Congress Wins Where BJP Leaders Made Controversial Remarks | Gujarat News
ચૂંટણી સમયે જાહેર મંચ ઉપરથી થતા ઉચ્ચારણો, શબ્દો એ જ ચૂંટણીને અંતે બ્રહ્માંડમાં ફરીફરી કેવા પાછા ફરે છે, પોતાને જ ફળે છે તેની પ્રતીતિ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને અંતે રાજકીય નેતાઓને થઈ છે. પ્રચાર દરમિયાન નેતાઓનાં બેફામ ઉચ્ચારણોની સામે મતદારોએ જાણે જવાબ આપ્યો હોય તેમ મતગણતરી દરમિયાન EVMમાંથી રોષ બહાર આવ્યો છે. જેમાં આણંદના સાંસદ મિતેષ પટેલે જ્યાંથી ‘અહીંથી એક પણ કોંગ્રેસી ચૂંટાશે તો એક પૈસો ગ્રાન્ટ નહીં મળે’ તેવી ચીમકી ઉચ્ચારી હતી તે આંકલાવ તાલુકા પંચાયતની 20 પૈકી 13 બેઠકો ઉપરથી ભાજપના ઉમેદવારોને હારનો સામનો કરવો પડયો છે.
આંકલાવ અને ડભોઈમાં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા
આણંદના સાંસદ મિતેષ પટેલના શબ્દોની અસર આંકલાવ તાલુકા પંચાયતમાં જ નહીં,અડીને આવેલી બોરસદ તાલુકા પંચાયતમાં પણ થઈ છે. બોરસદમાં 34માંથી કોંગ્રેસને 11, ભાજપને 23 બેઠકો મળી છે. આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 13 અને ભાજપને 7 બેઠકો મળી છે. વડોદરા જિલ્લામાં ડભોઈથી ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ તેમના નિવેદનો માટે જાણીતા છે.ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા મુદ્દે તેમની હાજરીમાં જ મારામારી થઈ હતી. તેઓ જ્યાંથી ધારાસભ્ય છે તે ડભોઈ નગરપાલિકામાં 36 પૈકી ભાજપને માત્ર 15 બેઠકો જ મળી છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

