Deepti Sharma; GG Vs UPW WPL 2026 LIVE Score Update | Harleen Deol Meg Lanning | WPL: ગુજરાતે યુપીને 10 રનથી હરાવ્યું: મેચમાં ટોટલ 400+ રન બન્યા: કેપ્ટન એશ્લે ગાર્ડનરની ફિફ્ટી, અનુષ્કાએ 44 રન બનાવ્યા; 3 બોલરોને 2-2 વિકેટ
સ્પોર્ટ્સ ડેસ્ક10 કલાક પેહલા
- કૉપી લિંક
જ્યોર્જિયા વેરહામને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરી. તેણે 10 બોલ પર અણનમ 27 રન બનાવ્યા. સાથે જ 2 વિકેટ પણ ઝડપી. (ફોટો- BCCI)
ગુજરાત જાયન્ટ્સ (GG)એ વુમન્સ પ્રીમિયર લીગ 2026માં જીત સાથે શરૂઆત કરી છે. ટીમે શનિવારના પહેલી મેચમાં યુપી વોરિયર્સ (UPW)ને 10 રનથી હરાવ્યું.
DY પાટિલ સ્ટેડિયમમાં 208 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી યુપીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ પર 197 રન જ બનાવી શકી. ફીબી લિચફિલ્ડે સૌથી વધુ 78 રન બનાવ્યા.
ગુજરાત માટે રેણુકા સિંહ ઠાકુર, સોફી ડિવાઈન અને જ્યોર્જિયા વેરહામે 2-2 વિકેટ ઝડપી હતી.
ગુજરાતે પોતાનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો
ડીવાય પાટિલ સ્ટેડિયમમાં UPWની કેપ્ટન મેગ લેનિંગે ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ પર 207 રન બનાવ્યા. ગુજરાતે લીગમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે.
કેપ્ટન એશ્લે ગાર્ડનર 65 અને અનુષ્કા શર્મા 44 રન બનાવીને આઉટ થઈ હતી. બંનેએ 103 રનની ભાગીદારી કરી હતી. સોફી ડિવાઈન 38 રન બનાવીને આઉટ થઈ. સોફી એક્લેસ્ટોને બે વિકેટ ઝડપી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ગુજરાત જાયન્ટ્સ (GG): એશ્લે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની, સોફી ડિવાઇન, જ્યોર્જિયા વેરહેમ, અનુષ્કા શર્મા, ભારતી ફૂલમાલી, કનિકા આહુજા, કાશવી ગૌતમ, તનુજા કંવર, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.
યુપી વોરિયર્સ (UPW): મેગ લેનિંગ (કેપ્ટન), ડિઆન્ડ્રા ડોટિન, ફોએબે લિચફિલ્ડ, કિરણ નવગીરે, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.
અપડેટ્સ
12:55 PM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ગુજરાતે UPWને 10 રનથી હરાવ્યું
12:36 PM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ફીબી લિચફિલ્ડ 78 રન બનાવીને આઉટ
16મી ઓવરમાં UPWએ છઠ્ઠી વિકેટ ગુમાવી. અહીં ફીબી લિચફિલ્ડ 78 રન બનાવીને આઉટ થઈ. તેને સોફી ડિવાઈને ભારતી ફૂલમાળઈના હાથે કેચ કરાવી. ડિવાઈનને આ પહેલી વિકેટ મળી છે.
12:31 PM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ગાયકવાડે સેહરાવતને બોલ્ડ કરી
15મી ઓવરના છેલ્લા બોલ પર યુપીની પાંચમી વિકેટ પડી. અહીં શ્વેતા સેહરાવત 25 રન બનાવીને આઉટ થઈ. તેને રાજેશ્વરી ગાયકવાડે બોલ્ડ કરી દીધી.
12:22 PM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ફીબી લિચફિલ્ડની પહેલી હાફ સેન્ચુરી
11મી ઓવરમાં UPWની ફીબી લિચફિલ્ડે હાફ સેન્ચુરી પૂરી કરી. તેણે એશ્લે ગાર્ડનરની ઓવરના શરૂઆતના બે બોલ પર ચોગ્ગા ફટકાર્યા. ત્યારબાદ ત્રીજા બોલ પર એક રન લઈને ફિફ્ટી પૂરી કરી. તેણે 24 બોલ પર ફિફ્ટી પૂરી કરી છે. આ તેની પ્રથમ હાફ સેન્ચુરી છે. આ જ ઓવરમાં ટીમે 100 રનનો આંકડો પણ પાર કરી લીધો.
12:16 PM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
દીપ્તિ શર્મા એક રન બનાવીને આઉટ

10મી ઓવરના પ્રથમ બોલ પર UPWએ ચોથી વિકેટ ગુમાવી. અહીં દીપ્તિ શર્મા એક રન બનાવીને આઉટ થઈ. તેને રેણુકા સિંહ ઠાકુરે કૉટ એન્ડ બોલ્ડ કરી. તેણે કિરણ નવગીરે (એક રન)ની વિકેટ પણ લીધી હતી.
12:14 PM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
જ્યોર્જિયા વેરહામને એક જ ઓવરમાં બે વિકેટ; લેનિંગ-હરલીન આઉટ
નવમી ઓવરમાં યુપીની ટીમે બે વિકેટ ગુમાવી. આ ઓવરમાં જ્યોર્જિયા વેરહામે હરલીન દેઓલ (0) અને કેપ્ટન મેગ લેનિંગ (30 રન)ને પેવેલિયન ભેગા કર્યા. લેનિંગની વિકેટની સાથે જ ફિફ્ટી પાર્ટનરશિપ પણ તૂટી ગઈ.
11:45 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
યુપીની ધીમી શરૂઆત, લિચફિલ્ડ ક્રિઝ પર
208 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી યુપીની ટીમે ધીમી શરૂઆત કરી છે. ટીમે પાવરપ્લેની 6 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 46 રન બનાવ્યા છે. મેગ લેનિંગ અને ફીબી લિચફિલ્ડ ક્રિઝ પર છે.
11:14 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ઇનિંગ્સ બ્રેક: UPWને 208 રનનો ટાર્ગેટ મળ્યો
11:14 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
છેલ્લી ઓવરમાંથી 14 રન આવ્યા
ગુજરાતની ઇનિંગની છેલ્લી ઓવરમાંથી 14 રન આવ્યા. ભારતી ફૂલમાળીએ દીપ્તિ શર્માના ત્રીજા અને ચોથા બોલ પર સતત બે છગ્ગા ફટકાર્યા. આનાથી ટીમનો સ્કોર 207 રન સુધી પહોંચી ગયો.
10:58 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
કેપ્ટન એશ્લે ગાર્ડનર 65 રન બનાવીને આઉટ
18મી ઓવરના 5મા બોલ પર ગુજરાતે ચોથી વિકેટ ગુમાવી. અહીં કેપ્ટન એશ્લે ગાર્ડનર 65 રન બનાવીને આઉટ થઈ. તેને સોફી એક્લેસ્ટોને બોલ્ડ કરી દીધી. એક્લેસ્ટોનને આ બીજી વિકેટ મળી છે.
10:56 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
અનુષ્કા શર્મા 44 રન બનાવીને આઉટ
17મી ઓવરના પ્રથમ બોલ પર ગુજરાતે ત્રીજી વિકેટ ગુમાવી. અહીં અનુષ્કા શર્મા 44 રન બનાવીને આઉટ થઈ. તેને ડિઆન્ડ્રા ડોટિને હરલીન દેઓલના હાથે કેચ કરી.
10:55 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
GG માટે સૌથી વધુ 50+ સ્કોર
- એશ્લે ગાર્ડનર: 6 વાર
- બેથ મૂની: 5 વાર
- લૌરા વોલ્વાર્ટ: 3 વાર
10:46 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ગાર્ડનરની ફિફ્ટી પૂરી, ગુજરાત 150ને પાર
15મી ઓવરમાં ગુજરાતની કેપ્ટન એશ્લે ગાર્ડનરે ફિફ્ટી પૂરી કરી. તેણે સોફી એક્લેસ્ટોનના બીજા બોલ પર છગ્ગો અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને હાફ સેન્ચુરી પૂરી કરી. આ જ ઓવરમાં ટીમે 150 રનનો આંકડો પણ પાર કરી લીધો.
10:30 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ગુજરાતનો સ્કોર 100 રન પર પહોંચ્યો
12મી ઓવરમાં ગુજરાતે 100 રનનો આંકડો પાર કરી લીધો છે. કેપ્ટન એશ્લે ગાર્ડનરે દીપ્તિ શર્માના પ્રથમ બોલ પર એક રન લઈને ટીમ માટે 100મો રન બનાવ્યો હતો.
10:29 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ગુજરાતે પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવી, 56 રન બનાવ્યા
છઠ્ઠી ઓવરમાં ગુજરાતે 50 રનનો આંકડો પાર કરી લીધો. પાવરપ્લેની છેલ્લી ઓવર શિખા પાંડેએ નાખી હતી. સોફી ડિવાઇને શિખાના શરૂઆતના બે બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, શિખાએ ઓવરના ચોથા બોલ પર ડિવાઇનને ફીબી લિચફિલ્ડના હાથે કેચ કરાવી દીધી હતી. ડિવાઇન 38 રન બનાવીને આઉટ થઈ હતી.
10:28 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
એક્લેસ્ટોને બેથ મૂનીને બોલ્ડ કરી

પાંચમી ઓવરમાં ગુજરાત જાયન્ટ્સે પ્રથમ વિકેટ ગુમાવી. અહીં બેથ મૂની 13 રન બનાવીને આઉટ થઈ. તેને સોફી એક્લેસ્ટોને બોલ્ડ કરી દીધી.
10:27 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
સોફી ડિવાઇને દીપ્તિની ઓવરમાં ચોગ્ગો-છગ્ગો ફટકાર્યો
ચોથી ઓવરમાં સોફી ડિવાઇને દીપ્તિ શર્માના બોલ પર એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. દીપ્તિની આ ઓવરમાંથી 14 રન આવ્યા અને સ્કોર 40 રન પર પહોંચી ગયો.
10:27 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
શિખા પાંડેની ઓવરમાં 14 રન આવ્યા
બીજી ઓવરમાં સોફી ડિવાઈને શિખા પાંડેના બોલ પર એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. શિખાની આ ઓવરમાંથી 14 રન આવ્યા અને ટીમનો સ્કોર 17 રન પર પહોંચી ગયો.
10:26 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ક્રાંતિ ગૌડે પ્રથમ ઓવરમાં 3 રન આપ્યા
કેપ્ટન મેગ લેનિંગે ભારતની સ્ટાર પેસર ક્રાંતિ ગૌડને નવો બોલ સોંપ્યો. ક્રાંતિએ પ્રથમ ઓવરમાં માત્ર 3 રન આપ્યા. બેથ મૂની અને સોફી ડિવાઈન ક્રિઝ પર છે.
10:25 AM10 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
UPWએ ટૉસ જીતીને બોલિંગ લીધી, બન્ને ટીમની પ્લેઇંગ-11 જાણો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

