા અને કબજિયાત જેવા ચિહ્નો દ્વારા તેના લક્ષણો ઓળખે છે, પરંતુ નવા સંશોધન સૂચવે છે કે મોંમાં ફેરફાર પણ આ ગંભીર રોગની પ્રારંભિક ચેતવણી સંકેત હોઈ શકે છે. સામાન્ય રીતે આપણે કોલોન કેન્સર (આંતરડાના કેન્સર)ને માત્ર પેટની સમસ્યાઓ સાથે જોડીએ છીએ, પરંતુ નવા તબીબી સંશોધનો મુજબ મોઢામાં જોવા મળતા અમુક ફેરફારો પણ આ ગંભીર બીમારીના પ્રારંભિક સંકેત હોઈ શકે છે.
મોઢામાં દેખાતા એવા લક્ષણો કોલોન કેન્સરનો સંકેત
પેઢામાં સોજો : સંશોધનો સૂચવે છે કે મોઢામાં રહેલા અમુક હાનિકારક બેક્ટેરિયા (જેમ કે Fusobacterium nucleatum) પેઢાના રોગો પેદા કરે છે. આ જ બેક્ટેરિયા લોહી વાટે આંતરડા સુધી પહોંચી શકે છે અને કેન્સરના કોષોના વિકાસમાં મદદ કરી શકે છે.
મોઢામાં ચાંદા : જો મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય અથવા લાંબા સમય સુધી રૂઝ ન આવતી હોય, તો તે શરીરમાં રહેલી કોઈ ગંભીર બીમારી અથવા નબળી રોગપ્રતિકારક શક્તિનો સંકેત હોઈ શકે છે, જે કેન્સર સાથે જોડાયેલ હોઈ શકે.
ગાલની અંદરના ભાગમાં ફેરફાર : મોઢાની અંદરના ભાગમાં અસામાન્ય ડાઘ અથવા શ્લેષ્મ પટલ (Mucous Membrane) ના રંગમાં ફેરફાર પણ ક્યારેક આંતરડાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા હોય છે.
મોઢાની દુર્ગંધ: જો બ્રશ કર્યા પછી પણ મોઢામાંથી સતત દુર્ગંધ આવતી હોય, તો તે પાચનતંત્રમાં ગરબડ અથવા આંતરડામાં હાનિકારક બેક્ટેરિયાના અતિશય વધારાનો સંકેત હોઈ શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

