Curd Benefit : દહીં સાથે આ વસ્તુઓ ભેળવીને ખાવાથી અનેક બીમારીઓ થશે દૂર, જાણો સાચી રીત
ભારતીય ભોજનમાં દહીંનું ખાસ સ્થાન છે. દહીં એ માત્ર ખોરાક નથી, પણ અનેક રોગો માટે કુદરતી દવા સમાન છે. તેમાં રહેલા પ્રોબાયોટિક્સ (સારા બેક્ટેરિયા) શરીરને અંદરથી મજબૂત બનાવે છે. ઠંડીના દિવસોમાં લોકો દહીં ખાવાનું ટાળે છે. પરંતુ દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં છાશના રૂપમાં દહીંનું સેવન કરવાથી લાભ થાય છે. આયુર્વેદ અને પોષણ વિજ્ઞાન મુજબ જો દહીંને આ ખાસ વસ્તુઓ સાથે ખાવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે.
દહીંમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો
દહીં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન B-12, પોટેશિયમ અને પ્રોબાયોટિક્સથી ભરપૂર છે. ઉનાળામાં ઠંડક આપવાથી લઈને પાચનમાં મદદ કરવા સુધી, દહીં સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. એક્સપર્ટના મતે દહીંનું સેવન કરવાથી આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીે. તેમાં સારા પ્રમાણમાં તત્વો હોય છે જે આપણા શરીરને તાજું રાખવામાં અસરકારક હોય છે. ઉપરાંત, તેમાં જોવા મળતા એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અસરકારક છે. બીમારીઓથી બચવા નિયમિત રીતે આ વસ્તુ સાથે દહીંના સેવનથી બમણો લાભ થશે.
આ વસ્તુઓ સાથે દહીંનું સેવન બીમારીથી બચશો
પાચન સુધારવા માટે (જીરું અને મીઠું) : જો તમને ગેસ કે અપચાની સમસ્યા હોય, તો દહીંમાં શેકેલું જીરું અને સંચળ (કાળું મીઠું) નાખીને ખાવું જોઈએ. આ મિશ્રણ ભૂખ વધારે છે અને પાચનતંત્રને શાંત કરે છે.
ઠંડક અને શક્તિ માટે (સાકર) : ગરમીના દિવસોમાં દહીંમાં સાકર (ખડી સાકર) ઉમેરીને ખાવાથી શરીરની ગરમી દૂર થાય છે. તે પિત્તને શાંત કરે છે અને ત્વરિત ઉર્જા આપે છે. ડાયાબિટીસના દર્દીઓએ આ ટાળવું જોઈએ.
વજન ઘટાડવા માટે (કાળા મરી) : જો તમે વજન ઉતારવા માંગતા હોવ, તો દહીંમાં કાળા મરીનો પાવડર ઉમેરીને ખાવો. આનાથી મેટાબોલિઝમ સુધરે છે અને વધારાની ચરબી બર્ન કરવામાં મદદ મળે છે.
લોહીની ઉણપ દૂર કરવા (ગોળ) : દહીંમાં ગોળ ઉમેરીને ખાવાથી શરીરમાં આયર્નનું પ્રમાણ વધે છે. તે એનિમિયા (લોહીની ફીકાશ) દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.
ત્વચા માટે ફાયદાકારક : દહીંનો પેક ત્વચાને અંદરથી પોષણ આપે છે. આ ઉપરાંત, દહીંનો ઉપયોગ ફેસ પેક અથવા હેર માસ્ક તરીકે પણ થાય છે, જે ત્વચાને સુધારે છે અને વાળને મજબૂત બનાવે છે.
દહીંના સેવનમાં આ બાબતનું રાખો ધ્યાન
બદલાતી ઋતુઓમાં નિયમિત રીતે દહીંનું સેવન કરવાથી શરીરને બીમારીથી બચાવવામાં મદદ મળી શકે છે. પરંતુ જો રાત્રે દહીં ખાવામાં આવે તો કફની સમસ્યા થઈ શકે છે. બપોરનો સમય દહીં ખાવા માટે શ્રેષ્ઠ છે. દહીંને ક્યારેય ગરમ કરીને ન ખાવું, તેનાથી તેના સારા બેક્ટેરિયા નાશ પામે છે. દહીં અને દૂધ વિરુદ્ધ આહાર છે, જે ત્વચાના રોગો કરી શકે છે. કયારે પણ દહીં અને દૂધની વાનગી સાથે ના ખાવી જોઈએ. આ બંને સાથે ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યા વધી શકે છે. ખાટા ફળો (જેમ કે સંતરા) સાથે દહીં ખાવાનું ટાળવું જોઈએ. ખાટા ફળો સાથે દહીંનું સેવન એસિડીટીની સમસ્યા વધારે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

