Crude Oil Price Surge; Qatar LNG Supply Disruption & Global Market Impact

Last Updated: July 23, 2026By

નવી દિલ્હી4 કલાક પેહલા

  • કૉપી લિંક

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ આજે 4% વધીને 98 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે, જે છેલ્લા 6 અઠવાડિયાનું ઉચ્ચતમ સ્તર છે. જ્યારે અમેરિકી ક્રૂડ પણ $89.50 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે.

ક્રૂડ ઓઈલની વધતી કિંમતોએ ભારતમાં મોંઘવારી અને ઊર્જા સંકટ વધારી દીધું છે. આનાથી ભારતીય રૂપિયા અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI)ના પ્રવાહ પર અસર થવાની સંભાવના છે.

બીજી તરફ, ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓના રિટેલ ફ્યુઅલ માર્જિન પર ભારે દબાણ આવ્યું છે, જેના કારણે કંપનીઓને ડીઝલ પર પ્રતિ લિટર 20.4 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે

રેડ સીમાં તેલ ટેન્કરો પર હુમલો, હુતીઓએ નાકાબંધીની જાહેરાત કરી

ઓઇલની કિંમતોમાં અચાનક આવેલા આ ઉછાળાનું મોટું કારણ પશ્ચિમ એશિયાનું બગડતું વાતાવરણ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ સાથે હવે આ વિવાદ ફારસી ખાડીના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યમનના હુતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યો છે. આ હુમલો હુતી જૂથ દ્વારા બાબ-અલ-મંદેબ જળસંધિ પર નાકાબંધીની જાહેરાત કર્યાના બરાબર એક દિવસ પછી થયો છે, જેના કારણે વૈશ્વિક તેલ સપ્લાય ચેઇન પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે.

ઓઇલ કંપનીઓના શેર 2.5% સુધી તૂટ્યા

ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીની સીધી અસર ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પર પડી છે…

  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL): શેરમાં 2.50%નો ઘટાડો નોંધાયો.
  • ઇન્ડિયન ઓઇલ (IOCL): શેર 2% સુધી નીચે આવ્યો.
  • ભારત પેટ્રોલિયમ (BPCL): શેરમાં લગભગ 1%ની નબળાઈ જોવા મળી.

ભારત તેની જરૂરિયાતનો લગભગ 85% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ક્રૂડ મોંઘું થવાથી દેશનું આયાત બિલ વધે છે, જેનાથી મોંઘવારી વધવાની અને કંપનીઓના માર્જિન પર અસર થવાની આશંકા રહે છે.

ઓક્ટોબર સુધી LNG સપ્લાય અટકવાના અણસાર

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કતાર એનર્જી મધ્ય-ઓક્ટોબર સુધીમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ એટલે કે LNGના શિપમેન્ટ પર ‘ફોર્સ મેજર’ને આગળ વધારવાની તૈયારી કરી રહી છે.

કતારે જૂનમાં જ એશિયા અને યુરોપના કેટલાક ગ્રાહકોને જાણ કરી હતી કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના કાર્ગો રદ રહેશે. જો આ પ્રતિબંધ ઓક્ટોબર સુધી લંબાય છે, તો શિયાળો શરૂ થાય તે પહેલાં ગેસનું વૈશ્વિક સંકટ વધુ ઘેરું બની શકે છે, કારણ કે યુરોપ અને એશિયન દેશો મર્યાદિત LNG સપ્લાય માટે એકબીજા સાથે સ્પર્ધા કરશે.

મે મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા

મે મહિનામાં IOC, BPCL અને HPCL એ મોંઘા આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવનો હવાલો આપતા હપ્તામાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ₹7.50-₹7.50 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપોમાંથી 90%થી વધુ પર આ ત્રણેય સરકારી કંપનીઓનું નિયંત્રણ છે.

આગળ શું?

પશ્ચિમ એશિયામાં જો આ ગતિરોધ લાંબો ખેંચાય છે, તો ક્રૂડ ઓઇલની કિંમતો $100 પ્રતિ બેરલનો આંકડો પાર કરી શકે છે. આનાથી આવનારા દિવસોમાં ભારતીય શેરબજાર, ખાસ કરીને બેન્કિંગ, ઓટો અને પેઇન્ટ કંપનીઓના શેરોમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે.

—————————

આ સમાચાર પણ વાંચો…

સોનું ₹274 વધીને ₹1.46 લાખ પર પહોંચ્યું:4 દિવસમાં સોનું ₹4,398 મોંઘું થયું, ચાંદી આજે ₹360 વધીને ₹2.26 લાખ પર પહોંચી

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 23 જુલાઈએ વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદી 360 રૂપિયા વધીને 2.26 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો